ભુવનેશ્વર4 કલાક પેહલા
- કૉપી લિંક
નિર્ભય ક્રુઝ મિસાઈલમાં સ્વદેશી પ્રોપલ્શન સિસ્ટમ પણ છે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ ગુરુવારે (18 એપ્રિલ) ઓડિશામાં ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ચાંદીપુર ખાતે લાંબા અંતરની નિર્ભય ક્રૂઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સ્વદેશી ટેક્નોલોજી ક્રૂઝ મિસાઇલ (ITCM) ભારતીય બનાવટના માણિક ટર્બોફન એન્જિનથી સજ્જ છે. આ ઉપરાંત, તેમાં સ્વદેશી પ્રોપલ્શન સિસ્ટમ પણ છે.
DRDOએ કહ્યું કે પરીક્ષણ દરમિયાન, રેન્જ સેન્સર, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ અને ટેલિમેટ્રી દ્વારા મિસાઇલને ટ્રેક કરવામાં આવી હતી. આ મિસાઈલને બેંગલુરુમાં સ્થિત DRDOની લેબ એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) દ્વારા સ્વદેશી ટેક્નોલોજીથી વિકસાવવામાં આવી છે.
સેનામાં સામેલ થયા બાદ નિર્ભય મિસાઈલને ચીન અને પાકિસ્તાનની સરહદ પર તહેનાત કરી શકાય છે. સમગ્ર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત અનેક વિસ્તારોને આ મિસાઈલ આવરી લેશે.
સ્વદેશી પ્રોપલ્શન સિસ્ટમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું
DRDOએ કહ્યું કે આ સફળ પરીક્ષણે ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (GTRE), બેંગલુરુ દ્વારા તૈયાર કરાયેલ સ્વદેશી પ્રોપલ્શન સિસ્ટમનું પ્રદર્શન પણ સામે આવ્યું, જે શાનદાર રહ્યું હતું.
પરીક્ષણ દરમિયાન અપેક્ષા મુજબ મિસાઈલની તમામ સબ- સિસ્ટમે કામગીરી કરી હતી. મિસાઈલે વેપોઈન્ટ નેવિગેશનનો ઉપયોગ કરીને તેનો રસ્તો નક્કી કર્યો. IAF Su-30-Mk-I જેટ દ્વારા પણ મિસાઇલ પરીક્ષણને ટ્રેક કરવામાં આવ્યું હતું.
તેને સમુદ્ર અને જમીન બંને પરથી મિસાઈલ લોન્ચરથી ઝીંકી શકાય છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સેનામાં સામેલ થયા બાદ આ મિસાઇલોને ચીન સાથેની સરહદ પર તહેનાત કરવામાં આવશે. નિર્ભય 6 મીટર લાંબી અને 0.52 મીટર પહોળી છે. તેની પાંખોની કુલ લંબાઈ 2.7 મીટર છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે DRDOને અભિનંદન પાઠવ્યા
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ITCMના સફળ પરીક્ષણ માટે DRDOને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે સ્વદેશી પ્રોપલ્શન સિસ્ટમથી સજ્જ લાંબા અંતરની સબસોનિક ક્રૂઝ મિસાઈલનો વિકાસ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન માટે એક સીમાચિહ્નરૂપ છે.
સંરક્ષણ વિભાગના સંશોધન અને વિકાસ (R&D) સચિવ અને DRDO પ્રમુખ સમીર વી કામતે પણ સમગ્ર DRDO ટીમને અભિનંદન પાઠવ્યા છે.
આ સમાચાર પણ વાંચો
5000KM રેન્જ સાથે અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણઃ સમગ્ર ચીન અને અડધું યુરોપ આવરી લેશે; એકસાથે અનેક લક્ષ્યોને હિટ કરી શકે છે
અગ્નિ-5 એ એડવાન્સ્ડ MIRV મિસાઈલ છે. MIRV એટલે મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી-ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ.
ભારતે તેની પ્રથમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કર્યું છે. તેની રેન્જ 5000 કિમી છે. તે મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજીથી સજ્જ છે. એટલે કે તેને એકસાથે અનેક ટાર્ગેટ પર લોન્ચ કરી શકાય છે. તેનું પ્રથમ પરિક્ષણ એપ્રિલ 2012માં થયુ હતું, જ્યારે સોમવારનું પરિક્ષણ MIRV સાથે થયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સફળતા પર સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું – મિશન દિવ્યાસ્ત્ર માટે અમને અમારા વૈજ્ઞાનિકો પર ગર્વ છે.