અમુક પળો પેહલા
- કૉપી લિંક
ઈરાન પર ઇઝરાયલના હુમલા અંગેના આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ઇઝરાયલે ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો છે. એબીસી ન્યૂઝે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. જો કે, ઇઝરાયલે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.
ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટ રડાર અનુસાર, વિસ્ફોટો બાદ ઘણી ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસથી ડાયવર્ટ કરવામાં આવી છે. સીએનએન ન્યૂઝ અનુસાર લગભગ 8 વિમાનોએ તેમનો રૂટ બદલ્યો હોવાના અહેવાલ છે.
ઇસ્ફહાન એ જ પ્રાંત છે જ્યાં નાટાન્ઝ સહિત ઇરાનની ઘણી પરમાણુ સાઇટ્સ આવેલી છે. નાટાન્ઝ ઈરાનના યુરેનિયમ કાર્યક્રમનો મુખ્ય ભાગ છે. આ પહેલા 14 એપ્રિલે ઈરાને ઇઝરાયલ પર 300થી વધુ મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ દરમિયાન તેઓએ ઇઝરાયલના નેવાતિમ એરબેઝને નિશાન બનાવ્યું હતું, જ્યાં થોડું નુકસાન પણ થયું હતું.
જોકે, ઇઝરાયલ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનની મદદથી ઈરાનના 99% હુમલાને રોકવામાં સફળ રહ્યું હતું. ઈરાનના હુમલા બાદ ઇઝરાયલે બદલો લેવાની ચેતવણી આપી હતી. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ ઇરાન સામે બદલો લેવાની યોજના બનાવવા માટે યુદ્ધ કેબિનેટ સાથે 5 બેઠકો યોજી હતી.
લાઈવ અપડેટ્સ
અત્યારે
- કૉપી લિંક
સીરિયા અને ઇરાકમાં પણ મિલિટરી સાઈટ્સ પર પણ વિસ્ફોટ
કતારના મીડિયા હાઉસ અલજઝીરાએ ઈરાનના IRNA ન્યૂઝને ટાંકીને દાવો કર્યો છે કે સીરિયામાં ઘણી મિલિટરી સાઈટ્સ પર વિસ્ફોટ થયા છે.
આ દરમિયાન અદરા અને અલ-થાલા સૈન્ય એરપોર્ટ તેમજ રડાર બટાલિયનને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ સિવાય ઈરાકના અલ ઈમામ વિસ્તારમાં પણ બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે.
2 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાનના એરસ્પેસમાંથી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી
ઈરાન પર હવાઈ હુમલાના અહેવાલો વચ્ચે ઈરાની એરસ્પેસ પરથી પસાર થતી ઘણી ફ્લાઈટોના રૂટ બદલવામાં આવ્યા છે. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટ રડારે આ જાણકારી આપી છે.
(ક્રેડિટ- ફ્લાઇટ રડાર)
(ક્રેડિટ- ફ્લાઇટ રડાર)
16 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાનનો દાવો- ન્યુક્લિયર સાઈટ સુરક્ષિત, ડ્રોન તોડી પાડ્યા
ઈરાન પર ઇઝરાયલના મિસાઈલ હુમલાના સમાચારને ઈરાને ફગાવી દીધા છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર ઈરાનની સ્પેસ એજન્સીના પ્રવક્તા હુસૈન ડાલિરિયને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે ઈરાને ઇઝરાયલના અનેક ડ્રોન તોડી પાડ્યા છે.
હાલમાં કોઈપણ શહેરમાં મિસાઈલ હુમલાની કોઈ જાણકારી મળી રહી નથી. ઈરાનના સ્થાનિક મીડિયા તસ્નીમ ન્યૂઝે દાવો કર્યો છે કે ઈસ્ફહાન શહેરમાં ન્યુક્લિયર સાઈટ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
19 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાન પરના હુમલા વચ્ચે તેલના ભાવમાં ઉછાળો
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે તેલના ભાવમાં 4%નો વધારો થયો છે. યુએસ તેલના ભાવ 3.7% વધીને 85.80 ડોલર પ્રતિ બેરલ થયા છે.
31 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાનનો દાવો – ઈઝરાયલના ક્વોડકોપ્ટર્સ તોડી પાડ્યા
ઈરાનના પ્રેસ ટીવીએ દાવો કર્યો છે કે ઈરાની ડિફેન્સ સિસ્ટમે ઘણા ઈઝરાયલના ક્વોડકોપ્ટર્સને તોડી પાડ્યા છે.
33 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાનના સુપ્રીમ નેતા ખામેનીનો આજે જન્મદિવસ છે
ઇઝરાયલ તરફથી આ હવાઈ હુમલાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ઈરાનના સુપ્રીમ નેતા અયાતુલ્લા અલી ખામેની તેમનો 85મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ખામેની 1989થી ઈરાનના સુપ્રીમ નેતા છે.
ઈરાન દ્વારા 14 એપ્રિલના રોજ ઇઝરાયલ પરના હુમલા બાદ, ખામેનીએ તેમની સેના IRGCને ઓપરેશનની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે તેમણે ઈઝરાયલને ચેતવણી આપી હતી કે જો તે જવાબી હુમલો કરશે તો આ વખતે ઈરાન વધુ મોટો હુમલો કરશે.
36 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ
ઈરાન પર હુમલાના સમાચાર આવ્યા બાદ અલગ-અલગ પ્રાંતોમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. સીએનએનએ ઈરાનની IRNA ન્યૂઝ એજન્સીને ટાંકીને આ જાણકારી આપી છે.
37 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાનના એરપોર્ટ પર અનેક ફ્લાઈટ્સ રદ
ઈરાનના સરકારી મીડિયા મેહર ટીવી અનુસાર ઈરાનના ઘણા એરપોર્ટ પર ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. તેહરાન, ઇસ્ફહાન અને શિરાઝ એરપોર્ટ પરની સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.