9 કલાક પેહલા
- કૉપી લિંક
ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીની નાની બહેનનું નિધન થયું છે. છેલ્લા એક અઠવાડિયાંથી વેન્ટિલેટર પર હતી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન જેનિફરે આ વાતની પુષ્ટિ કરી હતી. જેનિફરે કહ્યું, ‘હા, આ વાત સાચીછે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો પરંતુ મને ખબર નથી કે અચાનક શું થઈ ગયું. હું સાવ ભાંગી ગઈ છું.’
જેનિફરની બહેનને જબલપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આર્થિક સંકડામણના કારણે પરિવારે તેને ખાનગીમાંથી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.
નાની બહેન સાથે જેનિફર
બહેનના મૃત્યુ પહેલાં જેનિફરે કહ્યું હતું- અમારી આર્થિક સ્થિતિ સારી નથી
બહેનના મૃત્યુ પહેલાં જ જેનિફરે ભાસ્કર સાથે તેની બહેન વિશે વાત કરી હતી. ત્યારે એક્ટ્રેસે કહ્યું હતું કે, ‘મેં મારી બહેનને એક અઠવાડિયા પહેલાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. ત્યાંના તબીબોએ મારી બહેનને ઘરે લઈ જવા સુધીની વાત કરી દીધી હતી.
ખાનગી હોસ્પિટલમાં 4 દિવસ માટે 1.25 લાખનો ખર્ચ થયો હતો. અમારા પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. મારી મા કે મારી પાસે પૈસા નથી. આવી સ્થિતિમાં અમે અમારી બહેનને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાનું નક્કી કર્યું.
એક સમય એવો હતો જ્યારે તેમનો પલ્સ રેટ અને બ્લડ પ્રેશર શૂન્ય થઈ ગયું હતું. અમે ખૂબ જ નર્વસ હતા. જો કે, સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યાના એક દિવસ બાદ જ તેમની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો.
મારા અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને કારણે હું થાકી ગઈ છું
આ વાતચીતમાં એક્ટ્રેસે એ પણ જણાવ્યું કે તે પોતાના અંગત જીવનમાં બેક ટુ બેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. એક્ટ્રેસે કહ્યું, ‘મેં દોઢ વર્ષ પહેલાં મારો ભાઈ ગુમાવ્યો હતો. જ્યારે અસિત મોદી (તારક મહેતાના નિર્માતા) અને મારી વચ્ચે એક મુદ્દો ઉભો થયો ત્યારે હું તેમાંથી યોગ્ય રીતે બહાર આવી ન હતી. આ મામલે ન્યાય મેળવવા મેં ઘણો સંઘર્ષ કર્યો. મારા અંગત જીવનમાં આવી સતત સમસ્યાઓને કારણે હું થાકી ગઈ છું.