59 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈમરાન ખાને પત્ની બુશરા સાથે એક કલાક સુધી વાત કરી હતી. (ફાઇલ ફોટો)
અદિયાલા જેલમાં કેદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાને દેશને સંદેશ આપ્યો છે. ખાને ચેતવણી આપી છે કે પાકિસ્તાનમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિને જોતા તે ફરી એકવાર 1971ની જેમ તેના ભાગલા પડી શકે છે.
ખાને કહ્યું કે દેશની સંસ્થાઓ મજબૂત અર્થવ્યવસ્થા વિના ટકી શકે નહીં. વર્તમાન સંજોગોમાં પાકિસ્તાનની સંસ્થાઓ જોખમમાં છે અને 1971 જેવી ‘ઢાકા ટ્રેજેડી’ બની શકે છે.
ખરેખરમાં 1971માં બાંગ્લાદેશ યુદ્ધ બાદ પાકિસ્તાનના બે ભાગલા પડી ગયા હતા. ભારતની મદદથી બાંગ્લાદેશના નેતા શેખ મુજીબુર્રહેમાન પાકિસ્તાન સામે યુદ્ધ લડ્યા હતા. યુદ્ધ પહેલા બાંગ્લાદેશને પૂર્વ પાકિસ્તાન કહેવામાં આવતું હતું.
આ તસવીર 16 ડિસેમ્બર 1971ની છે. તે જ દિવસે, પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ AAK નિયાઝીએ આત્મસમર્પણના ડોક્યુમેન્ટ્સ પર હસ્તાક્ષર કર્યા હતા.
‘1970માં સેનાએ ધાંધલધમાલ કરી સત્તા કબજે કરી હતી’
ખાનનો સંદેશ વાંચીને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા સલમાન અકરમ રાજાએ કહ્યું કે ખાન દેશ માટે ચિંતિત છે. તેમણે કહ્યું છે કે, “જ્યાં સુધી તમે લોકોને અધિકાર નહીં આપો ત્યાં સુધી દેશની અર્થવ્યવસ્થામાં કોઈ સુધરો આવશે નહીં.
1970માં આર્મી ચીફ યાહ્યા ખાન ઈચ્છતા ન હતા કે કોઈપણ પક્ષને બહુમતી મળે. પરંતુ જ્યારે શેખ મુજીબુર્રહેમાનને બહુમતી મળી ત્યારે સેનાએ ચૂંટણીમાં ધાંધલધમાલ કરી. યાહ્યા ખાન પોતે વડાપ્રધાન બનવા માંગતા હતા. હું હમદૂર રહેમાન કમિશનના રિપોર્ટને યાદ કરાવવા માંગુ છું, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમે ફરીથી એ જ ભૂલનું પુનરાવર્તન કરીશું. ખાને કહ્યું કે આવા માહોલમાં તેઓ દેશના કલ્યાણ માટે સેના સાથે વાત કરવા તૈયાર છે.
બુશરા સાથે એક કલાક મુલાકાત કરી
ઈદના અવસર પર બુશરા બીબી બુધવારે અદિયાલા જેલમાં તેના પતિ ઈમરાન ખાનને મળી હતી. જિયો ન્યૂઝ અનુસાર, બંનેએ લગભગ એક કલાક સુધી વાત કરી. ઈમરાન અને બુશરા વચ્ચે શું ચર્ચા થઈ તે અંગે કોઈ માહિતી નથી. હાલમાં જ ઈમરાને એક સુનાવણી દરમિયાન કહ્યું હતું કે તેની પત્ની બુશરા બીબીને ઝેર આપવામાં આવ્યું છે.
ઈમરાને 2 એપ્રિલે આ આરોપો લગાવ્યા હતા. આ પછી તે પહેલીવાર બુશરાને મળ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર ખાને કહ્યું હતું કે જો બુશરાને કંઈ પણ થશે તો તેના માટે આર્મી ચીફ જનરલ અસીમ મુનીર જવાબદાર રહેશે.
ખાને કોર્ટને કહ્યું- મારી માંગ છે કે બુશરાની તપાસ શૌકત ખાનુમ હોસ્પિટલના ડો. આસીમ પાસે કરાવવામાં આવે. હું અને મારી પાર્ટી સરકારી ડોક્ટરો પર વિશ્વાસ કરી શકતા નથી. આ બાબતની ઝીણવટભરી તપાસ થવી જોઈએ.
જો કે, ત્યારપછીની તપાસમાં તેને કોઈ પ્રકારનું ઝેર આપવામાં આવ્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.
ઈમરાન ખાન અને બુશરા બીબી 17 જુલાઈ 2023ના રોજ જામીનના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરી રહ્યા છે.
બુશરા-ઇમરાનના લગ્નને ચૂંટણી પહેલા ગેરકાયદે ઠેરવવામાં આવ્યા હતા
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણી પહેલા બુશરા અને ઈમરાનના લગ્નને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા હતા. અદિયાલા જિલ્લા જેલમાં કોર્ટે બંનેને 7 વર્ષની સજા ફટકારી હતી.
ખરેખરમાં, બુશરાના પૂર્વ પતિ ખાવર ફરીદ માનેકાએ તેમના લગ્નને છેતરપિંડી ગણાવતી અરજી કરી હતી.
ખાવર ફરીદ માનેકાએ આરોપ લગાવ્યો હતો કે બુશરાએ ઈદ્દતની મુદત પૂરી કર્યા વિના જ ખાન સાથે લગ્ન કર્યા હતા. ખરેખરમાં, ઇસ્લામમાં, ઇદ્દત એ તલાક પછી બીજા લગ્ન કરવા વચ્ચેનો એક નિશ્ચિત સમય હોય છે.
બુશરા-ઇમરાને બે વાર નિકાહ કર્યા હતા
બુશરા-ઇમરાનના નિકાહનું આયોજન કરનાર મુફ્તીએ જણાવ્યું હતું કે બુશરા બીબીની બહેને મને ખાતરી આપી હતી કે બુશરાએ ઇદ્દતની મુદત પૂરી કરી લીધી છે. તેથી, મેં 1 જાન્યુઆરી, 2018ના રોજ લાહોરમાં બંનેના નિકાહ કરાવ્યા હતા. આ પછી ફેબ્રુઆરી 2018માં ઈમરાને ફરી મારો સંપર્ક કર્યો.
તેમણે કહ્યું કે તેઓ વધુ એક વખત નિકાહ કરાવી દે, કારણ કે પહેલા નિકાહ શરિયત મુજબ નહોતા. પહેલા નિકાહ સમયે બુશરાની ઇદ્દતનો સમયગાળો પૂરો થયો ન હતો. 49 વર્ષની બુશરા ઈમરાન કરતા 22 વર્ષ નાની છે અને પહેલા નિકાહથી તેના પાંચ બાળકો છે.