3 કલાક પેહલા
- કૉપી લિંક
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી છે, જ્યારે વાસુ ભગનાનીએ જેકી સાથે મળીને પ્રોડ્યુસ કરી છે.
વાસુ ભગનાનીએ રિલીઝ પહેલાં જ ભવિષ્યવાણી કરી છે કે ફિલ્મ 1100 કરોડ રૂપિયાનું કલેક્શન કરશે. તેની આગાહી સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.
વાસુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ
જેકીએ પોતાને અને તેના પિતા વાસુને અસલી જીવનમાં ‘બડે મિયાં છોટે મિયાં’ ગણાવ્યા
જેકી ભગનાનીએ આ વીડિયો રેકોર્ડ કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં તેમણે પોતાને અને તેના પિતા વાસુ ભગનાનીને રિયલ લાઈફ ‘બડે મિયાં અને છોટે મિયાં’ ગણાવ્યા છે. જેના જવાબમાં વાસુ કહે છે કે છોટે મિયાં’ ચિંતા ન કરો. આ ફિલ્મ વિશ્વભરમાં 1100 કરોડ રૂપિયાની કમાણી કરશે. આ આગાહી પર જેકી તેને કહે છે – તથાસ્તુ.
ગત વર્ષે શાહરુખની ફિલ્મે 1148 કરોડ રૂપિયાની કમાણી કરી
ગત વર્ષે 1100 કરોડથી વધુની કમાણીનો રેકોર્ડ શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાને’ બનાવ્યો હતો. 7 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે વિશ્વભરમાં 1148.32 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
શાહરુખ માટે 2023 ખૂબ જ ખાસ હતું. આ પહેલાં તેની ફિલ્મ ‘પઠાને’ પણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 1050.30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ફિલ્મ ‘જવાન’નું દિગ્દર્શન પ્રખ્યાત તમિળ ફિલ્મોના દિગ્દર્શક એટલી કુમારે કર્યું હતું
ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ કોરોના મહામારીથી પ્રભાવિત થઈ હતી. શાહરુખની ફિલ્મો ‘પઠાન’ અને ‘જવાને’ ઈન્ડસ્ટ્રીને ફરી જીવંત કરી હતી. ગત વર્ષે રણબીર કપૂરની ‘એનિમલ’ પણ વિશ્વભરમાં રૂ. 900 કરોડની કમાણી કરતી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક હતી.
‘બડે મિયાં છોટે મિયાં’ 350 કરોડના બજેટમાં બની છે
‘બડે મિયાં છોટે મિયાં’ ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન, માનુષી છિલ્લર અને અલાયા એફ જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મની ટક્કર અજય દેવગન સ્ટારર ‘મેદાન’ સાથે થશે.