નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે 18 માર્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ સોનું 289 રૂપિયા સસ્તું થઈને 65,270 રૂપિયા થઈ ગયું છે. આ મહિનાની શરૂઆતમાં, 11 માર્ચે, સોનાએ 65,646 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓલ ટાઈમ હાઈ રહ્યું હતું.
ચાંદીમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. તે 438 રૂપિયા સસ્તી થઈને 73,772 રૂપિયા પ્રતિ કિલો થઈ છે. પહેલા તે 74,210 રૂપિયા હતી. ચાંદીએ ગયા વર્ષે એટલે કે 4 ડિસેમ્બર 2023ના રોજ 77,073 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ રહી હતી.
કેરેટ પ્રમાણે સોનાનો ભાવ
કેરેટ | કિંમત (રૂ/10 ગ્રામ) |
24 | 65,270 |
22 | 59,787 |
18 | 48,953 |
2023માં સોનું 8 હજાર રૂપિયાથી વધુ મોંઘુ થયું હતું
વર્ષ 2023ની શરૂઆતમાં સોનું 54,867 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે 31 ડિસેમ્બરના રોજ 63,246 રૂપિયાએ પહોંચ્યું હતું. એટલે કે વર્ષ 2023માં તેની કિંમત રૂ. 8,379 (16%) વધી. તેમજ, ચાંદી પણ રૂ. 68,092 થી વધીને રૂ. 73,395 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.
સોનું 70 હજાર રૂપિયા સુધી જઈ શકે છે
બજારના જાણકારોના મતે સોનાના ભાવમાં વધારો આગામી દિવસોમાં પણ ચાલુ રહી શકે છે. આ કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 70 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. સાથે જ ચાંદી પણ 75 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.
સોનું ખરીદતી વખતે આ 4 બાબતોનું ધ્યાન રાખો
1. સર્ટિફાઈડ સોનું જ ખરીદો
બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ હંમેશાં ખરીદો. નવા નિયમ હેઠળ 1 એપ્રિલથી છ અંકના આલ્ફાન્યુમેરિક હોલમાર્કિંગ વિના સોનું વેચવામાં આવશે નહીં. જેમ આધારકાર્ડમાં 12 અંકનો કોડ હોય છે, એવી જ રીતે સોનામાં 6 અંકનો હોલમાર્ક કોડ હશે. એને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે.
આ નંબર આલ્ફાન્યુમેરિક હોઈ શકે છે, એટલે કે કંઈક આના જેવું – AZ4524. હોલમાર્કિંગ દ્વારા કેટલા કેરેટનું સોનું છે એ જાણવાનું શક્ય બન્યું છે.
2. કિંમત ક્રોસ ચેક કરો
બીજા સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી ખરીદીના દિવસે સોનાનું સાચું વજન અને એની કિંમત ક્રોસ-ચેક કરો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે.
24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ એમાંથી જ્વેલરી બનાવવામાં આવતી નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે જ્વેલરી માટે 22 કેરેટ કે એનાથી ઓછા સોનાનો ઉપયોગ થાય છે.
કેરેટ પ્રમાણે કિંમત આ રીતે તપાસો: ધારો કે 24 કેરેટ સોનાની કિંમત 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, એટલે કે એક ગ્રામ સોનાની કિંમત 6000 રૂપિયા હતી. આવી સ્થિતિમાં 1 કેરેટ શુદ્ધતાવાળા 1 ગ્રામ સોનાની કિંમત 6000/24 એટલે કે 250 રૂપિયા હતી.
હવે ધારો કે તમારી જ્વેલરી 18 કેરેટ શુદ્ધ સોનાથી બનેલી છે, તો એની કિંમત 18×250 એટલે કે 4,500 રૂપિયા પ્રતિ ગ્રામ છે. હવે તમારી જ્વેલરીના ગ્રામની સંખ્યાને રૂ. 4,500 વડે ગુણાકાર કરીને સોનાની ચોક્કસ કિંમતની ગણતરી કરી શકાય છે.
3. રોકડ ચૂકવશો નહીં, બિલ લો
સોનું ખરીદતી વખતે રોકડ ચુકવણી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. UPI (જેમ કે BHIM એપ) અને ડિજિટલ બેંકિંગ દ્વારા ચુકવણી કરવી વધુ સારું છે. જો તમે ઈચ્છો તો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પણ પેમેન્ટ કરી શકો છો. આ પછી બિલ લેવાનું ભૂલશો નહીં. જો ઓનલાઈન ઓર્ડર કરો છો તો ચોક્કસપણે પેકેજિંગ તપાસો.
4. રિસેલિંગ પોલિસી જાણો
ઘણા લોકો સોનાને રોકાણ તરીકે જુએ છે. આવી સ્થિતિમાં તમારી પાસે સોનાની રિસેલ વેલ્યુ વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. ઉપરાંત સંબંધિત જ્વેલરની બાયબેક પોલિસી વિશે શો રૂમના કર્મચારીઓ સાથે ચર્ચા કરો.