ઇસ્લામાબાદ/નવી દિલ્હી21 કલાક પેહલા
- કૉપી લિંક
- ઔરંગઝેબ UAPA કાયદા હેઠળ વોન્ટેડ જાહેર કરાયો હતો
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલાનો ગુનેગાર ઔરંગઝેબ આલમગીરનું અજાણ્યા બંદૂકધારી હુમલાખોરોએ અપહરણ કર્યું હતું. શુક્રવારે ઇસ્લામાબાદની પાસે હફીઝાબાદમાં આ ઘટના બની હતી. ઔરંગઝેબ બાઇક પર હફીઝાબાદથી ડેરા ગાજી ગુલામ જઇ રહ્યો હતો. ઘટના બાદ ઔરંગઝેબની બાઇક એક સૂમસામ વિસ્તારમાંથી જપ્ત કરાઇ હતી.
જણાવાઇ રહ્યું છે કે કેટલાક કારચાલકો તેને લઇને ફરાર થઇ ગયા હતા. ઔરંગઝેબ કેટલાક સમયથી હફીઝાબાદમાં છૂપાયો હતો. ભારતે જૈશ-એ-મોહમ્મદના આતંકી ઔરંગઝેબને આતંકવાદ વિરોધી UAPA કાયદા હેઠળ વોન્ટેડ જાહેર કર્યો હતો. 2019માં પુલવામા હુમલામાં સીઆરપીએપના 40 જવાનો શહીદ થયા હતા. આ આતંકવાદી હુમલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. પાકિસ્તાન સ્થિત આતંકવાદી તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી.
પાકિસ્તાનમાં ફંડ જમા કરીને કાશ્મીર મોકલતો હતો
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ ઔરંગઝેબ આતંકી સંગઠન જૈશ માટે પાકિસ્તાનમાં ફંડ જમા કરતો હતો. ત્યારબાદ આ ફંડને આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે કાશ્મીર મોકલતો હતો. ઔરંગઝેબ ISI સાથે કાવતરું ઘડીને અફઘાન આતંકીઓને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવવાની ઘટનાઓમાં સંડોવાયેલો હતો.