સ્પોર્ટ્સ ડેસ્ક11 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગા બાંગ્લાદેશ સામે ટેસ્ટ ક્રિકેટમાં કમબેક કરી શકશે નહીં. બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડેમાં અમ્પાયરના નિર્ણય સાથે અસહમત હોવા બદલ હસરંગાને ત્રણ ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા હતા, જેના માટે તેના પર બે ટેસ્ટ મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
શ્રીલંકાના લેગ સ્પિનર વાનિન્દુ હસરાંગા ટેસ્ટ નિવૃત્તિમાંથી પરત ફર્યો છે અને તેને બાંગ્લાદેશમાં બે મેચની શ્રેણી માટે 17 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણી 22 માર્ચથી 3 એપ્રિલ સુધી ચાલશે. પ્રથમ ટેસ્ટ 22 માર્ચથી સિલ્હટમાં શરૂ થશે જ્યારે બીજી મેચ 30 માર્ચથી ચટગાંવમાં રમાશે.
હસરંગા IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાઈ શકે
બાંગ્લાદેશ સામેની ત્રીજી ODIમાં અમ્પાયરના નિર્ણય સાથે અસંમત થવા બદલ તેની અડધી મેચ ફી કાપી લેવામાં આવી હતી અને ત્રણ ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા હતા. હવે હસરંગાને 24 મહિનામાં 8 ડીમેરિટ પોઈન્ટ્સ મળ્યા છે, જેને ચાર સસ્પેન્શન પોઈન્ટ્સમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે.
ICCના નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી 24 મહિનાની અંદર ચાર સસ્પેન્શન પોઈન્ટ મેળવે છે, તો તેના પર 2 ટેસ્ટ અથવા 4 ODI અથવા 4 T20 ઈન્ટરનેશનલ મેચ માટે આપોઆપ પ્રતિબંધ થઈ જાય છે. હસરંગા સજા સામે અપીલ કરી શકે છે. જો ICC હસરંગાની અપીલ ફગાવી દે છે તો તેનો અર્થ એ થશે કે તે ટેસ્ટ શ્રેણી રમી શકશે નહીં.
જો હસરંગા શ્રીલંકા-બાંગ્લાદેશ શ્રેણીમાં નહીં રમે તો તે IPLમાં પોતાની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાઈ શકે છે.
હસરંગા SRHનો ભાગ
હસરંગા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમનો ભાગ છે. તે માત્ર 1.50 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર ટીમ સાથે જોડાયો હતો. હૈદરાબાદ 23, 27, 31 માર્ચ અને 5 એપ્રિલે મેચ રમશે. ટીમને આશા છે કે હસરંગા ચોથી મેચ માટે ઉપલબ્ધ રહેશે.
ઓગસ્ટ 2023માં નિવૃત્તિ લીધી
હસરંગાએ તેની ODI અને T20 કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા ઑગસ્ટ 2023માં તેની ટેસ્ટ નિવૃત્તિની જાહેરાત કરી હતી. T20 વર્લ્ડ કપના એક વર્ષ કરતા પણ ઓછા સમય પહેલા, તે સૌથી ટૂંકા ફોર્મેટમાં રાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બન્યો હતો.
હસરંગાએ 2020માં સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે માત્ર ચાર ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે ચાર વિકેટ ઝડપી હતી. હસરંગાએ તેની છેલ્લી ટેસ્ટ મેચ 2021માં બાંગ્લાદેશ સામે પલ્લેકલેમાં રમી હતી.
અત્યાર સુધીમાં તે શ્રીલંકા માટે 54 વનડે અને 65 T20 રમી ચૂક્યો છે
હસરંગા શ્રીલંકા માટે અત્યાર સુધીમાં 54 વન-ડે અને 58 T20 રમી ચૂક્યો છે. તેણે વન-ડેમાં 895 રન બનાવ્યા અને 84 વિકેટ લીધી. જ્યારે T20માં ફિનિશરની ભૂમિકા ભજવતા તેણે 650 રન બનાવ્યા અને 104 વિકેટ ઝડપી.