મુંબઈ11 મિનિટ પેહલા
- કૉપી લિંક
શાહરૂખ ખાન આજે ઈદના અવસર પર તેના બંગલા મન્નતની બાલ્કનીમાં જોવા મળ્યો હતો. તેણે ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. શાહરૂખ સફેદ પઠાણી કુર્તામાં ફેન્સને મળવા આવ્યો હતો. આ સિવાય ભાઈજાન એટલે કે સલમાન ખાન પણ સાંજે તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં જોવા મળ્યો હતો. તેણે સફેદ પઠાણી કુર્તો પણ પહેર્યો હતો. બંને સ્ટાર્સને જોવા માટે સવારથી જ ભારે ભીડ જામી હતી. પોલીસે સલમાનના ઘરની બહાર લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
સ્વાભાવિક છે કે, શાહરૂખ-સલમાન દર વર્ષે ઈદના અવસર પર તેમના ઘરની બાલ્કનીમાં ચાહકોને શુભેચ્છા પાઠવવા આવે છે. સવારથી ચાહકો રાહ જોઈ રહ્યા હતા. બંને સ્ટાર્સે પણ તેને નિરાશ ના કર્યા
સવારથી જ ચાહકો મન્નતની બહાર તેની નજર ટેકવીને ઉભા હતા.
શાહરૂખ મુંબઈમાં હોય ત્યારે તેના ચાહકોને ચોક્કસ મળે છે.
શાહરૂખ ખાન તેના જન્મદિવસ અને ઈદ એમ બે પ્રસંગોએ તેના ચાહકોને મળવા તેના ઘરના ટેરેસ પર આવે છે. જ્યારે પણ તે મુંબઈમાં હોય છે ત્યારે ભાગ્યે જ આ તક ગુમાવે છે. ફેન્સ પણ પોતાના ફેવરિટ સ્ટારને જોવા માટે બેતાબ છે. મન્નતની બહાર એટલી બધી ભીડ એકઠી થાય છે કે ક્યારેક પોલીસ બોલાવવી પડે છે. લોકો મન્નતની બહાર ફોટોગ્રાફ પણ લે છે.
શાહરૂખ ખાનનો પરિવાર 6 માળની મન્નતના માત્ર 2 માળમાં રહે છે. શાહરૂખે આ બંગલો 2001માં સંપૂર્ણ રીતે સફેદ માર્બલથી બનાવ્યો હતો
સલમાન પણ જન્મદિવસના અવસર પર બાલ્કનીમાં આવે છે
શાહરૂખ સિવાય સલમાન ખાન પણ તેના જન્મદિવસ (27 ડિસેમ્બર) અને ઈદ પર ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં જોવા મળે છે. તેમને જોવા માટે પણ ભારે ભીડ ઉમટી પડે છે. સલમાન મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. સલમાનના પિતા સલીમ ખાન મુંબઈ આવ્યા ત્યારથી જ સલમાનનો પરિવાર આ એપાર્ટમેન્ટમાં રહે છે. રિપોર્ટ્સ અનુસાર આ એપાર્ટમેન્ટમાં સલમાનના ઘણા ફ્લેટ છે. એકમાં સલમાન એકલો રહે છે, આ સિવાય એક જિમ અને રૂમ છે.