મુંબઈ22 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં મંગળવારે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 507 પોઈન્ટ તૂટ્યો હતો.
હવે બજારે રિકવરી કરી છે અને સેન્સેક્સ 300 પોઈન્ટના ઘટાડા સાથે 73,400ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 100 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 22,200ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં ઘટાડો થયો હતો અને માત્ર 4માં વધારો જોવા મળ્યો હતો. આજે પાવર, બેન્કિંગ અને આઈટી શેર્સમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.
સોમવારે એટલે કે 15મી એપ્રિલે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 845 પોઇન્ટના ઘટાડા સાથે 73,399 પર બંધ રહ્યો હતો. તેમજ, નિફ્ટીમાં 246 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, તે 22,272ના સ્તરે બંધ થયો હતો.
મંગળવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 507 પોઈન્ટ તૂટ્યો હતો.
બજારના ઘટવાના 3 કારણો
- ઇઝરાયલ-હમાસ યુદ્ધ બાદ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના તણાવને કારણે ફરી જિયો ટેન્શન વધવા લાગ્યું છે.
- બજારોમાં તીવ્ર તેજી પછી, લોકો થોડો નફો બુકિંગ કરી રહ્યા છે. મિડ અને સ્મોલ કેપ્સ ઓવરવેલ્યુડ થઈ ગયા છે.
- નબળા વૈશ્વિક સંકેતોથી બજારમાં ઘટાડો થયો છે. યુએસ સહિત અન્ય બજારો પણ ગઈકાલે લગભગ 1% ઘટ્યા હતા.
વોડાફોન આઈડિયાનો FPO 18 એપ્રિલે ખુલશે
નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા (VI) એ ફોલો-ઓન પબ્લિક ઓફર એટલે કે રૂ. 18,000 કરોડની FPO લાવવાની જાહેરાત કરી છે. આ FPO 18મી એપ્રિલથી 22મી એપ્રિલ સુધી ખુલ્લું રહેશે.
કંપનીએ તેના FPO માટે ₹10 થી ₹11 વચ્ચે પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે 1298 શેર માટે બિડ કરી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે ₹11ના FPO અપર પ્રાઇસ બેન્ડ મુજબ 1 લોટ માટે અરજી કરો છો, તો તમારે ₹14,278નું રોકાણ કરવું પડશે.