10 મિનિટ પેહલા
- કૉપી લિંક
આયુર્વેદમાં ઘી અને હળદરનું વિશેષ મહત્ત્વ છે. આ બંને વસ્તુઓનો ઉપયોગ અનેક રોગોની દવા તરીકે થાય છે. ઘી અને હળદરનો પણ એકસાથે ઉપયોગ થાય છે. આ બંને વસ્તુઓના વિશેષ ગુણો અનેક રોગોને દૂર કરવામાં ઉપયોગી છે. રાંચીની મેડિકા હોસ્પિટલના ડાયટેટિકસ ડૉ.વિજયશ્રી પ્રસાદ જણાવી રહ્યા છે ઘી અને હળદરના ખાસ ઉપાય.
ઘી અને હળદર એટલા ફાયદાકારક છે કે ભારતીય ઘરોમાં તેનો ઉપયોગ લગભગ દરરોજ થાય છે. ઘી અને હળદરનો ઉપયોગ સદીઓથી દવા તરીકે કરવામાં આવે છે.
હળદરના ઔષધીય ગુણધર્મો
હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન નામનું એન્ટીઑકિસડન્ટ તત્ત્વ હોય છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને અનેક રોગોથી બચાવે છે. હળદરમાં રહેલા ગુણો પીડા અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. હળદર પાચન પ્રક્રિયાને સ્વસ્થ રાખે છે, લિવરને સ્વસ્થ રાખે છે અને તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ છે.
ઘીના ઔષધીય ગુણો
ઘીમાં જોવા મળતું બ્યુટીરેટ એન્ટીઑકિસડન્ટ આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘી ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે, હાડકાં મજબૂત બને છે અને એનર્જી વધે છે. ઘણા લોકો ઘી ખાતા નથી કારણ કે તેનાથી તેમની સ્થૂળતા વધી શકે છે. પરંતુ આવું થતું નથી. ગરમ ખોરાક સાથે ઘી ખાવાથી તે સરળતાથી પચી જાય છે. રોજ મર્યાદિત માત્રામાં ઘી ખાવાથી ફાયદો થાય છે.
ઘી-હળદરના ફાયદા
ઘી અને હળદર બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે આ બંનેનો એકસાથે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તેનો ફાયદો બમણો થાય છે.
ઘી-હળદર રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે
દરરોજ ઘી અને હળદરનો ઉપયોગ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેનાથી શરદી, ખાંસી અને ઈન્ફેક્શનથી રાહત મળે છે. જો તમે કબજિયાત, ગેસ, એસિડિટી જેવી પેટની સમસ્યાઓથી પરેશાન છો, તો ઘી અને હળદરનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે.
નબળાઈ દૂર કરે
ઘી અને હળદરનું મિશ્રણ શરીરમાં નવી ઉર્જા આપે છે. એક ચમચી ઘીમાં એક ચમચી હળદર ભેળવીને દરરોજ સેવન કરવાથી નબળાઈ દૂર થાય છે અને શરીરને શક્તિ મળે છે.
એસિડિટીથી રાહત
ઘી અને હળદર શરીરમાંથી ઝેર દૂર કરે છે અને એસિડિટીથી પણ રાહત આપે છે. જો તમે એસિડિટીથી પરેશાન છો તો ઘી અને હળદરનું સેવન શરૂ કરી દો. તેનાથી તમને એસિડિટીથી જલ્દી રાહત મળશે.
કબજિયાતમાં રાહત
જો તમે કબજિયાતથી પરેશાન છો તો ઘી અને હળદરનું સેવન કરવાથી તમને જલ્દી આરામ મળશે. આપણા દાદીમાઓ સદીઓથી કબજિયાતની સારવાર માટે ઘી અને હળદરના ઉપાયનો ઉપયોગ કરતા આવ્યા છે. આ રેસીપી આજે પણ એટલી જ અસરકારક છે. જો તમે પણ કબજિયાતથી પરેશાન છો તો ઘી અને હળદરનો ઘરેલું ઉપાય અજમાવો.
શરદી અને ઉધરસને રાખશે દૂર
જે લોકો વારંવાર શરદી અને ઉધરસથી પરેશાન રહે છે તેમના માટે ઘી અને હળદરની રેસીપી ખૂબ જ ફાયદાકારક છે. ઘી અને હળદર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જે શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી બચાવે છે. તે હવામાનમાં ફેરફારને કારણે થતા ચેપથી પણ રાહત આપે છે.
સ્કિન પર લાવશે ગ્લો
ત્વચાની સુંદરતા વધારવા માટે ઘી અને હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે લગ્નમાં વર-કન્યાને હળદર લગાવવામાં આવે છે. હળદર લગાવતા જ દુલ્હનની સુંદરતા વધી જાય છે. ઘી અને હળદર લગાવવાથી ત્વચાનો ગ્લો સુધરે છે અને ઉંમર પહેલા દેખાતી કરચલીઓ ઓછી થાય છે.
સાંધાના દુખાવામાં રાહત
સાંધાના દુખાવાથી પરેશાન લોકો માટે ઘી અને હળદરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ઘી અને હળદર સાંધાના દુખાવામાં રાહત આપે છે. ઘી અને હળદરનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે, ઘી સાંધાઓને લુબ્રિકેટ કરે છે, હળદર હીલિંગ એજન્ટ તરીકે કામ કરે છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે. જો તમે ઘી અને હળદર સીધું ન ખાઈ શકો તો તમે તેમાં ઘી અને હળદર નાખીને પણ રોટલી ખાઈ શકો છો. કઠોળમાં ઘી-હળદર મિક્ષ કરીને ખાઓ.