3 કલાક પેહલા
- કૉપી લિંક
ગણેશજી પ્રથમ પૂજવામાં આવતા દેવ છે અને તમામ દેવી-દેવતાઓની પૂજા પહેલા તેમની પૂજા ચોક્કસપણે કરવામાં આવે છે. આજે બુધવાર છે અને આ દિવસની શરૂઆત પણ ગણેશ પૂજાથી કરવી જોઈએ. પૂજામાં ભગવાનના મંત્રોનો જાપ કરવો જોઈએ. જાણો બુધવારે ભગવાન ગણેશની કેવી રીતે પૂજા કરવી અને કયા મંત્રનો જાપ કરવો…
ગણેશ પૂજાની સરળ રીત
ઘરના મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિનો અભિષેક કરો. પાણી-દૂધ અને પછી જળ-દૂધ અર્પણ કરો. ભગવાન ગણેશને પવિત્ર દોરો પહેરાવો. અબીર, ગુલાલ, ચંદન, સિંદૂર, અત્તર, ચોખા વગેરે જેવી શુભ વસ્તુઓ ચઢાવો. દુર્વાના 21 ગઠ્ઠા અર્પણ કરો. ભોજન ઓફર કરો. કપૂર અને દીવો પ્રગટાવી આરતી કરો. પૂજા પછી પ્રસાદ વહેંચો.
ગણપતિને દૂર્વા કેમ ચઢાવવામાં આવે છે?
દૂર્વા એક પ્રકારનું ઘાસ છે, જે ગણેશજીની વિશેષ અર્પણ કરવામાં આવે છે. ગણેશજી અને દૂર્વાનો સંબંધ અંગે અનલાસુર નામના અસુરની કથા પ્રચલિત છે. કથા પ્રમાણે, તમામ દેવતા અને મનુષ્ય અનલાસુરના આતંકથી કંટાળી ગયા હતા. ત્યારે દેવરાજ ઈન્દ્ર, તમામ દેવી-દેવતા અને પ્રમુખ ઋષિમુનિઓ મહાદેવ પાસે પહોંચ્યા હતાં. શિવજીએ કહ્યું, આ કામ માત્ર ગણેશજી જ કરી શકે છે. ત્યાર બાદ તમામ દેવી-દેવતા અને પ્રમુખ ઋષિમુનિઓ ગણેશજી પાસે પહોંચ્યાં હતાં. દેવી-દેવતા અને તમામ પ્રાણીઓની રક્ષા કરવા માટે ગણેશજી અનલાસુર સાથે યુદ્ધ કરવા પહોંચ્યા. ત્યારે બંને વચ્ચે ઘમાસાણ થયું હતું. અનલાસુર પરાજિત નહોતો થઈ રહ્યો, ત્યારે ગણેશજી તેને પકડી ગળે ઉતારી દીધો. ત્યાર બાદ ગણેશજીને પેટમાં બળતરા થવા લાગી. ગણેશજીના પેટની બળતરા શાંત કરવા માટે કશ્યપ ઋષિએ દૂર્વાની 21 ગાંઠ બનાવી અને ગણેશજીને એનું સેવન કરવાનું જણાવ્યું. દૂર્વા ગ્રહણ કરતાં જ તેમના પેટની બળતરા શાંત થઈ. ત્યારથી જ ગણેશજીને દૂર્વા ચઢાવવાની પરંપરા શરૂ થઈ.
ગણપતિ મૂષક પર કેમ સવારી કરે છે?
આ અંગે અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે. એમાંથી સૌથી વધુ પ્રચલિત કથા પ્રમાણે, પ્રાચીન સમયમાં એક અસુર મૂષકના સ્વરૂપે પારાશર ઋષિના આશ્રમમાં પહોંચી ગયો હતો અને તેણે આખો આશ્રમ કોતરીને નષ્ટ કર્યો હતો. આશ્રમમાં તમામ ઋષિઓએ ગણેશજીને પ્રાર્થના કરી કે મૂષકના આતંકનો અંત લાવે. ત્યારે ગણેશજી આશ્રમમાં પ્રગટ થયા. તેમણે મૂષકને વશમાં કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એ કાબૂમાં આવ્યો નહીં.
છેલ્લે, ગણેશજીએ પાશ ફેંકીને મૂષકને કેદ કર્યો ત્યારે મૂષકે ગણેશજીને મૃત્યુદંડ ન આપવા પ્રાર્થના કરી. ગણેશજીએ તેની પ્રાર્થના સ્વીકારી અને વરદાન માગવા કહ્યું. મૂષકનો સ્વભાવ કુતર્ક હોય છે. મૂષકે કહ્યું, મને કાંઈ નથી જોઈતું, તમે જ કંઈ માગો.
ત્યારે ગણેશજી તેના કુતર્ક પર હસ્યા અને કહ્યું, તું મને કંઈ આપવા જ માગે છે તો મારું વાહન બની જા. મૂષક આ વાત પર રાજી થઈ ગયો, પરંતુ ગણેશજી તેના પર બેઠા ત્યારે મૂષક દબાઈ ગયો, ત્યાર બાદ ગણેશજીએ પ્રાર્થના કરી કે તેના અનુસાર પોતાનો ભાર કરે. ત્યારે ગણેશજીએ મૂષક અનુસાર પોતાનો ભાર કર્યો. ત્યારથી મૂષક ગણેશજીનું વાહન બન્યો. તેનો મનોવૈજ્ઞાનિક પક્ષ એ છે કે ગણેશજી બુદ્ધિના દેવતા છે અને મૂષક કુતર્કનું પ્રતીક છે. કુતર્કોને બુદ્ધિ દ્વારા જ શાંત કરી શકાય છે.
સૌપ્રથમ ગણેશજીની પૂજા શા માટે કરવામાં આવે છે?
ગણેશજી પ્રથમ પૂજ્ય દેવ છે, આ વરદાન શિવજીએ ગણેશજીને આપ્યું છે. એક કથા અનુસાર, કાર્તિકેય સ્વામી અને ગણેશજી વચ્ચે શરત લાગી હતી કે સૌપ્રથમ પૃથ્વીનું ભ્રમણ કોણ પૂર્ણ કરશે, કાર્તિકેય સ્વામીનું વાહન મોર છે. કાર્તિકેય મોર વાહન પર સવાર થઈ નીકળી પડ્યા. ગણેશજીએ વિચાર્યું કે તેમનું વાહન તો મૂષક છે. તેને લઈને તે જલદી પરત ફરી નહીં શકે. ત્યારે તેમણે માતા-પિતાને જ સર્વલોક માનીને શિવજી અને માતા પાર્વતીની પરિક્રમા શરૂ કરી. ગણેશજીની બુદ્ધિ અને માતૃ-પિતૃ ભક્તિથી પ્રસન્ન શઈ શિવજીએ તેમને પ્રથમ પૂજ્ય થવાનું વરદાન આપ્યું હતું.
આ મંત્રોને બેલવાથી પૂજા પૂર્ણ થાય છે અને ગણેશજી પણ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. અર્થ સહિત જાણો ગણપતિના એવા જ ખાસ મંત્રો-
1- वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥; અર્થ-ઘુમાવદાર સૂંઢ વાળા, વિશાળ શરીરવાળા, કરોડો સૂર્યની સમાન મહાન પ્રતિભાશાળી. મારા પ્રભુ, મારા બધા કાર્યો વિઘ્ન વગર પૂર્ણ કરો(કરવાની કૃપા કરો)
2- विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धितायं।नागाननाथ श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते॥ અર્થ-વિઘ્નેશ્વર, વર આપનાર, દેવતાઓના પ્રિય, લંબોદર, કળાઓથી પરિપૂર્ણ, જગતનું હિત કરનાર, ગજની સમાન મુખવાળા અને વેદ તથા યજ્ઞથી વિભૂષિત પાર્વતીપુત્રને નમસ્કાર. હે ગણનાથ, તમને નમસ્કાર છે.
3- अमेयाय च हेरम्ब परशुधारकाय ते ।मूषक वाहनायैव विश्वेशाय नमो नमः ॥ અર્થ-હે હેરમ્બ, તમને કોઈ પ્રમાણો દ્વારા માપી નહીં શકાતા, તમે પરશુ ધારણ કરનાર છો, તમારું વાહન ભૂષક છે, તમે વિઘ્નેશ્વરને વારંવાર નમસ્કાર છે.
4- एकदन्ताय शुद्घाय सुमुखाय नमो नमः ।प्रपन्न जनपालाय प्रणतार्ति विनाशिने ॥ અર્થ-જેનમનો એક દાંત અને સુંદર મુખ છે, જે શરણાગત ભક્તજનોના રક્ષક તથા પ્રણતજનોની પીડાના નાશ કરનાર છે, એવા શુદ્ધસ્વરૂપ તમે ગણપતિને વારંવાર નમસ્કાર છ5- एकदंताय विद्महे।
वक्रतुण्डाय धीमहि।
तन्नो दंती प्रचोदयात।।
અર્થ-એક દંતને અમે જાણીએ છીએ. વક્રતુન્ડનું અમે ધ્યાન કરીએ છીએ.તેવા દંતી(ગજાનંદ) અમને પ્રેણા પ્રદાન કરો.