2 કલાક પેહલા
- કૉપી લિંક
આ શુક્રવારે ભારતીય બોક્સ ઓફિસ પર બે ફિલ્મો રિલીઝ થઈ હતી. રણદીપ હુડ્ડા અભિનિત ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ અને કુણાલ ખેમુ નિર્દેશિત ‘મડગાંવ એક્સપ્રેસ’. બંને ફિલ્મોએ લગભગ એક સરખા જેવું કલેક્શન કર્યું હતું. આ બંને ફિલ્મો દ્વારા બોલિવૂડના બે કલાકારોએ ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું છે.
મરાઠી શોને 100% ઓક્યુપન્સી મળી છે
‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ફિલ્મે તેના પ્રથમ દિવસે દેશભરમાં 1 કરોડ 10 લાખ રૂપિયાની કમાણી કરી હતી. તેની કુલ ઓક્યુપન્સી 15.40% હતી. ફિલ્મના મરાઠી શોને 100% ઓક્યુપન્સી સાથે મરાઠી પ્રેક્ષકો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. ફિલ્મના લગભગ 300 શો મુંબઈમાં થયા હતા જ્યાં તેને 19.25% ઓક્યુપન્સી મળી હતી. જ્યારે પુણેમાં 29.75% ઓક્યુપન્સી હાંસલ કરવામાં આવી છે. ફિલ્મને ચેન્નાઈમાં સૌથી વધુ 44.33%ની ઓક્યુપન્સી મળી છે, જ્યાં માત્ર 4 શો હોસ્ટ કરવામાં આવ્યા હતા. ફિલ્મે પ્રથમ દિવસે વર્લ્ડ વાઈડ 1 કરોડ, 60 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
‘મડગાંવ એક્સપ્રેસ’એ યુવા પ્રેક્ષકોને આકર્ષ્યા
જ્યારે ‘મડગાંવ એક્સપ્રેસ’એ પહેલા દિવસે દેશભરમાં 1 કરોડ 63 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મની કુલ ઓક્યુપન્સી 11.8% હતી. આ કોમેડી ફિલ્મે યુવાનોને સૌથી વધુ આકર્ષ્યા હતા. દિગ્દર્શક તરીકે કુણાલની આ પ્રથમ ફિલ્મ છે. જેમાં દિવ્યેન્દુ શર્મા, પ્રતીક ગાંધી, અવિનાશ તિવારી અને નોરા ફતેહી લીડ રોલમાં છે.
કોમેડી ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’નો રનિંગ ટાઈમ 2 કલાક 23 મિનિટનો છે
બંને ફિલ્મો IPLના પ્રથમ દિવસે રિલીઝ થઈ હતી
ટ્રેડ એક્સપર્ટના મતે બંને ફિલ્મો IPLના ઓપનિંગ ડે પર રિલીઝ થઈ છે. જેના કારણે તેમની કમાણી પર પણ અસર પડી છે. બંને આગામી દિવસોમાં વધુ સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે.
‘યોદ્ધા’એ આઠમા દિવસે 90 લાખ રૂપિયાની કમાણી કરી
બે નવી ફિલ્મો રિલીઝ થયા પછી સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘યોદ્ધા’ની અસર પણ ઓછી થઈ ગઈ. ફિલ્મે પહેલા અઠવાડિયામાં 26 કરોડ 9 લાખ રૂપિયાની કમાણી કરી હતી. હવે આઠમા દિવસે તેણે 90 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 26 કરોડ 99 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે.
‘શૈતાન’ની નજર દુનિયાભરમાં 200 કરોડ પર
‘શૈતાન’એ બીજા સપ્તાહમાં બોક્સ ઓફિસ પર 36.08 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે આ ફિલ્મનું કુલ ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન 177 કરોડ, 68 લાખ રૂપિયા અને વિશ્વભરમાં કલેક્શન 168 કરોડ 42 લાખ રૂપિયા થઈ ગયું છે.
‘આર્ટિકલ 370’એ 106.40 કરોડની કમાણી કરી હતી
આ પહેલા રિલીઝ થયેલી યામી ગૌતમ સ્ટારર ફિલ્મ ‘આર્ટિકલ 370’એ દેશમાં ચોથા સપ્તાહમાં 4 કરોડ 77 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ફિલ્મે 106 કરોડ 40 લાખ રૂપિયાનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે. તેણે દેશમાં 78 કરોડ 33 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો.