વોશિંગ્ટન6 મિનિટ પેહલા
- કૉપી લિંક
પૂર્વ US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઓહાયોમાં એક રેલીને સંબોધતા
અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી રેલીમાં અમેરિકનોને ચેતવણી આપી હતી. અમેરિકાના ઓહાયો રાજ્યમાં એક ચૂંટણી રેલીને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે, ‘જો હું ચૂંટણી નહીં જીતું તો દેશમાં રક્તપાત થશે.’
ટ્રમ્પ અમેરિકાની ઓટો ઈન્ડસ્ટ્રી પર તોળાઈ રહેલા જોખમો પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેમણે રક્તપાતની વાત કરી.
ટ્રમ્પે કહ્યું, ‘5 નવેમ્બરની તારીખ યાદ રાખજો, મને લાગે છે કે આ આપણા ઈતિહાસની સૌથી મહત્વપૂર્ણ તારીખ હશે.’ અમેરિકન મીડિયા હાઉસ ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, 90 મિનિટના ભાષણમાં ટ્રમ્પે શરણાર્થીઓ વિશે કહ્યું કે તેઓ મનુષ્ય નથી.
ઓહાયોમાં એક રેલીમાં સમર્થકોથી ઘેરાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ.
અમેરિકી સંસદ પર હુમલો કરનારાઓની પ્રશંસા કરી
ટ્રમ્પે એ લોકોની પ્રશંસા કરી કે જેમણે 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો સ્વીકારવાનો ઇનકાર કર્યો અને 6 જાન્યુઆરી, 2021ના રોજ સંસદ પર હુમલો કર્યો. તેમણે દાવો કર્યો હતો કે 2020ની ચૂંટણી તેમની પાસેથી ચોરી કરવામાં આવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે ઓહાયોમાં તેમના સમર્થકોને કહ્યું કે જો તે આ વર્ષની ચૂંટણી જીતશે નહીં, તો તેમને લાગતું નથી કે આગળ ચૂંટણી થશે. ટ્રમ્પે કહ્યું કે અન્ય દેશો તેમની જેલમાંથી યુવાનોને બહાર કાઢીને અમેરિકા મોકલી રહ્યા છે.
ટ્રમ્પે આગળ કહ્યું- મને ખબર નથી કે તમે આ લોકોને શું કહો છે. મારા મતે તો આ લોકો માણસ જ નથી. બાદમાં ટ્રમ્પે શરણાર્થીઓને પ્રાણીઓ કહ્યા હતા. તેમણે જો બિડેનને અમેરિકાના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ કહ્યા.ટ્રમ્પે બિડેનને ઘણી વખત ‘મૂર્ખ રાષ્ટ્રપતિ’ કહ્યા.
અમેરિકામાં વર્ષના અંતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી જો બિડેન ઉમેદવાર છે.
ટ્રમ્પે કહ્યું- જો હું જીતીશ તો રમખાણ સમર્થકોને છોડી દઈશ.
રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયાના એક દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો તેઓ 2024માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો તેઓ સંસદ પર હુમલાના આરોપી તેમના તમામ સમર્થકોને છોડી દેશે.
જો બિડેને 6 જાન્યુઆરી, 2021ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને હરાવ્યા હતા. આ પછી ટ્રમ્પે ચૂંટણીમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પના હજારો સમર્થકોએ સંસદ પર હુમલો કર્યો. આ કેસમાં 1358 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
તસવીર 6 જાન્યુઆરી, 2021ની છે, જ્યારે ટ્રમ્પના સમર્થકોએ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને સંસદ પર હુમલો કર્યો હતો.
બિડેન-ટ્રમ્પ ફરી સામસામે
નવેમ્બર 2024માં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બિડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર એકબીજાની આમને સામને છે. બંને પોતપોતાના પક્ષમાંથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટાયા છે.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, બિડેન અને ટ્રમ્પને પાર્ટીના પ્રતિનિધિઓનું સમર્થન મળ્યું છે. રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા માટે ટ્રમ્પને 1,215 પ્રતિનિધિઓના સમર્થનની જરૂર હતી.
તેમને 1,228 પ્રતિનિધિઓનું સમર્થન મળ્યું હતું. તે જ સમયે, બિડેનને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બનવા માટે કુલ 1,969 મતોની જરૂર હતી. તેમને 2,107 મત મળ્યા હતા.