વૉશિંગ્ટન8 કલાક પેહલા
- કૉપી લિંક
- યુવા યુગલ કોઈ પણ ખાસ ઉજવણીમાં અડચણ બિલકુલ ઇચ્છતાં નથી
દરેક વ્યક્તિ લગ્ન સમારોહને યાદગાર બનાવવા માંગે છે. લગ્નમાં મિત્રો અને સંબંધીઓ સાથે આવતા બાળકોથી જશ્નમાં ખલેલ પહોંચે છે. તેનાથી બચવા માટે લોકો મહેમાન બાળકોને સાથે ન લાવે તેવું ઇચ્છે છે, પરંતુ તેવું શક્ય થઇ શકતું નથી, એટલે જ બાળકોની અલગથી દેખરેખ માટે બેબી સીટર હાયર કરવાનો ટ્રેન્ડ વધ્યો છે.
જોલા ફર્સ્ટ લુકના રિપોર્ટ અનુસાર, 2024માં લગ્ન કરવાની તૈયારી કરતા 4000 યુગલમાં 79.5%નું કહેવું છે કે તેઓ તેમના લગ્ન દરમિયાન બાળકની હાજરીને નાપસંદ કરે છે. આ સમસ્યાને ઉકેલ માટે મોટા ભાગના વરરાજા અને કન્યા પોતાના મહેમાનોના બાળકોની દેખરેખ માટે અલગથી બજેટ રાખે છે અને બેબી સીટરને હાયર કરે છે.
કેસ 1 માત્ર ચાર બાળકો માટે બેબી સીટરને હાયર કરાયા
ટેક્સાસના જેને ફોર્ડ હિલ અને રયોન હિલે 2022માં લગ્ન કર્યા. સમારોહમાં 200 મહેમાનોની વચ્ચે માત્ર ચાર બાળકો સામેલ હતા. મુખ્ય સમારોહ બાદ આ બાળકોને આયોજન સ્થળની પાસે બ્રાઇડલ સુઇટમાં રખાયા હતા, જ્યાં પાંચ કલાક સુધી દેખરેખ બેબી સીટરે કરી હતી.
કેસ 2 લગ્ન આગામી વર્ષે થશે, અત્યારથી બેબી સીટર નક્કી
33 વર્ષીય પેગે તાતુલ્લી અને તેમના ભાવિ પત્ની 37 વર્ષીય માઇકલ ઓગસ્ટ 2024માં લગ્ન કરશે. અત્યારથી બેબી સીટર બુક કરી ચૂક્યા છે. સમારોહમાં 270 મહેમાનોને આમંત્રણ છે. 12 બાળકો આવશે. પ્રત્યેક બાળક માટે 40 હજાર રૂ. સુધીના ખર્ચનું અનુમાન છે.
બેબી સીટર ઑનલાઇન મળે છે | બેબી સીટર ઉપલબ્ધ કરાવવા માટે ઑનલાઇન સર્વિસ છે. ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓ અને પીસ ઑફ માઇન્ડ જેવી સંસ્થાઓ મારફતે બેબી સીટર હાયર કરાઇ રહ્યાં છે. લગ્ન માટે બેબી સીટરની ઑન ડિમાન્ડથી જોડાયેલી નોકરીઓ 2022ની તુલનામાં 2023માં બમણી થઇ ચૂકી છે.