27 મિનિટ પેહલા
- કૉપી લિંક
શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘અશ્વત્થામા’ની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મની ઓફિશિયલ જાહેરાત જેકી ભગનાની અને શાહિદ કપૂરે તેમના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલાં આ ફિલ્મ શાહિદ કપૂરની જગ્યાએ વિકી કૌશલ કરવાનો હતો. વિકીએ પણ આ ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ પછી વિકી ફિલ્મમાંથી બહાર થઇ ગયો હતો.
મેકર્સ પણ તનતોડ તૈયારી કરી રહ્યાં છે
ફિલ્મ ‘અશ્વત્થામા’ના લેખક અને નિર્દેશક સચિન રવિ હશે. વાશુ ભગનાની, જેકી ભગનાની અને દીપશિખા દેશમુખ આ ફિલ્મના નિર્માતા છે. નિર્માતાઓ ‘અશ્વત્થામા’ને એવી સ્ટાઈલમાં બનાવવાનું વિચારી રહ્યા છે જે પહેલાં ક્યારેય ન જોઈ હોય. આ એક અખિલ ભારતીય ફિલ્મ હશે, જે હિન્દીની સાથે તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
શાહિદ કપૂર પહેલી પસંદ હતો
થોડા સમય પહેલાં નિર્માતાઓની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે વાશુ અને જેકી ભગનાની માટે આ સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. તેઓ આ વર્ષની શરૂઆતથી આ પ્રોજેક્ટ વિકસાવી રહ્યા છે. નિર્માતાઓ કંઈક એવું વિઝ્યુઅલ બતાવવા માગે છે જે ભારતીય દર્શકોએ પહેલાં ક્યારેય જોયું નથી. શાહિદ કપૂર પ્રોજેક્ટની શરૂઆતથી જ મેકર્સની પહેલી પસંદ હતો.
વિકી કૌશલ અને સારા અલી ખાન ‘અશ્વત્થામા’માં જોવા મળવાના હતા.
નિર્દેશક આદિત્ય ધર ફિલ્મ ‘અશ્વત્થામા’ બનાવવા જઈ રહ્યા હતા. આ ફિલ્મમાં વિકી કૌશલ અને સારા અલી ખાન લીડ રોલમાં જોવા મળશે. પરંતુ બજેટની સમસ્યાને કારણે મેકર્સે ફિલ્મ બંધ કરી દીધી હતી. નિર્માતા ‘અશ્વત્થામા’ને મોટા પાયે શૂટ કરવા માગતા હતા. મેકર્સ તેમાં ઘણા મોટા લોકોને કાસ્ટ કરવાનું વિચારી રહ્યા હતા. નિર્દેશક આદિત્ય ધરની સુનીલ શેટ્ટી સાથે ફિલ્મમાં લીડ રોલ માટે વાતચીત ચાલી રહી હતી.
આ ફિલ્મનું શૂટિંગ ભારત, આઈસલેન્ડ અને યુએઈમાં થવાનું હતું. નિર્માતાઓ ઓગસ્ટ 2021 થી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માગતા હતા, જો કે, કોરોનાની બીજી લહેર પછી શૂટિંગ મોકૂફ રાખવામાં આવ્યું હતું.
શાહિદ કપૂરના આગામી પ્રોજેક્ટ્સ
શાહિદ કપૂર તાજેતરમાં ક્રિતી સેનન સાથે ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં જોવા મળ્યો હતો. ધર્મેન્દ્ર અને ડિમ્પલ કાપડિયા પણ 31 વર્ષ પછી આ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું. શાહિદ ‘દેવા’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે જોવા મળશે. આ સિવાય શાહિદના ચાહકો તેની લોકપ્રિય વેબ સિરીઝ ‘ફર્ઝી’ની બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.