સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુંબઈ ઈન્ડિયન્સ (MI) હાર્દિક પંડ્યાએ રવિવારે મેચ બાદ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પ્રશંસા કરી હતી. CSK એ રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 29મી મેચમાં MIને 20 રને હરાવ્યું હતું.
પંડ્યાએ ચેન્નઈ સામેની મેચમાં હાર બાદ કહ્યું, ‘આ એક ટાર્ગેટ હતું જે અમારે ચોક્કસપણે ચેઝ કરવો જોઈતો હતો, પરંતુ તેઓએ ખૂબ જ સારી બોલિંગ કરી, જેમાં મથિશ પથિરાનાએ સૌથી મોટો ડિફરન્સ રહ્યો. CSK તેમના પ્લાન અને મેચ દરમિયાન તેમને કેવી રીતે અમલમાં મૂકવું તે વધુ સારી દેખાતી હતી. તેમની પાસે વિકેટની પાછળ એક વ્યક્તિ છે જે તેમને કહેતો રહે છે કે આ વિકેટ પર શું કરવું જોઈએ અને આ બોલરોને ઘણી મદદ કરે છે.
તેણે આગળ કહ્યું, ‘આ પિચ પર બોલ થોડો બ્રેક કરીને આવી રહ્યો હતો. અમારે સારી બેટિંગ કરવી જોઈતી હતી. પથિરાના બોલિંગ કરવા આવ્યો ત્યાં સુધી અમે ટાર્ગેટને ચેઝ કરતા સારી શરૂઆત કરી હતી. તેણે આવતાની સાથે જ 2 વિકેટ ઝડપી હતી.
ધોનીએ છેલ્લી ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારી
ચેન્નઈની ઈનિંગની 20મી ઓવરમાં ધોની બેટિંગ કરવા આવ્યો હતો. તેણે છેલ્લા ચાર બોલ રમ્યા અને હાર્દિક પંડ્યાની ઓવરમાં 20 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેણે તેના પ્રથમ ત્રણ બોલ પર સતત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ પછી ચોથા બોલ પર બે રન લેવામાં આવ્યા હતા. આ સાથે ચેન્નઈનો સ્કોર 206 રન સુધી પહોંચી શક્યો હતો. CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે મેચ બાદ કહ્યું, ‘તે યંગ વિકેટકીપર (ધોની)ની ત્રણ છગ્ગાએ અમને ઘણી મદદ કરી. આ ત્રણ છગ્ગા આખરે જીત અને હાર વચ્ચેનો તફાવત બની ગયા. આ પ્રકારની પિચ પર અમને તે વધારાના 10-15 રનની જરૂર હતી. જસપ્રીત બુમરાહે સારી બોલિંગ કરી.
એમએસ ધોનીએ 4 બોલમાં 3 સિક્સર ફટકારીને 20 રન બનાવ્યા હતા.
ચેન્નઈએ મુંબઈને હરાવ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એલ-ક્લાસિકો ચેન્નઈ સુપર કિંગ્સે 20 રને જીતી હતી. ટીમે મુંબઈ ઈન્ડિયન્સને તેમના જ હોમગ્રાઉન્ડ પર હરાવ્યું હતું. MIના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. રોહિતે 63 બોલમાં અણનમ 105 રન બનાવ્યા હતા.
રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. મુંબઈ 6 વિકેટના નુકસાને 186 રન જ બનાવી શકી હતી. CSK તરફથી મથિશ પથિરાનાએ 4 મહત્વની વિકેટ લીધી, આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ મળ્યો. એમએસ ધોનીએ પણ છેલ્લા 4 બોલમાં 3 છગ્ગા ફટકારીને અણનમ 20 રન બનાવ્યા હતા. તેમના સિવાય ઋતુરાજ ગાયકવાડે 69 રનની અણનમ ઇનિંગ રમી હતી અને શિવમ દુબેએ 66 રનની અણનમ ઇનિંગ રમી હતી.