લંડન2 કલાક પેહલા
- કૉપી લિંક
બ્રિટનમાં રહેતા ભારતીય વિદ્યાર્થી સત્યમ સુરાણાએ આરોપ લગાવ્યો છે કે તેને બદનામ કરવા માટે નફરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરી રહેલા સત્યમે દાવો કર્યો છે કે વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં તેમની વિરુદ્ધ આ અભિયાન ચલાવવામાં આવ્યું છે.
પુણેના રહેવાસી સત્યમે કહ્યું – વોટિંગના લગભગ 12 કલાક પહેલાં આ કેમ્પેઈન હેઠળ મને બીજેપી સાથે જોડવા લાગ્યા હતા. આ દરમિયાન મને ફાસીવાદી કહીને બહિષ્કાર કરવાની માગણી કરવામાં આવી હતી. ભારત પ્રગતિ કરી રહ્યું છે તે લોકો સહન કરી શકતા નથી. તેણે દાવો કર્યો છે કે ખાલિસ્તાનીઓને આતંકવાદી કહેવા માટે તેને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.
આ તસવીર ચૂંટણી પ્રચારની છે, જેમાં સત્યમના ચહેરા પર ક્રોસ કરવામાં આવ્યું છે. પોસ્ટર પર ‘સત્યમ સિવાય કોઈપણ’ સ્લોગન લખેલું છે.
સત્યમે કહ્યું- ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે, કોરોનાના સમયમાં પોતાને સાબિત કર્યું
સત્યમે આગળ કહ્યું- આજે પીએમ મોદી એક મહાન રાજનેતા બની ગયા છે. તેમનું એપ્રૂવલ રેટિંગ સૌથી વધુ છે. કોરોના દરમિયાન સાબિત કર્યું કે આપણે શું કરી શકીએ છીએ. ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઇ રહ્યું છે.
વીડિયો રિલીઝ કરતા સત્યમે કહ્યું- ભારત મારો દેશ છે અને હું હંમેશાં તેને સમર્થન આપીશ. મારા દેશ અને સરકાર અંગેના મારા વિચારો અંગત છે. તેને બ્રિટનની સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી સાથે કોઈ લેવાદેવા ન હોવી જોઈએ. જેઓ મારી વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યા છે તેમાંથી મોટાભાગના ડાબેરીઓ છે.
સત્યમે કહ્યું- નફરત ફેલાવનારાઓમાં મોટાભાગના ભારતીય નાગરિકો છે
સત્યમે કહ્યું કે લોકો તેને નાઝી સમર્થક અને દક્ષિણપંથી કહી રહ્યા છે. ચૂંટણી પોસ્ટર પર તેના ચહેરો પર ક્રોસ કરવામાં આવ્યું છે. સત્યમે કહ્યું કે તેને સૌથી વધુ દુઃખ એ હતું કે તેની વિરુદ્ધ ઝુંબેશ ચલાવનારાઓમાં મોટાભાગના ભારતીય હતા.
સત્યમ સુરાણા એ જ વ્યક્તિ છે જેણે ગયા વર્ષે લંડનમાં ભારતીય દૂતાવાસ પર હુમલા વખતે જમીન પર પડેલો ભારતીય ધ્વજ ઉપાડ્યો હતો. તે સમયે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. હકીકતમાં, ગયા વર્ષે ઓક્ટોબરમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના વિરોધમાં કેટલાક પ્રદર્શનકારીઓ લંડનમાં ભારતીય હાઈ કમિશન પહોંચ્યા હતા.
ફૂટેજ ગયા વર્ષના ઓક્ટોબરના છે. પ્રદર્શન દરમિયાન ખાલિસ્તાનીઓએ ભારતીય ધ્વજ જમીન પર ફેંકી દીધો હતો. આ પછી સત્યમ સુરાણાએ ત્રિરંગો લહેરાવ્યો હતો.
સત્યમે ભારતીય હાઈ કમિશનની પાસે જમીન પરથી ભારતીય ત્રિરંગો ઉપાડ્યો હતો
અહીં બેરિકેડ લગાવવામાં આવ્યા હોવા છતાં, તે ભારતીય ધ્વજ અને એક બોટલ લઈને બિલ્ડિંગની નજીક પહોંચ્યો હતો. પ્રદર્શન બાદ ત્યાં હાજર ભારતીય વિદ્યાર્થી સત્યમે જમીન પરથી તિરંગો ઉપાડ્યો હતો.
તેણે કહ્યું હતું કે- કેટલાક લોકો કૂલ દેખાવા માટે ભારતનું અપમાન કરે છે. ભારત એક મહાસત્તા અને વિશ્વની મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. ભારતને વિકાસથી ભટકાવવા માટે આવાં પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે.