નવી દિલ્હી20 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી સોમવારે (15 એપ્રિલ) સમાપ્ત થઈ રહી છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તે 15 દિવસ માટે તિહાર જેલમાં બંધ છે. ED તેમને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે.
કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને EDની ધરપકડને માન્ય કરતા દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ આજે આ મામલે સુનાવણી કરશે.
કેજરીવાલના ED રિમાન્ડ અંગેની સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં 1 એપ્રિલે હાથ ધરવામાં આવી હતી. આ પછી તેમને 15 દિવસ માટે તિહાર મોકલવામાં આવ્યા હતા. તેમને અહીં બેરેક નંબર 2માં રાખવામાં આવ્યા હતા.
9 એપ્રિલે હાઈકોર્ટે કહ્યું હતું કે- ધરપકડ યોગ્ય હતી, EDએ પૂરતા પુરાવા આપ્યા
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ-રિમાન્ડને યોગ્ય ઠેરવ્યાં હતાં. કોર્ટે મુખ્યમંત્રીની અરજી ફગાવી દીધી હતી. કેજરીવાલે 23 માર્ચે ધરપકડને પડકારતી અરજી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આ અરજી એ નક્કી કરવા માટે છે કે ધરપકડ ગેરકાયદે છે કે નહીં. આ અરજી જામીન આપવા માટે નથી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ-રિમાન્ડ મામલે દિલ્હી હાઈકોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે ધરપકડને પડકારતી અરજી ફગાવી છે. કેજરીવાલે 23 માર્ચે ધરપકડને પડકારતી અરજી કરી હતી. આ અંગેની સુનાવણી 3 એપ્રિલે થઈ હતી. ત્યાર બાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો.
કેજરીવાલની 21 માર્ચે ધરપકડ, 15 દિવસ માટે તિહારમાં બંધ
EDએ 21 માર્ચે દિલ્હીના સીએમની લિકર પોલિસી કેસમાં ધરપકડ કરી હતી. EDએ 22 માર્ચે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલ્યા હતા, જે બાદમાં 1 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા હતા. 1 એપ્રિલે કોર્ટે તેમને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યા હતા.
કેજરીવાલ પહેલા AAP નેતા મનીષ સિસોદિયા અને સંજય સિંહની પણ લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સિસોદિયા 26 ફેબ્રુઆરી 2023થી જેલમાં છે. ED દ્વારા 4 ઓક્ટોબર 2023ના રોજ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. આ મહિને 2 એપ્રિલે સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. છ મહિના તિહારમાં રહ્યા બાદ 3 એપ્રિલે તે જામીન પર બહાર આવ્યા હતા.
EDએ 21 માર્ચે સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.