1 કલાક પેહલા
- કૉપી લિંક
વિજય વર્મા અને તમન્ના ભાટિયા ગઈ કાલે રાત્રે મુંબઈના One8 Commune રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા. જ્યાં વિજય પ્રિન્ટેડ કો-ઓર્ડ સેટમાં જોવા મળ્યો હતો. જ્યારે તમન્ના નેવી બ્લુ ડ્રેસમાં હતી. તાજેતરમાં જ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘મર્ડર મુબારક’માં વિજય જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કરિશ્મા કપૂર, સંજય કપૂર, સારા અલી ખાન પણ હતા. તમન્ના ભાટિયા ‘સ્ત્રી 2’માં સ્પેશિયલ અપિયરન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મ 30 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે.
સલમાન અને અરબાઝ સાથે જોવા મળ્યા હતા
સલમાન ખાન ભાઈ અરબાઝ ખાન સાથે ફિલ્મ ‘પટના શુક્લા’ની સ્ક્રીનિંગમાંથી ઘરે પરત ફરતો જોવા મળ્યો હતો. ફિલ્મ ‘પટના શુક્લા’ના નિર્માતા અરબાઝ ખાન છે. ફિલ્મની વાર્તા રોલ નંબર કૌભાંડની આસપાસ ફરતી જોવા મળી.
મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા સેલેબ્સ
જેકલીન ફર્નાન્ડીઝ આજે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. અભિનેત્રી લોન્ગ ઓવરકોટ જેકેટ પહેરેલી જોવા મળી હતી. વરુણ ધવન પણ પત્ની નતાશા સાથે જોવા મળ્યો હતો. વરુણ ધવને 18 ફેબ્રુઆરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પત્ની નતાશાની પ્રેગ્નન્સીની જાણકારી આપી હતી.
રાજકુમાર રાવ પત્ની સાથે કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો
રાજકુમાર રાવ બાંદ્રામાં પત્ની પત્રલેખા સાથે જોવા મળ્યા. આ કપલ બાંદ્રાની ‘રોયલ ચાઇના’ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યું હતું. આ રેસ્ટોરન્ટ મુંબઈની પ્રખ્યાત રેસ્ટોરાંમાંથી એક છે. મહેબૂબ સ્ટુડિયોની સામે આવેલી આ રેસ્ટોરન્ટમાં ઘણીવાર ફિલ્મી હસ્તીઓ જોવા મળે છે.