સ્પોર્ટ્સ ડેસ્ક32 મિનિટ પેહલા
- કૉપી લિંક
કુલદીપ યાદવ થાઈમાં ઈજાને કારણે IPL 2024માં DC (દિલ્હી કેપિટલ્સ) માટે આગામી કેટલીક મેચ ચૂકી શકે છે. તે છેલ્લી બે મેચથી ટીમની બહાર હતો. ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, કુલદીપને સાવચેતીના પગલા તરીકે આરામની સલાહ આપવામાં આવી છે, પરંતુ તે ફરી ક્યારે રમવા માટે તૈયાર થશે તે અંગે હજુ કોઈ પુષ્ટિ થઈ નથી.
જો કે, કુલદીપની ઈજા ગંભીર નથી, તે કેપિટલ્સ ટીમ સાથે પ્રવાસ કરી રહ્યો છે અને હાલમાં મુંબઈમાં છે જ્યાં ટીમ તેની આગામી મેચ 7 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે.
કુલદીપ ટીમ માટે છેલ્લી બે મેચ રમી શક્યો નથી. તે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની પ્લેઇંગ-11નો ભાગ નહોતો.
કુલદીપના નામે આ સિઝનમાં 3 વિકેટ છે
કુલદીપે આ સિઝનમાં કેપિટલ્સની પ્રથમ બે મેચ રમી હતી, પહેલી પંજાબ કિંગ્સ સામે અને બીજી રાજસ્થાન રોયલ્સ સામે. જેમાં તેણે ત્રણ વિકેટ ઝડપી હતી.
તે તેના અન્ય હોમ ગ્રાઉન્ડ, વિશાખાપટ્ટનમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની તેની મેચ રમી શક્યો નહોતો.
ટીમ ઈન્ડિયાના પસંદગીકારોની નજર રહેશે
ભારતીય ટીમના પસંદગીકારો કુલદીપ પર ચાંપતી નજર રાખશે કારણ કે તે 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં સ્પિન સ્લોટમાંથી એક લેવા માટે સૌથી આગળ છે.