21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડાયરેક્ટર મુદસ્સર અઝીઝની આગામી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ કોમેડી ફિલ્મ છે. જેમાં અક્ષય કુમાર અને તાપસી પન્નુ લીડ રોલમાં છે. આ બંને સાથે વાણી કપૂર પણ જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં મેકર્સ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરશે.
આ ફિલ્મમાં અક્ષય, તાપસી અને વાણી પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરશે.
અક્ષય-ફરદીન 17 વર્ષ પછી સાથે જોવા મળશે
અક્ષય કુમાર અને ફરદીન ખાન લગભગ 17 વર્ષ પછી ફિલ્મમાં સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. 2007માં બંને કોમેડી ફિલ્મ ‘હે બેબી’માં સાથે જોવા મળ્યા હતા. હવે બંને ફરી એકવાર કોમેડી ફિલ્મમાં સાથે જોવા મળશે. તાપસી પન્નુએ અક્ષય કુમાર સાથે ‘બેબી’ અને ‘મિશન મંગલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. વાણી કપૂરે અક્ષય સાથે ફિલ્મ ‘બેલ બોટમ’માં પણ કામ કર્યું છે.
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની જોડી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળશે.
આ વર્ષે અક્ષયની લગભગ 7 ફિલ્મો રિલીઝ થઈ શકે છે.
અક્ષય કુમારના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન, માનુષી છિલ્લર, અલાયા એફ અને સોનાક્ષી સિંહા પણ છે. અલી અબ્બાસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ થશે. ટૂંક સમયમાં જ, અક્ષય ફિલ્મ ‘સિરફિરા’માં જોવા મળશે, જે તમિલ ફિલ્મ ‘સોરારાઈ પોટરૂ’ હિન્દી રિમેક છે. સુધા કોંગારા પ્રસાદના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 12 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
અક્ષય ‘સિંઘમ અગેઈન’ ફિલ્મમાં વીર સૂર્યવંશીના રોલમાં જોવા મળશે. તેમાં કરીના કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ અને અર્જુન કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં હશે.
આ સિવાય અક્ષય પાસે વેલકમ ટુ ધ જંગલ, સ્કાય ફોર્સ, હાઉસફુલ 5 અને જોલી એલએલબી 3 જેવી ફિલ્મો પણ છે.