કુઆલા લંપુર2 કલાક પેહલા
- કૉપી લિંક
વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે ઘણા સવાલોના જવાબ આપ્યા.
મલેશિયાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “ઈઝરાયલ-હમાસ યુદ્ધની સૌથી મોટી હકીકત એ છે કે પેલેસ્ટિનિયનો પાસેથી તેમના ઘર, તેમની જમીન અને અધિકારો છીનવાઈ ગયા છે.”
કુઆલાલંપુરમાં ભારતીય સમુદાય સાથે વાત કરતા વિદેશ મંત્રીએ કહ્યું, “સમગ્ર વિવાદમાં સત્ય કે અસત્ય ગમે તે હોય, માનવતાવાદી કાયદાઓનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.” આ સાથે જયશંકરે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હમાસના હુમલાને આતંકવાદી હુમલો ગણાવતા તેની નિંદા પણ કરી હતી.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર જયશંકરે કહ્યું કે સમગ્ર વિવાદમાં સત્ય કે અસત્ય ગમે તે હોય, માનવતાવાદી કાયદાનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.
જયશંકરે કહ્યું- ચીન સાથેના સંબંધો ત્યારે જ સામાન્ય બનશે જ્યારે તેમની સેના પીછેહઠ કરશે
આ સિવાય વિદેશ મંત્રીએ ભારત-ચીન સંબંધો વિશે પણ વાત કરી. જયશંકરે કહ્યું, “બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ત્યારે જ સામાન્ય બની શકે છે જ્યારે ચીની સેના પીછેહઠ કરે અને જૂના પોઈન્ટ્સ પર તૈનાત થાય. અમે આ વાત ચીનની સામે સ્પષ્ટ શબ્દોમાં મૂકી છે. મારી ફરજ છે કે હું મારા દેશવાસીઓની સલામતી માટે પહેલા સરહદ સુરક્ષિત કરું અને હું તેમાંથી ક્યારેય પીછેહઠ કરીશ નહીં.”
વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે ભારત હવે ચીન સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરી રહ્યું છે. બંને દેશોના અધિકારીઓ સમયાંતરે મુલાકાત કરતા રહે છે. આ દરમિયાન બંને દેશો LACમાં સેના નહીં લાવવા પર સહમત થયા છે.
વિદેશ મંત્રીએ કહ્યું- ચીને 2020માં કરાર તોડ્યો
જયશંકરે કહ્યું, “સીમા વિવાદ વચ્ચે 1980ના દાયકામાં, બંને દેશો વચ્ચે એ વાત પર સહમતિ થઈ હતી કે સરહદ પર કોઈ પણ તેમની સેના તૈનાત નહીં કરે. સાથે જ, હિંસા અથવા લોહિયાળ જંગનો આશરો કોઈ પણ સંજોગોમાં લેવામાં આવશે નહીં. જો કે વર્ષ 2020માં ચીને આ કરારનો ભંગ કર્યો અને સરહદ પર લોહિયાળ જંગ થયો.
આ સિવાય જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધ પર પણ ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું, “યુદ્ધની શરૂઆતથી જ અમારું વલણ સ્પષ્ટ છે. કોઈપણ મુદ્દાનો ઉકેલ યુદ્ધના મેદાનમાં શોધી શકાતો નથી. આમાં કોઈની જીત થતી નથી. ભારત હંમેશા યુદ્ધ સમાપ્ત કરવાના પક્ષમાં રહ્યું છે.”
PM નેતન્યાહુ સાથેની મુલાકાત દરમિયાન NSA અજીત ડોભાલે ઈઝરાયેલ સાથેના યુદ્ધમાં ભારતનો પક્ષ રજૂ કર્યો હતો.
NSA ડોભાલે PM નેતન્યાહુ સાથે મુલાકાત કરી
થોડા દિવસ પહેલા જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન નેતન્યાહૂએ ડોભાલને યુદ્ધ વિશે માહિતી આપી હતી. આ સિવાય બંધકોને મુક્ત કરવા અને ગાઝામાં રાહત સામગ્રી પહોંચાડવા પર પણ ચર્ચા થઈ હતી.
આ સિવાય પીએમ નેતન્યાહૂ ઘણી વખત ફોન કરી પીએમ મોદીને યુદ્ધ સંબંધિત અપડેટ્સ આપી રહ્યા છે. ભારત હંમેશા હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલાની નિંદા કરે છે. જો કે, આ સમયગાળા દરમિયાન સરકારે ગાઝાને માનવતાવાદી સહાય પણ પૂરી પાડી છે. અગાઉ ડિસેમ્બરમાં ભારતે યુએનમાં ઈઝરાયલની વિરુદ્ધમાં વોટ આપ્યો હતો અને યુદ્ધવિરામના પક્ષમાં મતદાન કર્યું હતું.