49 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિલનનો રોલ નિભાવનાર એક્ટર રંજીતે લગભગ 500 ફિલ્મોમાં કામ કર્યું છે. આ દરમિયાન તેમણે ઘણી એક્ટ્રેસ સાથે ફ્લર્ટિંગ સીન્સ પણ કર્યા હતા. આવો જ એક સીન ફિલ્મ ‘પ્રેમ પ્રતિજ્ઞા’માં હતો જે રંજીત અને માધુરી દીક્ષિત પર શૂટ થવાનો હતો પરંતુ માધુરી આ પહેલાં જ રડી પડી હતી અને સીન શૂટ કરવાની ના પાડી દીધી હતી. આ વાત રંજીતે પોતે એક ઇન્ટરવ્યૂમાં કહી છે.
રંજીતે કહ્યું, ‘માધુરી રડવા લાગી અને મારી સાથે સીન શૂટ કરવાની ના પાડી. હું આ વાતથી હું અજાણ હતો. એક આર્ટ ડિરેક્ટરે મને આ કહ્યું હતું. હકીકતમાં આ ફિલ્મમાં માધુરી એક ગરીબ માણસની દીકરીનું પાત્ર ભજવી રહી હતી. મારે સીનમાં માધુરીની છેડતી કરવાની હતી. હું રાહ જોતો રહ્યો પણ માધુરી શૂટિંગ માટે આવી નહીં.’
‘પ્રેમ પ્રતિજ્ઞા’ના એક દ્રશ્યમાં માધુરી અને મિથુન
રંજીતે વધુમાં કહ્યું, ‘મને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે કારણ કે કોઈએ મને કંઈ કહ્યું નથી. બાદમાં ઘણી સમજાવટ બાદ માધુરી રાજી થઈ ગઈ હતી. ફાઈટ માસ્ટર વીરુ દેવગને તેને સમજાવ્યું હતું કે તે આખો સીન એક જ ટેકમાં શૂટ કરશે. તેમણે માધુરીને એમ પણ કહ્યું કે આ સીન ફિલ્મની વાર્તામાં છે. વિલન ખરાબ નથી. ‘પ્રેમ પ્રતિજ્ઞા’માં માધુરી દીક્ષિત સાથે મિથુન લીડ રોલમાં હતા. આ ફિલ્મ 1989માં રિલીઝ થઈ હતી.
ફિલ્મ જોઈને માતાએ મને ઘરની બહાર કાઢી મૂક્યો
અગાઉ, એક કિસ્સો સંભળાવતા, રંજીતે કહ્યું હતું કે તેણે 150 ફિલ્મોમાં એવા સીન કર્યા છે જેમાં તેમણે મહિલાઓની છેડતી કરવી પડી હતી. જેના કારણે રિયલ લાઈફમાં પણ તેની ઈમેજ એકદમ નેગેટિવ થઈ ગઈ હતી.
રંજીતે ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે જ્યારે તેની માતાએ તેને ફિલ્મ ‘શર્મિલી’માં રાખી ગુલઝારને ચીડવતા જોયો તો તે ખૂબ ગુસ્સે થઈ ગઈ. જ્યારે તે થિયેટરમાંથી મૂવી જોઈને ઘરે પાછો ફર્યો ત્યારે તેણે રણજીતને ઘરની બહાર કાઢી મૂક્યો.
તેમને લાગતું હતું કે રણજીત ખરેખર છોકરીઓ સાથે આવું કામ કરે છે. બાદમાં જ્યારે રણજીતે તેમની માતાને સમજાવ્યું હતું. તો તેઓ સંમત થયા અને પછી શાંત થયા હતા.
રંજીતે લગભગ 500 ફિલ્મોમાં કામ કર્યું છે
રણજીતની પહેલી ફિલ્મ ‘સાવન ભાદો’ હતી. તેમનું સાચું નામ ગોપાલ બેદી છે. રણજીત નામ તેમને સુનીલ દત્તે આપ્યું હતું. રંજીતે 70-80ના દાયકાની ઘણી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી.