19 મિનિટ પેહલા
- કૉપી લિંક
1 ડિસેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ ‘એનિમલ’ બોક્સ ઓફિસ પર સતત મોટા રેકોર્ડ તોડી રહી છે. જ્યાં એક તરફ ફિલ્મે 600 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે, તો બીજી તરફ ફિલ્મમાં મહિલાઓની છબી પર સંસદમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે. દરમિયાન, ફિલ્મની મુખ્ય અભિનેત્રી રશ્મિકાએ તેમના પાત્ર ગીતાંજલિ અને ફિલ્મ પર એક ભાવનાત્મક નોંધ શેર કરી છે. રશ્મિકાના કહેવા પ્રમાણે,તેમને ગીતાંજલિના પાત્ર પર ઘણા પ્રશ્નો હતા, પરંતુ નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાના સમજાવ્યા પછી તે સમજી ગઈ હતી.
હાલમાં જ સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘એનિમલ’ના સેટ પરથી કેટલીક અનસીન તસવીરો શેર કરતી વખતે, રશ્મિકાએ લખ્યું છે, ગીતાંજલિ, જો મારે તેમનું વર્ણન કરવું હોય, તો તે એકમાત્ર એવી શક્તિ છે જે આખા ઘરને એક સાથે રાખે છે. તે પવિત્ર, વાસ્તવિક, ફિલ્ટર વિનાની, શક્તિશાળી અને કાચી છે. એક અભિનેતા તરીકે હું ગીતાંજલિની કેટલાક કામ પર સવાલ ઉઠાવીશ. મને યાદ છે કે મારા દિગ્દર્શકે મને કહ્યું હતું કે આ તેમની વાર્તા છે. રણવિજય અને ગીતાંજલિ. આ તેમનો પ્રેમ અને જુસ્સો છે. તેની પાસે તેનો પરિવાર અને તેનું જીવન છે. તે રીતે તેઓ છે.
વધુમાં લખ્યું, ગીતાંજલિ હિંસા, ઈજા અને અસહ્ય પીડાથી ભરેલી દુનિયામાં શાંતિ, વિશ્વાસ અને આશ્વાસન લાવશે. તે તેમના પતિ અને બાળકોને સુરક્ષિત રાખવા માટે તેના ભગવાનને પ્રાર્થના કરશે. તે એક ખડક જેવું છે, જેમણે તમામ તોફાનોનો સામનો કર્યો છે.
રશ્મિકાએ વધુમાં લખ્યું, ગીતાંજલિ તેમના પરિવાર માટે બધું જ કરી શકે છે. ગીતાંજલિ મારી નજરમાં ખૂબ જ સુંદર છે અને ઘણી રીતે તે ઘણી બધી સ્ત્રીઓ જેવી છે, જેઓ ખરેખર મજબુત છે અને હંમેશા પોતાના પરિવારનું રક્ષણ કરે છે. હેપ્પી એક સપ્તાહ ટીમ એનિમલ.
રશ્મિકાએ ફેન્સનો આભાર માન્યો હતો
આ પોસ્ટમાં રશ્મિકાએ ફેન્સનો આભાર માન્યો અને કહ્યું, મિત્રો, તમારા બધાના પ્રેમ માટે આભાર. આ પ્રેમ જ મને દરેક ફિલ્મમાં આગળ વધવા અને મહેનત કરવા મજબૂર કરે છે. હું તમને બધાને આલિંગન આપું છું.
રશ્મિકાએ શેર કરેલી તસવીરો ફિલ્મ એનિમલના સેટની છે. જુઓ તે તસવીરો-
‘એનિમલ’ ફિલ્મમાં મહિલાઓની ખોટી રજૂઆતનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો
થોડા સમય પહેલાં કોંગ્રેસના સાંસદ રંજીત રંજને સંસદમાં ફિલ્મ ‘એનિમલ’નો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનું માનવું છે કે ફિલ્મમાં જે રીતે મહિલાઓને રજૂ કરવામાં આવી છે તે ખોટી છે. 11મા અને 12મા ધોરણના બાળકો ફિલ્મોમાં બતાવવામાં આવેલા હિંસક પાત્રોને રોલ મોડલ માને છે અને તેમની જેમ વર્તન કરવા લાગે છે. સાંસદ રંજીતે કહ્યું કે તેમની પુત્રી તેમના મિત્રો સાથે ફિલ્મ જોવા ગઈ હતી, પરંતુ ફિલ્મમાં મહિલાઓ અને હિંસાનાં પાત્રો જોયા બાદ તે રડતી રડતી ઘરે પરત ફરી હતી.
ફિલ્મ ‘એનિમલે’ તેની રિલીઝના માત્ર 9 દિવસમાં 600 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. આ સાથે આ રશ્મિકા અને રણબીરના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થઈ છે, જેમાં રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર, બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. કબીર સિંહ અને અર્જુન રેડ્ડી જેવી ફિલ્મો બનાવી ચૂકેલા સંદીપ રેડ્ડીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.