નવી દિલ્હી19 મિનિટ પેહલાલેખક: ઐશ્વર્યા શર્મા
- કૉપી લિંક
પોર્ન ફિલ્મ, જેને એડલ્ટ મૂવી, બ્લુ ફિલ્મ અથવા ઇરોટિક ફિલ્મ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો યુગ 1896 માં શરૂ થયો હતો. ‘લે કાઉચર ડે લા મેરી’ નામની પ્રથમ 7 મિનિટની એડલ્ટ ફિલ્મ ફ્રાન્સમાં બનાવવામાં આવી હતી અને થિયેટરોમાં રજૂ કરવામાં આવી હતી. તે સમયગાળા દરમિયાન, સાયલન્ટ મોડમાં બનેલી બ્લેક એન્ડ વ્હાઇટ પોર્ન ફિલ્મોની લોકપ્રિયતા ઝડપથી વધી હતી.
1950ના દાયકાથી વિદેશમાં અને 1980ના દાયકામાં ભારતમાં પોર્ન ફિલ્મોની VCR કેસેટ ઘરોમાં છૂપી રીતે જોવામાં આવવા લાગી. આ કેસેટોને ટ્રિપલ એક્સ કહેવામાં આવતી હતી.
તે સમયે, ઘણા યુગલો તેમના બેડરૂમમાં, તેમના પરિવારોથી છુપાઈને આ ફિલ્મો પ્રેમથી જોતા હતા. જેમ જેમ જમાનો હાઈટેક બન્યો છે તેમ હવે મોબાઈલ ફોન પર પોર્ન ફિલ્મો ઉપલબ્ધ છે. હવે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં, ગમે ત્યારે પોર્ન ફિલ્મો જોઈ શકે છે. પોર્ન ફિલ્મોના વધી રહેલા બિઝનેસ અને વધતા દર્શકોને કારણે ગુનાખોરીના ગ્રાફમાં પણ વધારો થયો છે. પોર્ન ફિલ્મો દ્વારા બગડેલી માનસિક સ્થિતિ બળાત્કાર, બાળ શોષણ, જાતીય સતામણી વગેરે જેવી ઘણી ઘટનાઓ માટે જવાબદાર છે. એટલું જ નહીં, પોર્ન ફિલ્મો વૈવાહિક સંબંધોને પણ બગાડવામાં અને તૂટવાની આરે લાવવા માટે ઘણી હદ સુધી જવાબદાર છે.
પોર્ન ફિલ્મોમાં નેગેટિવ ઈમેજ હોય છે. જે લોકો આ ફિલ્મો જુએ છે તેમને સમાજ સારી નજરે જોતો નથી.
રિલેશનશિપ એક્સપર્ટ ડૉ.ગીતાંજલિ શર્માના જણાવ્યા અનુસાર એવું માનવામાં આવે છે કે, છોકરાઓ વધુ પોર્ન જુએ છે. પરંતુ તે એવું નથી. છોકરીઓને પણ પોર્ન ફિલ્મો જોવી ગમે છે. આવી ફિલ્મો વ્યક્તિને સુખ અને સંતોષ આપે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં, આ પસંદગીને વધુ પડતું પ્રોત્સાહન આપવાથી સંબંધોમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
ડૉ.ગીતાંજલિ શર્મા કહે છે કે, ઘણા કપલ્સ એવું વિચારે છે કે તેમના પાર્ટનરએ તેમની સેક્સ્યુઅલ લાઈફમાં પોર્નસ્ટારની જેમ વર્તવું જોઈએ. પરંતુ જો આવું ન થાય તો તેઓ પોતાના પાર્ટનરને મહત્ત્વ આપવાનું બંધ કરી દે છે જેના કારણે તેમના સંબંધોમાં તિરાડ આવી જાય છે.
સામાન્ય સામાજિક સર્વે અનુસાર, પોર્ન જોનારા લોકોમાં તેમના પાર્ટનરથી અલગ થવાનું જોખમ વધી જાય છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે પોર્ન જોવાથી પુરુષો માટે છૂટાછેડાનું જોખમ 10% અને સ્ત્રીઓમાં 18% વધી જાય છે. લગ્નના 2 વર્ષમાં જ આ બન્યું છે. જો કે, અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે માત્ર પોર્ન જ નહીં, અન્ય પરિબળો પણ છૂટાછેડાનું કારણ બન્યાં છે.

પોર્નમાં પ્રેમ અને આત્મીયતા નથી
રિલેશનશિપ કાઉન્સેલર ડૉ. કે. આર. ધરના મતે પોર્ન ફિલ્મો જાતીય લાગણીઓને વધારે છે. છોકરીઓ કરતાં છોકરાઓમાં આ વધુ જોવા મળે છે. પોર્નમાં છોકરીઓને ઓબ્જેક્ટ તરીકે બતાવવામાં આવે છે. આમાં પ્રેમ, સ્નેહ કે આત્મીયતા નથી.
જ્યારે વાસ્તવિક જીવનમાં દંપતી વચ્ચે પ્રેમ અને આત્મીયતા બંને મહત્ત્વપૂર્ણ છે. ઘણીવાર છોકરીઓ આ લાગણી વગર પોતાના પાર્ટનરની નજીક આવતી નથી. પોર્ન જોનારા લોકો કલ્પનાની દુનિયામાં રહે છે. પોર્ન જોવાને કારણે છોકરાઓ વાસ્તવિક દુનિયામાં મહિલાઓના શરીર તરફ ઓછા આકર્ષિત થાય છે. પોર્ન ફિલ્મો માત્ર આત્મસંતોષ જ આપી શકે છે.
પુરુષ સ્ત્રી પાર્ટનર પર દબાણ લાવે છે
ડૉ.ધરના મતે પોર્ન જોવાથી જ સંબંધો બગડે છે. એવા બહુ ઓછા કિસ્સાઓ છે જ્યાં રિલેશનશિપ કાઉન્સેલર પોતે કપલને પોર્ન ફિલ્મો જોવાની સલાહ આપે છે.
ડૉ. ધર કહે છે કે, તેમણે આવા ઘણા કિસ્સા જોયા છે જેમાં પુરૂષ પાર્ટનર પોર્ન ફિલ્મોના વ્યસની હતા. લગ્ન પછી, તેમના જીવનસાથી પાસેથી તેમની અપેક્ષાઓ પોર્ન ફિલ્મોના દ્રશ્યો જેવી હતી, જેના કારણે વૈવાહિક સંબંધોમાં તિરાડ પડી અને વિખૂટા પડી ગયા.
પોર્ન ફિલ્મો જેવું વાસ્તવિકતામાં હોતું નથી
પોર્ન ફિલ્મોનું શૂટિંગ ઘણા દિવસો સુધી થાય છે. પોર્ન ફિલ્મ બનાવવામાં 1 અઠવાડિયું લાગે છે. આમાં સ્ક્રિપ્ટ, લોકેશન, એક્ટર્સ, ડિરેક્શન, ઈફેક્ટ્સ, એડિટિંગ, દરેક સીનનું પ્લાનિંગ બોલિવૂડ કે હોલિવૂડની ફિલ્મની જેમ કરવામાં આવે છે. આ પછી વીડિયોને એડિટ કરીને વધારે મિનિટોનો બનાવવામાં આવે છે. તેમાં ઘણા દૃશ્યો ઉમેરવામાં આવે છે જે જોવામાં ભલે કુદરતી લાગે પરંતુ વાસ્તવિક જીવનમાં એવું શક્ય નથી.
ડૉ. ધર કહે છે કે, ઘણા યુગલો આ પોર્ન ફિલ્મોને વાસ્તવિકતા સમજીને ભૂલ કરે છે. પોર્નમાં દર્શાવવામાં આવેલી પરિસ્થિતિઓ કુદરતી નથી.
ઘણી વખત પાર્ટનર આવી હરકતોને સહન કરી શકતો નથી અને તેનાથી સંબંધ સમાપ્ત થઈ જાય છે.

વ્યક્તિ લઘુતાગ્રંથિ અનુભવવા લાગે છે
રિલેશનશિપ કાઉન્સેલર ડૉ. ગીતાંજલિ શર્માના જણાવ્યા અનુસાર, પોર્ન ફિલ્મો જોયા પછી, લોકો કાલ્પનિક દુનિયામાં જીવવાનું શરૂ કરે છે અને વાસ્તવિકતાથી પર હોય તેવી અપેક્ષાઓ રાખે છે. દંપતી ભૂલી જાય છે કે પોર્ન ફિલ્મ એક એવી ફિલ્મ છે જેમાં મોડેલ્સ પરફેક્ટ ફિગર ધરાવે છે. શરીરના અંગોને અભદ્ર રીતે બતાવવામાં આવે છે પરંતુ આ બધું જોઈને વ્યક્તિ પોતે જ ઈન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ(હીનભાવના)નો શિકાર બની જાય છે કારણ કે તે હંમેશા પોતાની અને પોતાના પાર્ટનરની સરખામણી ફિલ્મના પાત્રો સાથે કરવાની ભૂલ કરે છે. અને આ વસ્તુ સંબંધના આકર્ષણને નષ્ટ કરીને તેને નબળા બનાવે છે.
પરફેક્શનની ઇચ્છા
ડૉ.ધરના મતે જેમ કોઈ સંબંધ પરફેક્ટ હોતા નથી, તેવી જ રીતે સેક્સ પણ પરફેક્ટ હોતું નથી. વૈવાહિક સંબંધો માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ એકબીજાને જોડે છે અને એ બાબત જ સંબંધને સુંદર બનાવે છે.
જર્નલ ઓફ સોશિયલ એન્ડ ક્લિનિકલ સાયકોલોજીમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ પોર્ન જોનારા લોકો પોતાના પાર્ટનરને ઓછું મહત્ત્વ આપે છે. સંબંધ બાંધતી વખતે તેઓ પોર્નસ્ટારની કલ્પનામાં મગ્ન રહે છે જે સંબંધ માટે નુકસાનકારક છે.

પોર્ન લોકોને સ્વાર્થી બનાવે છે
ડૉ.ધર કહે છે કે, જેમ શરીર માટે ખોરાક મહત્ત્વ પૂર્ણ છે તેમ સંબંધ બનાવ્યા પછી બંનેનો સંતોષ મહત્વપૂર્ણ છે. પરંતુ પોર્ન ફિલ્મો વ્યક્તિને સ્વાર્થી બનાવે છે. તે ફક્ત પોતાની ખુશી વિશે જ વિચારે છે જે સંબંધ માટે જોખમી છે. આર્કાઈવ્સ ઓફ સેક્સ્યુઅલ બિહેવિયરમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર પોર્ન ફિલ્મો જોનારા લોકો મોટાભાગે સેલ્ફિશ હોય છે અને તેના કારણે સંબંધોમાં અસંતોષ રહે છે.
પાર્ટનરની પોર્ન જોવાની આદત સારી નથી
અમેરિકાની ઉટાહ સ્ટેટ યુનિવર્સિટી દ્વારા પોર્નોગ્રાફી પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દર અઠવાડિયે 46% પુરુષો અને 16% સ્ત્રીઓ પોર્ન મૂવી જુએ છે. પોર્ન માનસિક સ્વાસ્થ્ય તેમજ સંબંધો પર નકારાત્મક અસર કરે છે.
વધુ પડતું પોર્ન જોવાથી વ્યક્તિમાં ચિંતા, તણાવ અને એકલતા વધે છે. આ જાતીય સંતોષ ઘટાડે છે.
કેનેડિયન જર્નલ ઓફ હ્યુમન સેક્સ્યુઆલિટીના એક અભ્યાસ અનુસાર, જે છોકરીઓ પોર્ન ફિલ્મો જુએ છે તેઓ પણ પોર્નસ્ટાર્સ સાથે તેમના પાર્ટનરની સરખામણી કરવા લાગે છે.
વાસ્તવિકતામાં જીવવું મહત્ત્વપૂર્ણ છે
ડૉ. ગીતાંજલિ કહે છે કે જો કોઈનો પાર્ટનર પોર્ન જુએ છે તો આ આદત છોડતા પહેલા તેની પાછળનું કારણ જાણવું જરૂરી છે. શું તે તણાવમાં છે, સંબંધમાં નાખુશ છે કે હીનતા ભાવથી પીડિત છે?
આવા પાર્ટનરો પર ધ્યાન આપો. તેમની સાથે વાત કરીને તેમના નકારાત્મક વિચારોને સકારાત્મક બનાવો. જો તમારો પાર્ટનર સ્ટ્રેસ બસ્ટર તરીકે પોર્ન ફિલ્મો જુએ છે, તો તેની સાથે તેની લાગણીઓ વિશે વાત કરો. તેને સારી અનુભૂતિ કરાવો અને જો શક્ય હોય તો, દંપતીએ રિલેશનશિપ કાઉન્સેલરને મળવું જોઈએ અને યાદ રાખવું જોઈએ કે રિલેશનશિપ કાઉન્સેલર પાસે જવું એ ખરાબ બાબત નથી. ત્યાં ફક્ત હકારાત્મક અને ફાયદાકારક સલાહ જ મળશે.
પોર્ન જોવું એ ગુનો નથી. હાલમાં જ એક કેસની સુનાવણી દરમિયાન કેરળ હાઈકોર્ટે કહ્યું હતું કે પોર્ન જોવું એ કોઈપણ વ્યક્તિની અંગત પસંદગી છે અને જો તે પોતાની ખાનગી જગ્યામાં જોઈ રહ્યો હોય તો તેમાં કોઈ ગુનો નથી.
રિલેશનશિપ એક્સપર્ટના મતે પોર્ન ફિલ્મો કપલ્સના સંબંધોને અમુક અંશે સુધારી શકે છે, પરંતુ પોર્ન વીડિયોને વાસ્તવિક માનવા ચોક્કસપણે ભૂલ છે.