2 કલાક પેહલા
- કૉપી લિંક
નીતિશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’નું શૂટિંગ 2024ના ઉનાળાથી શરૂ થશે. આ દાવો એક ફેન્સે કર્યો છે, જે હાલમાં જ એરપોર્ટ પર રણબીરને મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં રણબીર કપૂર ‘રામ’ના રોલમાં જોવા મળશે અને સાઈ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે.
જાણો કયા ફેને કર્યો દાવો અને શું કહ્યું?
આકાશ ચતુર્વેદી નામના યુઝરે ટ્વિટર (હવે X છે)પર ઘણી ટ્વિટ કરી છે.આ ટ્વિટ્સ દ્વારા ફેન્સે દાવો કર્યો છે કે, તે તાજેતરમાં એરપોર્ટ પર રણબીર કપૂરને મળ્યો હતો. આ મુલાકાત દરમિયાન વાતચીતમાં રણબીરે આગામી ફિલ્મ રામાયણ વિશે વાત કરી.
આકાશે લખ્યું- ઈમિગ્રેશન કતારમાં રણબીર કપૂરની સામે ઊભા રહીને ‘એનિમલ’ સાથેના તેના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરી રહ્યા છીએ, આ બોમ્બે ટ્રિપ પર મેં સાઈન અપ કર્યું હતું એવું કંઈ નહોતું.
આકાશે અન્ય ટ્વિટમાં લખ્યું- ‘વાહ, આ તો ધમાકો હતો!’ તેમણે કહ્યું- ‘રામાયણનું શૂટિંગ ઉનાળાની શરૂઆતમાં શરૂ થશે. મને ખાતરી નથી કે મારે આનાથી વધુ જાહેર કરવું જોઈએ કે નહીં, પરંતુ ફિલ્મની સ્ટાર કાસ્ટ એકદમ ક્રેઝી છે, વાહ. બોલિવૂડ ખરેખર તેને 2023 થી આગલા લેવલ પર લઈ જઈ રહ્યું છે.’
ઓસ્કર વિજેતા કંપની આ ફિલ્મ માટે VFX ડિઝાઇન કરી રહી છે.
થોડા સમય પહેલાં પિંકવિલાના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, નીતીશ તિવારી અને તેમની ટીમ રામાયણની દુનિયાને બેસ્ટ રીતે સ્ક્રીન પર લાવવા માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. ફિલ્મ માટે VFX ડિઝાઇનિંગ ઓસ્કર વિજેતા કંપની દ્વારા કરવામાં આવી રહી છે, જેને જોઈને ચાહકો ચોક્કસપણે ખુશ થશે.
તમિળ અભિનેત્રી સાઈ પલ્લવી સીતાના રોલમાં જોવા મળી શકે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીતિશ તિવારીએ આ ફિલ્મમાં માતા સીતાના રોલ માટે તમિળ અભિનેત્રી સાઈ પલ્લવીને કાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. અભિનેત્રી આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
થોડા સમય પહેલાં એવા અહેવાલ પણ આવ્યા હતા કે, ભગવાન રામના રોલ માટે રણબીરે દારૂ પીવાનું છોડી દીધું છે
અગાઉ માતા સીતાના રોલ માટે દીપિકા પાદુકોણ અને પછી આલિયા ભટ્ટને કાસ્ટ કરવાની ચર્ચા હતી. જો કે, ETimes અનુસાર, ડિરેક્ટરે ક્યારેય આલિયા ભટ્ટને આ રોલ ઓફર કર્યો ન હતો. KGF ફેમ યશ આ ફિલ્મમાં રાવણના રોલમાં જોવા મળી શકે છે.
‘રામાયણ’ પર ‘આદિપુરુષ’ વિવાદની અસર
‘દંગલ’ અને ‘છિછોરે’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂકેલા નિતેશ તિવારી ફિલ્મ રામાયણનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. અગાઉ આ ફિલ્મ મધુ મન્ટેના, નમિત મલ્હોત્રા અને અલ્લુ અરવિંદ દ્વારા બનાવવામાં આવી રહી હતી, જો કે રામાયણ પર આધારિત ફિલ્મ આદિપુરુષના વિવાદને કારણે નમિત મલ્હોત્રા અને અલ્લુ અરવિંદે ફિલ્મ છોડી દીધી હતી. હવે માત્ર મધુ મન્ટેના જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે.
રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મ ‘રામાયણ’નું બજેટ 400 કરોડ રૂપિયાથી વધુ હશે અને તે 3 ભાગમાં રિલીઝ થશે
સની દેઓલ હનુમાનના રોલમાં જોવા મળી શકે છે
થોડા સમય પહેલાં એવી પણ ખબર આવી હતી કે, સની દેઓલ રામાયણ ફિલ્મમાં ભગવાન હનુમાનની ભૂમિકામાં જોવા મળી શકે છે. સૂત્રએ કહ્યું કે સનીના લુક્સને ધ્યાનમાં રાખીને મેકર્સે આ રોલ માટે તેનો સંપર્ક કર્યો છે. જોકે, આ બાબતે મેકર્સ કે સની તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.