- Gujarati News
- Entertainment
- Ananya Pandey Looks Gorgeous In A Western Outfit, Janhvi Walks The Ramp With Aditya Roy Kapur; Photos Go Viral
33 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ દિવસોમાં લેક્મે ફેશન વીક ખૂબ જ ચર્ચામાં છે. ગઈકાલે એટલે કે 17મી માર્ચે આ ફેશન વીકનો પાંચમો દિવસ હતો. અનન્યા પાંડે વેસ્ટર્ન આઉટફિટમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી. જાહન્વી કપૂરે આદિત્ય રોય કપૂર સાથે રેમ્પ વોક કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અનન્યા અને આદિત્ય રુમર્ડ કપલ છે. જાહન્વી અને આદિત્યને સાથે ફરતા જોઈને અનન્યાના ફેન્સ સોશિયલ મીડિયા પર તેની ટીકા કરી રહ્યા છે. આ સિવાય શહનાઝ ગિલ, માધુરી દીક્ષિત, સોનલ ચૌહાણ, ડાયના પેન્ટી અને અદિતિ રાવ હૈદરીએ પણ રેમ્પ વોક કર્યું હતું.
અનન્યા પાંડે બ્લેક કલરના મિની ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી
આદિત્ય અને જાહન્વીએ સાથે રેમ્પ પર વોક કર્યું હતું
જાહન્વી કપૂર કલ્કિનો ડિઝાઈનર ડ્રેસ પહેરેલી જોવા મળી હતી
સોનલ ચૌહાણે સેજલ કામદાર, ચારુ અને વસુંધરા દ્વારા ડિઝાઈન કરેલા આઉટફિટ પહેર્યા હતા
માધુરી દીક્ષિતે રન્ના ગિલ દ્વારા ડિઝાઇન કરાયેલ ડ્રેસ પહેરીને રેમ્પ વોક કર્યું હતું
શહનાઝ ગિલે દીક્ષા ખન્ના અને નિર્મોહા દ્વારા ડિઝાઇન કરાયેલ ડ્રેસ પહેર્યો હતો
ડાયના પેન્ટીએ સેજલ કામદાર, ચારુ અને વસુંધરા દ્વારા ડિઝાઈન કરેલો લહેંગા પણ પહેર્યો હતો
અદિતિ રાવ હૈદરીએ નિર્મોહાના ડિઝાઈનર ડ્રેસ પહેરીને રેમ્પ વોક કર્યું હતું
આ ઈવેન્ટમાં રિચા ચઢ્ઢા અને અલી ફઝલ પણ પહોંચ્યા હતા
ચંકી પાંડે તેની પત્ની સાથે પુત્રી અનન્યાનું રેમ્પ વોક જોવા પહોંચ્યો હતો