નવી દિલ્હી10 કલાક પેહલા
- કૉપી લિંક
PMએ હીટવેવની સ્થિતિ માટે તૈયારીઓની સમિક્ષા કરી અને કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તરે તમામ સરકારી એજન્સીઓને સાથે મળીને કામ કરવા જણાવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉનાળાની ઋતુ અંગે રિવ્યુ મીટિંગ કરી હતી. આમાં, તેમણે હીટ વેવની સ્થિતિ માટે તૈયારીઓની સમિક્ષા કરા હતી અને કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તરે તમામ સરકારી સંસ્થાઓને સાથે મળીને કામ કરવા જણાવ્યું હતું. આ મીટિંગમાં વડાપ્રધાનના મુખ્ય સચિવ, ગૃહ સચિવ, ભારતીય હવામાન વિભાગ (IMD)ના અધિકારીઓ અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓએ હાજરી આપી હતી.
સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મીટિંગમાં પીએમ મોદીને એપ્રિલથી જૂન દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના વિશે માહિતી આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભીષણ ગરમીની સ્થિતિ વધુ જોવા મળે તેવી શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગે હાલમાં કહ્યું હતું કે ભારતમાં એપ્રિલથી જૂન દરમિયાન કાળઝાળ ગરમી પડી શકે છે. મધ્ય અને પશ્ચિમ દ્વીપકલ્પના વિસ્તારોમાં સ્થિતિ સૌથી ખરાબ હોઈ શકે છે. આ દરમિયાન, 19 એપ્રિલથી દેશમાં સાત તબક્કામાં સામાન્ય ચૂંટણીઓ શરૂ થઈ રહી છે.
હવામાન વિભાગે હાલમાં કહ્યું હતું કે ભારતમાં એપ્રિલથી જૂન દરમિયાન ભીષણ ગરમી પડી શકે છે.
લોકોને સમયસર માહિતી પૂરી પાડવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ મીટિંગમાં, ટેલિવિઝન, રેડિયો અને સોશિયલ મીડિયા સહિતના તમામ પ્લેટફોર્મ પર અને પ્રાદેશિક ભાષાઓમાં જરૂરી માહિતી કેવી રીતે સમયસર આપવામાં આવે તેના પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. સત્તાવાર નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આરોગ્ય મંત્રાલય અને NDMA દ્વારા જાહેર કરવામાં આવનાર એડવાઈઝરીને પ્રાદેશિક ભાષાઓમાં ટ્રાન્સલેટ કરવી જોઈએ અને શક્ય તેટલી વધુને વધુ લોકો સુધી પહોંચાડવી જોઈએ.
પીએમએ હોસ્પિટલમાં તૈયારીઓની સમીક્ષા કરી
તેમણે હોસ્પિટલોમાં સજ્જતા અને જાગૃતિ પર ભાર મૂક્યો હતો. હોલ્થ સેક્ટરમાં તૈયારીની સમીક્ષાના ભાગરૂપે, આવશ્યક દવાઓ, ઈન્ટ્રાવીનસ લિક્વિડ, આઈસ પેક, ORS અને પીવાના પાણીની ઉપલબ્ધતાની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે, PMએ જંગલમાં લાગેલી આગને તાત્કાલિક શોધી કાઢવા અને તેને શક્ય તેટલી વહેલી તકે બુઝાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
PM એ જંગલમાં લાગેલી આગને તાત્કાલિક શોધી કાઢવા અને શક્ય તેટલી વહેલી તકે તેને બુઝાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
14-15 એપ્રિલે પર્વતો અને મેદાનોમાં હિમવર્ષા અને વરસાદની શક્યતા
હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે બે પશ્ચિમી વિક્ષેપ અને અરબી સમુદ્રમાંથી ભેજના કારણે આ સપ્તાહના અંતમાં પર્વતો અને મેદાનોમાં મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થવાની સંભાવના છે. તેમજ, 15 એપ્રિલની વચ્ચે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વાવાઝોડું, વીજળી, કરા પડવાની શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો…
સ્કાયમેટની આગાહી – આ વર્ષે સામાન્ય ચોમાસુંઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત 23 રાજ્યોમાં સારો વરસાદ થશે, બિહાર સહિત 4 રાજ્યોમાં ઓછો વરસાદ
હવામાન એજન્સી સ્કાયમેટે 9 એપ્રિલે જણાવ્યું હતું કે આ વખતે ચોમાસું સામાન્ય રહેશે. એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનામાં સરેરાશ અથવા સામાન્ય વરસાદ પડશે. હવામાન વિભાગ (IMD) 96 થી 104 ટકા વચ્ચેના વરસાદને સરેરાશ અથવા સામાન્ય માને છે. આ પાક માટે સારો સંકેત છે.
ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ પહોંચે છે. 4 મહિનાના વરસાદ પછી એટલે કે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસું રાજસ્થાનમાંથી પાછું ફરે છે. જો કે, IMDએ હજુ સુધી આ વર્ષના ચોમાસાની આગાહી જાહેર કરી નથી. એજન્સી તેને મે મહિનામાં રિલીઝ કરી શકે છે.