51 મિનિટ પેહલા
- કૉપી લિંક
દક્ષિણના સુપરસ્ટાર રામ ચરણ સાઉથને ચેન્નાઈની વેલ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. એક્ટરે શનિવારે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતા આ માહિતી આપી હતી.
આ પદવીદાન સમારોહમાં રામ ચરણ ચીફ ગેસ્ટ તરીકે હતા. યુનિવર્સિટી ઓફ વેલ્સે રામને ફિલ્મ ઉદ્યોગમાં તેમના યોગદાન માટે આ સન્માન આપ્યું છે.
રામ ચરણને માનદ ડોક્ટરેટ અપાયા બાદ
અભિનેતાએ સોશિયલ મીડિયા પર આ રીતે આભાર માન્યો
રામે કહ્યું- ચેન્નાઈના લોકોનો આભાર
ઈવેન્ટની તસવીરો શેર કરતા રામ ચરણે લખ્યું, ‘યુનિવર્સિટી ઓફ વેલ્સ તરફથી ડોક્ટરેટની માનદ ડિગ્રી મેળવીને હું ખૂબ જ ખુશ છું. હું ચેન્નાઈના લોકો અને મારી જર્નીનો ભાગ બનેલા તમામ લોકોનો આભાર માનું છું. ઘણા સપના અને સિદ્ધિઓ પુરા થવાના બાકી છે.
પત્નીએ પણ ડોક્ટર કહીને બોલાવ્યા
આ કાર્યક્રમમાં રામ ચરણની સાથે તેમની પત્ની ઉપાસના કામિનેની પણ હાજર હતી. ઈવેન્ટના ઘણા ફોટા અને વીડિયો શેર કરતી વખતે ઉપાસનાએ તેને રામ ચરણને ‘ડોક્ટર’ પણ કહ્યા હતા.
ઉપાસનાએ ઈવેન્ટમાં જતા પહેલાં એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે તે આ ક્ષણ માટે કેટલી ઉત્સાહિત છે.
આ ફોટો શેર કરતી વખતેએક્ટરની પત્નીએ કેપ્શનમાં રામને ડોક્ટર કહ્યા છે
‘ગેમ ચેન્જર’ 170 કરોડમાં બની રહી
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રામ ચરણની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’ છે. 170 કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન શંકર કરશે. ફિલ્મમાં રામ ચરણ ઉપરાંત કિઆરા અડવાણી, અંજલિ, એસજે સૂર્યા અને જયરામ સહિતના ઘણા કલાકારો જોવા મળશે.
એક્ટરની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’ છે જેનું નિર્દેશન શંકર કરી રહ્યા છે.
સુપરસ્ટાર ચિરંજીવીના પુત્ર રામ ચરણે 2007માં ‘ચિરુથા’થી અભિનેતા તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાના કરિયરમાં ‘મગધીરા’, ‘યેવડુ’ અને ‘ધ્રુવ’ જેવી હિટ ફિલ્મો આપી છે. રામ એસએસ રાજામૌલીની ઓસ્કર વિજેતા ફિલ્મ ‘RRR’માં પણ લીડ રોલમાં જોવા મળ્યો હતો.