14 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફિલ્મો સિવાય એક્ટર રોનિત રોય પણ બિઝનેસ કરે છે. તેમની પોતાની સુરક્ષા એજન્સી છે, જેના દ્વારા તે મોટી હસ્તીઓને સુરક્ષા પૂરી પાડે છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં રોનિતે કહ્યું હતું કે કોરોના દરમિયાન તેની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.
સિક્યોરિટી ગાર્ડને પગાર આપવા માટે પણ પૈસા ઉપલબ્ધ નહોતા. પોતાના કર્મચારીઓને પગાર ચૂકવવા માટે તેમણે પોતાની કાર પણ વેચવી પડી હતી. રોનિતે કહ્યું કે તે સમયે અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને કરન જોહરે ઘણી ઉદારતા બતાવી હતી. તેમણે સર્વિસ લીધા વિના પેમન્ટ કરવાનું ચાલુ રાખ્યું. જેના કારણે રોનિતને અમુક અંશે મદદ મળી.
130 લોકોને પગાર આપવાનો હતો, રોનિતની હાલત પૈસા ચૂકવવા પૂરતી ન હતી.
રોનિત રોયે લહરેન રેટ્રો સાથે વાત કરતા કહ્યું-કોરોનાના સમયે મારી ફર્મમાં 130 કર્મચારીઓ કામ કરતા હતા. તેમના પરિવારજનોની પણ સંભાળ લેવાની હતી. થોડા મહિના પહેલાં મારી પાસે પણ કામ ન હતું. મેં બહુ કામ પણ નહોતું કર્યું.
આ પછી પણ મેં વિચાર્યું કે હું મારા તમામ કર્મચારીઓને પૂરો પગાર આપીશ. જોકે, મારી પાસે પગાર ચૂકવવા પૂરતા પૈસા નહોતા. પછી મેં જોયું કે ઘરમાં એવી ઘણી વસ્તુઓ હતી જે કોઈ કામની નહોતી.
મીની કૂપર વેચી, કેટલીક વધુ વૈભવી વસ્તુઓ દૂર કરી
રોનિતે કહ્યું- મારી પાસે કેટલાક વાહનો હતા જેનો હું લાંબા સમયથી ઉપયોગ કરતો ન હતો. ત્યાં એક મીની કૂપર હતી, જે મેં ક્યારેય ચલાવી નથી. ઘરમાં બીજી કેટલીક લક્ઝુરિયસ વસ્તુઓ હતી. આ બધું વેચીને મેં મારા કર્મચારીઓને પગાર આપ્યો. મેં તેમનો કોઈ ઉપકાર કરી નથી. આ કરવાની જવાબદારી મારી હતી.
રોનિત રોય પ્રખ્યાત ટીવી સીરીયલ ‘કસૌટી જીંદગી કી’ અને ‘અદાલત’થી ફેમસ થયો હતો. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે
અક્ષય, બિગ બી અને કરન જોહરના કારણે 30 ગાર્ડને પગાર ચૂકવી શક્યો હતો
રોનિત રોયે આગળ કહ્યું- તે સમયે અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન અને કરન જોહરે ઉદારતા બતાવી હતી. તેઓએ સર્વિસ લીધા વગર મને પેમેન્ટ કર્યું હતું. જેના કારણે 130માંથી ઓછામાં ઓછા 30 સિક્યુરિટી ગાર્ડ કામથી અળગા રહ્યા હતા. આ મારા માટે મોટી રાહત હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રોનિતે આ બિઝનેસ 2000ની શરૂઆતમાં શરૂ કર્યો હતો. તે સમયે ‘લગાન’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. રોનિતની સુરક્ષા એજન્સીએ આમિરને સુરક્ષા પૂરી પાડી હતી.