નવી દિલ્હી3 દિવસ પેહલા
- કૉપી લિંક
- પીએમ મોદીને વારંવાર નમસ્કાર બદલ ધનખડને ટ્રોલ કરવામાં આવ્યા હતા
રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડ મોનસૂન સત્રના ત્રીજા દિવસે ગૃહમાં આવ્યા બાદ ખૂબ ઉદાસ અને દુ:ખી દેખાયા હતા. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર તેમના શેર કરવામાં આવી રહેલા વીડિયોને લઇને દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને કહ્યુ હતું કે ખૂબ પીડા થાય છે, ખરાબ લાગે છે…નીચલા અને શરમજનક સ્તરની પણ કોઇ મર્યાદા હોય છે.
રાજ્યસભામાં સત્તાપક્ષ અને વિપક્ષી સાંસદો પર પોતાની ટિપ્પણીથી માહોલને હળવો રાખનાર અધ્યક્ષ ધનખડની પીડા ગુરુવારે સ્પષ્ટ રીતે દેખાઇ આવી હતી. ગૃહમાં આવતાંની સાથે જ તમામ સભ્યોને હાથ જોડીને ઝૂકીને પ્રણામ કર્યા બાદ ધનખડે જે વાત કરી તેનાથી સમગ્ર હોલમાં થોડાક સમય માટે તો સન્નાટો ફેલાઇ ગયો હતો.
તેમના શબ્દો હતા… “આદરણીય સભ્યો, આજકાલ મારે એ પણ જોવું પડશે કે કેટલું નમવું, કોની સામે નમવું, ફોટોગ્રાફર ક્યાંથી શું લઈ જાય છે, કોણ તેને ઇન્સ્ટાગ્રામ પર મૂકશે, તેને ટ્વિટર પર કોણ મૂકશે, મારી કરોડરજ્જુ ટટ્ટાર છે કે નહીં એ કોણ નક્કી કરશે. ‘ હકીકતમાં તેઓ સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવી રહેલા તેમના વીડિયોને લઇને ખફા હતા. આ વીડિયોમાં તેઓ પીએમ મોદીને નમીને નમસ્તે કરતા દેખાઇ રહ્યા.