મુંબઈ56 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ગુરુવારથી શેરની ખરીદી અને વેચાણ માટે ચૂકવણીની સિસ્ટમમાં ફેરફાર કરી રહ્યું છે. સ્ટોક એક્સચેન્જ 25 સ્ટોક્સ સાથે T+0 સેટલમેન્ટ સિસ્ટમની ટ્રાયલ શરૂ કરી રહ્યું છે. એટલે કે, જે દિવસે તમે આ શેર્સ વેચો છો, તે જ દિવસે તમને પૈસા મળી જશે.
હાલમાં શેરબજારમાં T+1 સેટલમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. એટલે કે, શેર વેચ્યાના એક દિવસ પછી પૈસા મળે છે. ત્રણ મહિના પહેલાં, માર્કેટ રેગ્યુલેટરે T+0 માટે કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યા હતા અને 12 જાન્યુઆરી સુધી તેના પર લોકોનો અભિપ્રાય માગ્યો હતો. 6 દિવસ પહેલાં 6 સ્ટેપ ગાઇડલાઇન બહાર પાડી હતી.
આ સ્ટોક્સમાં કાલથી T+0 સેટલમેન્ટ શરૂ થશે
1. અંબુજા સિમેન્ટ્સ
2. અશોક લેલેન્ડ
3. બજાજ ઓટો
4. બેંક ઓફ બરોડા
5. BPCL
6. બિરલાસોફ્ટ
7. સિપ્લા
8. કોફોર્જ
9. ડિવીઝ લેબોરેટરીઝ
10. હિંડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ
11. ઈન્ડિયન હોટલ્સ઼
12. JSW સ્ટીલ
13. LIC હાઉસિંગ ફાઇનાન્સ
14. LTI માઇન્ડટ્રી
15. MRF
16. નેસ્લે ઈન્ડિયા
17. NMDC
18. ONGC
19. પેટ્રોનેટ LNG
20. સંવર્ધન મદરસન ઈન્ટરનેશનલ
21. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
22. ટાટા કોમ્યુનિકેશન
23. ટ્રેન્ટ
24. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા
25. વેદાન્તા
પાત્રતા ધરાવતા તમામ રોકાણકારો, T+0 સેટલમેન્ટ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે
સેબીએ કહ્યું કે તમામ રોકાણકારો T+0 સેટલમેન્ટ સિસ્ટમ માટે પાત્ર હશે. સેબીએ બે તબક્કામાં T+0 સેટલમેન્ટ લાગુ કરવાની દરખાસ્ત કરી હતી.
પ્રથમ તબક્કો: જો તમે ટ્રેડિંગ દિવસે બપોરે 1:30 વાગ્યા સુધીમાં શેર વેચો છો, તો તે 4:30 વાગ્યા સુધીમાં સેટલ થઈ જશે.
બીજો તબક્કો: બપોરે 3:30 વાગ્યા સુધીના તમામ વ્યવહારો તરત જ પતાવટ કરવામાં આવશે. તેની શરૂઆત બાદ પ્રથમ તબક્કો બંધ કરવામાં આવશે.
ઑક્ટોબર 2024 સુધીમાં ઇન્સ્ટન્ટ સેટલમેન્ટ શરૂ થશે
અગાઉ સેબીના વડા માધુરી પુરી બૂચે કહ્યું હતું કે અમે આવતા વર્ષે માર્ચ (2024) સુધીમાં ટ્રેડ સેટલમેન્ટનો સમય ઘટાડીને 1 કલાક કરવાની તૈયારી કરી રહ્યા છીએ અને ત્યારબાદ ઓક્ટોબર 2024 સુધીમાં તરત જ ટ્રેડ સેટલમેન્ટ લાગુ કરીશું.