નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટમાં નોમિનીને ઉમેરવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. જો તમે હજી સુધી તમારા ડીમેટ ખાતામાં નોમિની ઉમેર્યા નથી, તો નવી સમયમર્યાદા સુધીમાં તે કરો, નહીં તો તમારું ખાતું ફ્રિઝ થઈ શકે છે. એટલે કે ખાતું બંધ નહીં થાય, પરંતુ તમે તેમાંથી કોઈ રકમ ઉપાડી શકશો નહીં.
શા માટે નોમિનેશન કરવું મહત્વપૂર્ણ છે?
જો તમે હજી સુધી તમારા ડીમેટ ખાતામાં નોમિની ઉમેર્યા નથી, તો નવી સમયમર્યાદા સુધીમાં તે કરો, નહીં તો તમારું ખાતું ફ્રિઝ થઈ શકે છે. એટલે કે ખાતું બંધ નહીં થાય, પરંતુ તમે તેમાંથી કોઈ રકમ ઉપાડી શકશો નહીં.

સેબીના નિયમ શું છે?
સેબીના પગલાનો ઉદ્દેશ્ય રોકાણકારોને તેમની સંપત્તિ સુરક્ષિત કરવામાં અને તેમને તેમના કાનૂની વારસદારો (લાભાર્થીઓ)ને સોંપવામાં મદદ કરવાનો છે. સેબીના નિયમો હેઠળ નોમિનેશન માટેનો ઓર્ડર નવા અને વર્તમાન રોકાણકારોને લાગુ પડે છે.
આ માટે નવા રોકાણકારોએ ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ્સ ખોલતી વખતે તેમની સિક્યોરિટીઝને નોમિનેટ કરવાની જરૂર છે અથવા ઔપચારિક રીતે ઘોષણા દ્વારા નોમિનેશનને નાપસંદ કરવું પડશે.
નોમિનીનો અર્થ શું છે?
નોમિની એટલે એવી વ્યક્તિ કે જેનું નામ બેંક ખાતા, રોકાણ અથવા વીમામાં નોમિની તરીકે જોડાયેલ હોય અને તે સંબંધિત વ્યક્તિના અચાનક મૃત્યુના કિસ્સામાં રોકાણની રકમનો દાવો કરવા માટે હકદાર હોય.
મૃત્યુ પછી, નોમિની પૈસાનો દાવો કરશે, પરંતુ નોમિનીને ત્યારે જ રકમ મળશે જો તેમાં કોઈ વિવાદ ન હોય. જો મૃતકના વારસદારો હોય, તો તેઓ તેમના અધિકારો માટે તે રકમનો દાવો કરી શકે છે. આવી સ્થિતિમાં, મિલકતની રકમ અથવા હિસ્સો તમામ કાનૂની વારસદારોમાં સમાન રીતે વહેંચવામાં આવશે.