મુંબઈ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
શુક્રવારે શેરબજારમાં 1 ટકાનો ઘટાડો થયા બાદ સોમવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 900થી વધુ પૉઇન્ટ ઘટીને 73,315.16 પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી 300 પોઈન્ટથી વધુ ઘટીને 22,339.05 પર ખુલ્યો હતો. બીએસઈના ટાટા મોટર્સના શેરમાં સૌથી મોટો ઘટાડો 2.41 ટકા છે.
ઈરાન-ઈઝરાયલ તણાવની અસર બજાર પર જોવા મળી હતી. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સના 30 શેરોમાંથી, 27માં ઘટાડો હતો અને માત્ર 3માં વધારો જોવા મળ્યો હતો. આજે બેન્કિંગ, મેટલ અને પાવર શેર્સમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજે NSE પર 2,171 શેર ટ્રેડ થઈ રહ્યા હતા, જેમાંથી માત્ર 135 શેરમાં જ વધારો જોવા મળ્યો હતો. બાકીના 1,979 શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 57 શેરમાં કોઈ એક્શન દેખાઈ નહતી. 33 શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 16 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ છે. આ સિવાય 25 શેર અપર સર્કિટમાં અને 114 શેર લોઅર સર્કિટ છે.
આ સેક્ટર્સમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો
સેન્સેક્સ-નિફ્ટી સિવાય નિફ્ટી નેક્સ્ટ 50, મિડકેપ, સ્મોલ કેપ અને ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. બેંક નિફ્ટી આજે 550 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. જ્યારે નિફ્ટી નેક્સ્ટ 50 1400થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો છે. સેક્ટરની વાત કરીએ તો બેન્ક, ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસ, પ્રાઇવેટ બેન્ક, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, હેલ્થકેર અને કન્ઝ્યુમરમાં 1થી 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સૌથી મોટો ઘટાડો મીડિયા સેક્ટરમાં 3.21 ટકા નોંધાયો છે.
વોડાફોન આઈડિયાનો FPO 18 એપ્રિલે ખુલશે
નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા (VI)એ ફોલો-ઓન પબ્લિક ઓફર એટલે કે રૂ. 18,000 કરોડની FPO લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ FPO 18મી એપ્રિલથી 22મી એપ્રિલ સુધી ખુલ્લું રહેશે.
કંપનીએ તેના FPO માટે ₹10થી ₹11 વચ્ચે પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે 1298 શેર માટે બિડ કરી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે ₹11ના FPO અપર પ્રાઇસ બેન્ડ મુજબ 1 લોટ માટે અરજી કરો છો, તો તમારે ₹14,278નું રોકાણ કરવું પડશે.
શુક્રવારે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
આ પહેલા શુક્રવારે એટલે કે 12મી એપ્રિલે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 793 પોઈન્ટના ઘટાડા સાથે 74,244 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 234 પોઇન્ટ ઘટીને 22,519ના સ્તરે બંધ થયો હતો.