- Gujarati News
- International
- Hackers Are Now Blackmailing Patients By Stealing Data, And Extorting Money From Insurance Companies By Creating Fake Bills
ન્યૂયોર્ક5 કલાક પેહલા
- કૉપી લિંક
તમારો સ્વાસ્થ્ય ડેટા જેટલો મહત્ત્વપૂર્ણ અને મૂલ્યવાન છે, તેટલો અપવાદરૂપે અસુરક્ષિત પણ છે. હોસ્પિટલ મેનેજમેન્ટ અને હેલ્થ કેર કંપનીઓ ઘણીવાર દર્દીઓના મહત્ત્વપૂર્ણ અને આંતરિક ડેટા તેમના રેકોર્ડમાં રાખે છે. જેમાં સારવારને લગતી જાણકારી, કૌટુંબિક ઇતિહાસ, નાણાકીય માહિતી અને સામાજિક સુરક્ષા નંબર (આધાર, બીપીએલ, આયુષ્માન વિગતો) જેવી માહિતી સામેલ છે. પરંતુ કંપનીઓની બેદરકારી અને હેકર્સની સતર્કતાને કારણે હેલ્થ ડેટાની સતત ચોરી થઈ રહી છે.
અમેરિકી હેલ્થ ડિપાર્ટમેન્ટે આશંકા વ્યક્ત કરી છે કે આ વર્ષના ઓક્ટોબર મહિના સુધીમાં સાઈબર હુમલાના કારણે લગભગ 9 કરોડ હેલ્થ ડેટા હેકર્સ સુધી પહોંચી ગયા છે. તેનાથી દર્દીની ગોપનીયતા, ઓળખની ચોરી, વીમા રકમનો દુરુપયોગ જેવી બાબતોનો સામનો કરવો પડી શકે છે. જો દર્દી એઇડ્સ, માદક દ્રવ્યોની લત કે એવી કોઈ બીમારીની સારવાર લઈ રહ્યો હોય જેની માહિતી જાહેર કરવામાં આવે તો તેની બદનામી થવાનું જોખમ રહેલું હોય તો હેકર્સ તેને બ્લેકમેલ કરે છે. મિલીભગતથી તેઓ નકલી મેડિકલ બિલ બનાવી વીમા કંપની પાસેથી પણ રકમ પડાવી લેતાં હોય છે.
સાવચેત રહો કે કોઈ તમારી તબીબી માહિતીનો ઉપયોગ તો નથી કરી રહ્યું. સારવાર અથવા ટેસ્ટને લગતા બિલ આપવામાં ન આવે તો ખાસ સાવતેચ રહેવું જોઈએ. સમય સમય પર વીમા કંપની પાસેથી ખાતાની વિગતો માગો અને જાણો કે મર્યાદા ઘટાડવામાં આવી છે કે કેમ. ક્રેડિટકાર્ડ અને સ્કોર્સ પર નજર રાખો. જો કંઈક ખોટું લાગે છે અથવા સ્કોર ઘટી રહ્યો છે તો હિસ્ટરી તપાસો.
સારવાર બિલ અને વીમા કંપનીની હિસ્ટ્રી તપાસ કરતાં રહો
અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન સર્વિસીસ અનુસાર, તમારી સારવાર અને લેબ ટેસ્ટના બિલને સારી રીતે તપાસો. વીમા કંપનીની હિસ્ટ્રી તપાસવી જરૂરી. જો તમને ખોટી રીતે બિલ આપવામાં આવે છે અથવા તમે જે સારવાર અથવા ટેસ્ટ કરાવ્યા નથી તેના માટે પૈસા લેવામાં આવે છે તો વીમા કંપનીને ચોક્કસ તબીબી રેકોર્ડની નકલ મોકલો અને તપાસ કરાવો. નાણાકીય અને અન્ય છેતરપિંડીથી બચવા માટે આ પગલાં લેવા જરૂરી છે.