તિરુવનંતપુરમ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
રહીમ નામના આ વ્યક્તિ પર 2006માં સાઉદીના એક બાળકના મોતનો આરોપ હતો. તે છેલ્લા 18 વર્ષથી સાઉદીની જેલમાં બંધ છે.
સાઉદી અરેબિયામાં મૃત્યુદંડની સજા પામેલા વ્યક્તિને બચાવવા માટે કેરળના લોકોએ 34 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. આ વ્યક્તિનું નામ અબ્દુલ રહીમ છે અને તે કોઝિકોડનો રહેવાસી છે. 2006માં, તેના પર સાઉદીના એક છોકરાના મૃત્યુનો આરોપ લાગ્યો હતો. તે છેલ્લા 18 વર્ષથી સાઉદીની જેલમાં બંધ છે.
તેની મુક્તિ માટે રચાયેલી એક્શન કમિટી પાંચ દિવસ પહેલા સુધી ખૂબ જ નાની રકમ એકઠી કરવામાં સફળ રહી હતી, પરંતુ જેમ જેમ ઝુંબેશ આગળ વધતી ગઈ તેમ તેમ વિશ્વભરમાં વસતા કેરળના લોકોએ 34 કરોડ રૂપિયા એકત્ર કરવામાં મદદ કરી.
મામલો શું હતો…
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, રહીમને સાઉદી અરેબિયાના પરિવારે તેમના 15 વર્ષના સ્પેશિયલ એબલ્ડ બાળકના ડ્રાઈવર અને કેરટેકર તરીકે રાખ્યો હતો. 2006માં એક વિવાદ દરમિયાન રહીમની ભૂલને કારણે બાળકના ગળામાં રહેલી નળી તેની જગ્યાએથી હટી ગઈ. જ્યાં સુધી રહીમને કંઈ સમજાય, ત્યાં સુધીમાં ઓક્સિજન ન મળવાને બાળક બેભાન થઈ ગયો. તે તેને હોસ્પિટલ લઈ ગયો ત્યાં સુધીમાં બાળક મૃત્યુ પામ્યો હતો.
રહીમને બાળકના મૃત્યુ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો અને તેને 2012માં જેલમાં ધકેલવામાં આવ્યો હતો. બાળકના પરિવારે રહીમને માફ કરવાનો ઇનકાર કર્યો હતો. તેને સૌપ્રથમ 2017માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી અને પછી તેને 2022 સુધી યથાવત રાખવામાં આવી હતી. તેની પાસે બે જ વિકલ્પ હતા. કાં તો માથું કપાવીને મોતને પસંદ કરે અથવા 34 કરોડ બ્લડ મનીની વ્યવસ્થા કરે અને બાળકના પરિવારને આપે.
બિઝનેસમેનથી માંડીને સામાન્ય લોકોએ નાણાં એકત્ર કરવામાં મદદ કરી
એક્શન કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે ટોચની અદાલતોએ રહીમની મુક્તિ માટેની તમામ અપીલોને ફગાવી દીધી હતી, પરંતુ બાદમાં પરિવાર બ્લડ મનીના બદલામાં તેને મુક્ત કરવા સંમત થયો હતો. આ પછી, રિયાધના 75 સંગઠનો, કેરળના ઉદ્યોગપતિઓ, ઘણા રાજકીય સંગઠનો અને સામાન્ય લોકો ભેગા થયા અને નાણાં એકત્ર કરવામાં મદદ કરી.
આ સમાચાર પણ વાંચો…
યમનમાં છેતરપિંડી, હત્યા અને મૃત્યુદંડ: કેરળના પતિ ઓટો ડ્રાઈવર, નર્સને બચાવવા માટે 1.6 કરોડ બ્લડ મનીની જરૂર

યમનની સરકારી હોસ્પિટલમાં ભારતની નર્સ નિમિષા 6 વર્ષથી યમનની સના જેલમાં બંધ છે. યમનના નાગરિક તલાલની હત્યાના કેસમાં તેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે નિમિષાની માતાને યમન જવાની મંજુરી આપી દીધી છે. ત્યાં તે તલાલના પરિવારને બ્લડ મની સેટલમેન્ટ એટલે કે પૈસા આપીને કેસ ઉકેલવાનો અને નિમિષાની સજા માફ કરાવવાના પ્રયાસ કરશે . તલાલના પરિવારે 2022માં બ્લડ મની તરીકે 5 કરોડ યમની રિયાલ એટલે કે રૂ. 1.6 કરોડની માંગણી કરી હતી.