સ્પોર્ટ્સ ડેસ્ક37 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનના પ્રથમ દિવસે (ઓપનિંગ સેરેમની અને મેચ) રેકોર્ડ 16 કરોડ 80 લાખ દર્શકોએ ટેલિકાસ્ટ જોયું. લીગના સત્તાવાર પ્રસારણકર્તા ડિઝની સ્ટાર નેટવર્કે ગુરુવારે 28 માર્ચે આ માહિતી આપી હતી. પ્રથમ દિવસે 1276 કરોડ મિનિટનો વોચ-ટાઇમ નોંધવામાં આવ્યો હતો, જે કોઈપણ IPL સિઝનના શરૂઆતના દિવસ માટે સૌથી વધુ છે. જો કે, ડેટામાં IPL-2020 સિઝનનો સમાવેશ થતો નથી જે યુએઈમાં કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન યોજાઈ હતી.
ડિઝની સ્ટાર નેટવર્ક પર પ્રથમ દિવસે કુલ 61 મિલિયન દર્શકોએ સિમ્યુલકાસ્ટ જોયું. આ પણ એક રેકોર્ડ છે. આ સિઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાઈ હતી.
ઓપનિંગ સેરેમનીમાં અક્ષય-ટાઈગર અને એઆર રહેમાને પરફોર્મ કર્યું હતું
IPL સિઝન-17ની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સ અને સિંગર્સનું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં લગભગ 40 મિનિટ સુધી ચાલેલા સમારોહમાં એ.આર. રહેમાન, સોનુ નિગમ, મોહિત ચૌહાણ અને નીતિ મોહન જેવા ગાયકોએ તેમના હિટ ગીતો સાથે પ્રસંગને આકર્ષિત કર્યો હતો.
સમારોહની શરૂઆત અક્ષય કુમારના પરફોર્મન્સથી થઈ હતી. જે બાદ ટાઇગર શ્રોફે જય જય શિવ શંકર ગીત પર ડાન્સ કર્યો હતો. સોનુ પછી, એઆર રહેમાને મા તુઝે સલામ ગાયું અને નીતિ મોહને બરસો રે મેઘા ગાયું. અંતે એ.આર. રહેમાને ‘જય હો’ ગીત સાથે સમારોહનું સમાપન કર્યું.
આ ફોટો IPL-2024 સિઝન (22 માર્ચ)ના ઓપનિંગ સેરેમનીનો છે.
ચેન્નઈએ આ સિઝનની પહેલી મેચ છ વિકેટે જીતી લીધી હતી
5 વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની જીત સાથે શરૂઆત કરી. નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં CSKએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને 6 વિકેટથી હરાવ્યું હતું.
ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં શુક્રવારે રાત્રે RCBએ ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 173 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈએ 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.