2 દિવસ પેહલા
- કૉપી લિંક
એક સમયે પોતાના અભિનયથી લોકોને હસાવનાર એક્ટર જુનિયર મેહમૂદે દુનિયાને અલવિદા કહી દીધું છે. બોલિવૂડ એક્ટર જુનિયર મેહમૂદ તરીકે જાણીતા નઈમ સૈયદનું ગઈકાલે રાત્રે 2 વાગ્યે મુંબઈમાં અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી પેટના કેન્સરથી પીડિત હતા. જુનિયર મેહમૂદની છેલ્લા કેટલાક દિવસોથી તબિયત સારી નહોતી. રિપોર્ટ અનુસાર અભિનેતાનું નિધન તેમના ઘરે થયું હતું. જુ. મેહમૂદના મૃત્યુની પુષ્ટિ તેના પરિવારના મિત્ર સલામ કાઝીએ કરી હતી. અભિનેતાની અંતિમ યાત્રા આજે બપોરે 12 વાગ્યે તેમના મુંબઈના ઘરેથી નીકળશે.
જુનિયર મેહમૂદનું સાચું નામ નઈમ સૈયદ હતું.
અભિનેતા કેન્સરથી પીડિત હતા
જુનિયર મેહમૂદ લાંબા સમયથી પેટના કેન્સરથી પીડિત હતા. તેમને ચોથા સ્ટેજનું કેન્સર હતું. તેમની બીમારીની સારવાર મુંબઈ સ્થિત ટાટા મેમોરિયલ હૉસ્પિટલમાં ચાલી રહી હતી. છેલ્લા 2 મહિનામાં તેની તબિયત બગડવા લાગી હતી. તેનું વજન પણ ઘણું ઓછું થઈ ગયું હતું. મેડિકલ રિપોર્ટ અનુસાર કેન્સર તેના લિવર અને ફેફસામાં પણ ફેલાઈ ગયું હતું. પેટનાં આંતરડામાં ગાંઠ પણ બની હતી. આખરે તેને પણ કમળો થયો. આવી સ્થિતિમાં મેહમૂદની હાલત સારી ન હતી અને તેમને ઓક્સિજન સપોર્ટ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ, અભિનેતાની તબિયત સતત બગડતી જતી રહી અને અંતે તેમણે ગઈ કાલે રાત્રે અંતિમ શ્વાસ લીધા.
ફિલ્મ નિર્માતા અશોક પંડિતે જુનિયર મેહમૂદની અંતિમ યાત્રા વિશે માહિતી આપી હતી.
અશોક પંડિતે લખ્યું- ‘બહુમુખી પ્રતિભાશાળી અભિનેતા જુનિયર મેહમૂદના નિધન વિશે જાણીને ખૂબ દુઃખ થયું. આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ એક મોટી ખોટ છે. પરિવાર અને પ્રિયજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. તેમના આત્માને શાંતિ મળે. અભિનેતાની અંતિમ યાત્રા આજે બપોરે 12 વાગ્યે તેમના મુંબઈસ્થિત નિવાસસ્થાનેથી નીકળશે.
અભિનેતાની અંતિમ યાત્રા આજે બપોરે 12 વાગ્યે તેમના મુંબઈના ઘરેથી નીકળશે
બીમારીને કારણે 20 કિલો વજન ઘટ્યું હતું
અમર ઉજાલાને આપેલા ઇન્ટરવ્યૂમાં જુ. મેહમૂદના ભાઈ સલામ કાઝીએ કહ્યું, ‘જુનિયર મેહમૂદને પેટનું કેન્સર હોઇ તેમનું બ્લડ પ્રેશર અને શુગર એટલું વધી ગયું હતું જેના કારણે તેમનું વજન લગભગ 20 કિલો ઘટી ગયું હતું.’
જુનિયર મેહમૂદે રાજેશ ખન્ના સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું
જિતેન્દ્ર અને જોની લીવર મહેમૂદને મળવા આવ્યા
થોડા દિવસો પહેલાં જોની લીવર મેહમૂદને મળવા તેમના મુંબઈના ઘરે ગયા હતા. આ મિટિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વીડિયોમાં 67 વર્ષના જુનિયર મેહમૂદ ખૂબ જ નબળા દેખાતા હતા. જિતેન્દ્ર અને સચિન પિલગાંવકર પણ તેના ઘરે પહોંચ્યા અને અભિનેતાની ખબર પૂછી હતી.
જોની લીવર મેહમૂદને મળવા તેમના મુંબઈના ઘરે ગયા હતા
બોલિવૂડ એક્ટર જિતેન્દ્ર પણ જુનિયર મેહમૂદને મળવા ગયા હતા
મરાઠી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે
જુનિયર મેહમૂદનું સાચું નામ નઈમ સૈયદ છે. જુનિયર મેહમૂદ નામ તેમને પ્રખ્યાત હાસ્ય કલાકાર મેહમૂદ અલીએ પોતે આપ્યું હતું. તેમનો જન્મ 15 નવેમ્બર, 1956ના રોજ થયો હતો. જુનિયર મેહમૂદે 7 ભાષાઓમાં 265થી વધુ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે.
જુનિયર મેહમૂદે પોતાની કારકિર્દી બાળકલાકાર તરીકે શરૂ કરી હતી. તેઓ ‘બ્રહ્મચારી’, ‘મેરા નામ જોકર’, ‘દો ઔર દો પાંચ’ અને ‘પરવરિશ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.
બાળ કલાકાર તરીકે તેણે દેવ આનંદ સહિત ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું હતું
બાદમાં તેમણે કેટલીક મરાઠી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું. આ સિવાય તેમણે ‘તેનાલી રામા’ અને ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.