3 કલાક પેહલા
- કૉપી લિંક
‘શક્તિમાન’નું પાત્ર ભજવતા પ્રખ્યાત અભિનેતા મુકેશ ખન્નાએ રણવીર સિંહના શક્તિમાન બનવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. શક્તિમાનને ભારતનો પહેલો સુપરહીરો કહેવામાં આવે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો રણવીર સિંહ શક્તિમાનની ભૂમિકા ભજવવાનો હતો. તેના પર મુકેશ ખન્નાએ કહ્યું, ‘રણવીર સિંહ સ્ટાર પાવર હોવા છતાં તે ક્યારેય શક્તિમાન બની શકે નહીં. તેણે શક્તિમાનના રોલ માટે રણવીરના ન્યૂડ ફોટોશૂટને બાલિશ અને ખોટું ગણાવ્યું’.
પોતાના ન્યૂડ ફોટોશૂટ પર ટ્રોલ થયા બાદ રણવીરે કહ્યું હતું કે, ‘જ્યારે સલમાન ખાન શર્ટ ઉતારે છે ત્યારે લોકો સીટીઓ વગાડે છે, તો લોકોને મારા દ્વારા પેન્ટ ઉતારવામાં કેમ તકલીફ થાય છે?’ હવે મુકેશ ખન્નાએ તેના યુટ્યુબ વીડિયોમાં આ વાતનો ઉલ્લેખ કરીને તેને જવાબ આપ્યો છે. તેણે કહ્યું,’અમને ચોક્કસપણે આમાં સમસ્યા છે’. મુકેશે હવે આ વીડિયોને યુટ્યુબ પરથી ડિલીટ કરી દીધો છે.
રણવીરના આ ફોટોશૂટ સામે મુકેશ ખન્નાને વાંધો છે
રણવીરને સલાહ આપતાં મુકેશે કહ્યું,’જો તેણે પોતાનું શરીર બતાવવું હોય તો તેણે અન્ય દેશોમાં ભૂમિકાઓ ભજવવી જોઈએ જ્યાં ન્યુડિટી ફેમસ છે’. તેણે કહ્યું,’તમે જાઓ અને ફિનલેન્ડ અથવા સ્પેન જેવા અન્ય દેશમાં રહો. ત્યાં ન્યુડિસ્ટ કેમ્પ છે. ત્યાં જાઓ અને આવી ફિલ્મોમાં કામ કરો, ત્યાં તમને લગભગ દરેક ત્રીજા સીનમાં ન્યુડ સીન ચોક્કસથી કરવા મળશે’.
મુકેશ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે.
મુકેશે રણવીરને મર્યાદામાં રહેવાની સલાહ આપી
મુકેશ ખન્નાએ કહ્યું કે, ‘અમને આવી વસ્તુઓ જોવાની આદત નથી. તમારે તમારી મર્યાદામાં રહેવું જોઈએ.’ કેટલીક અભિનેત્રીઓએ પણ રણવીરના ન્યૂડ ફોટોશૂટનું સમર્થન કર્યું હતું. આના પર પણ મુકેશે ગુસ્સો વ્યકત કરતા કહ્યું કે, ‘તારે પ્રાઈવેટ પાર્ટ કેમ બતાવવાની જરૂર છે. પરંતુ હજુ પણ જો તમારે ખુલ્લું પાડવું હોય તો બીજા કોઈ દેશમાં જઈને રહે.’ તેણે કહ્યું, ‘એક્ટિંગ ચહેરાથી થાય છે, સિક્સ પેક એબ્સથી નહીં.’ મુકેશ માને છે કે, બેશક રણવીર ન્યૂડ શૂટમાં કમ્ફર્ટેબલ હશે. પરંતુ અમે તેમને આ રીતે જોઈને કમ્ફર્ટેબલ નથી.
શક્તિમાનની ભૂમિકા ભજવતા અભિનેતામાં કઈ ગુણવત્તા હોવી જોઈએ?
મુકેશ ખન્નાએ કહ્યું કે, ‘શક્તિમાનને હોલિવુડના સુપરહીરો સાથે કોઈ સ્પર્ધા નથી. આ સ્પર્ધા જૂના શક્તિમાનની છે, જે અમે આટલા વર્ષોથી બતાવી છે. આ માત્ર સુપરહીરોની વાત નથી, શક્તિમાન એક ગુરુ છે, જે બાળકોને સારું શિક્ષણ પણ આપે છે.’ તે કહે છે કે માત્ર તે જ એક્ટર શક્તિમાન બની શકે છે, જે ભલાઈનું ઉદાહરણ બેસાડી શકે.’ તેણે કહ્યું,’ફિલ્મ કલાકારો પર નહીં ચાલે, પરંતુ સ્ટોરી લાઇન પર ચાલશે’.
મુકેશે આગળ કહ્યું, ‘જો શક્તિમાન બને છે, તો તેણે શક્તિશાળી બનવું પડશે, કારણ કે તે સર્વશક્તિમાન તરીકે આવશે. તે બ્રહ્માંડમાં સૌથી મજબૂત છે. તેની પાસે બધું છે. ગયા મહિને રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શક્તિમાન’નું શૂટિંગ મે 2025માં શરૂ થશે, જેમાં રણવીર લીડ રોલમાં હશે અને ડિરેક્ટર બાસિલ જોસેફ તેનું ડિરેક્શન કરશે’.