10 કલાક પેહલા
- કૉપી લિંક
તેલુગુ સ્ટાર વિજય દેવરાકોંડા અને તેના ચાહકોને અભિનેતાની તાજેતરની રિલીઝ ‘ફેમિલી સ્ટાર’ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. જોકે, આ શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. આ ફિલ્મ સોશિયલ મીડિયા પર પણ સતત ટ્રોલ થઈ રહી છે. હવે વિજયની ટીમે ટ્રોલર્સ અને ફિલ્મ માટે ઓનલાઈન નેગેટિવ કેમ્પેઈન ચલાવનારા લોકો સામે કાર્યવાહી કરી છે.
વિજયના મેનેજરે હૈદરાબાદના માધાપુરમાં સાયબરાબાદ પોલીસમાં ટ્રોલ કરનારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફિલ્મ પરફોર્મન્સ પર અસર પડી રહી છે
વિજયના મેનેજર અને તેની એક ફેન ક્લબના પ્રમુખે હૈદરાબાદના માધાપુરમાં સાયબરાબાદ પોલીસમાં ટ્રોલ કરનારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે દાવો કર્યો હતો કે આ ફિલ્મ વિરુદ્ધ ચાલી રહેલ ઓનલાઈન નેગેટિવ કેમ્પેઈન ફિલ્મના બોક્સ ઓફિસ પરફોર્મન્સ પર પ્રતિકૂળ અસર કરી રહી છે.
સોશિયલ મીડિયા ઇન્ફ્યુલેન્સર સુરેશે માહિતી આપી
સાઉથના ઇન્ફ્યુલેન્સરે સુરેશે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પોલીસ હવે આ નકલી એકાઉન્ટ્સને શોધીને તેમની સામે કાર્યવાહી કરશે. સુરેશે ટ્વીટ કરીને લખ્યું, ‘જે લોકો ફિલ્મ ફેમિલી સ્ટાર અને એક્ટર વિજય દેવરાકોંડાને ટાર્ગેટ કરીને સોશિયલ મીડિયા પર નેગેટિવ કેમ્પેઈન ચલાવી રહ્યા હતા તેમની સામે સાયબર ક્રાઈમ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ પહેલેથી જ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને નકલી આઈડી અને યુઝર્સને શોધી રહ્યા છે. તેમણે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
મૃણાલ ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’માં વિજયની સામે જોવા મળી રહી છે.
વિજયે કહ્યું, ‘મને સમજાતું નથી કે આવું કેમ થઈ રહ્યું છે’
ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’ સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલા જ ઘણા યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આ વિશે વાત કરતા વિજયે કહ્યું હતું કે તેને સમજાતું નથી કે લોકો તેને જાણી જોઈને કેમ ટ્રોલ કરી રહ્યા છે. તે જ સમયે, ફિલ્મના નિર્માતા દિલ રાજુએ પણ ફિલ્મના ટ્રોલિંગ પર નિરાશા વ્યક્ત કરી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિજય તેના કરિયરમાં એક હિટ ફિલ્મની શોધમાં છે. તેની અગાઉની ફિલ્મો ‘વર્લ્ડ ફેમસ લવર’, ‘ડિયર કોમરેડ’, ‘લાઇગર’ અને ‘ખુશી’ ફ્લોપ રહી છે.