18 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર અને પ્રોડ્યુસર અરબાઝ ખાને ઈટાલિયન મોડલ અને એક્ટ્રેસ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે બ્રેકઅપ કરી લીધું છે. બ્રેકઅપ બાદ જ્યોર્જિયાએ એક ઇન્ટરવ્યૂમાં અલગ થવાનું કારણ જણાવ્યું હતું. તેઓ માને છે કે તેમની પોતાની ઓળખ છે અને તે નથી ઈચ્છતી કે લોકો તેમને માત્ર અરબાઝની ગર્લફ્રેન્ડ તરીકે ઓળખે.
હાલમાં જ ઈ-ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ અરબાઝ સાથેના બ્રેકઅપ પર કહ્યું હતું કે, અમે બંને જાણતા હતા કે અમારે સાથે રહેવાનું નથી. 4 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા આ પછી તે સ્પષ્ટ છે કે હું તેમને મિસ કરું છું. અમે હજી પણ મિત્રો છીએ, પરંતુ હું તેમની સાથે ફરી ક્યારેય સંબંધ રાખવા ઇચ્છતી નથી. હું આ વાત એટલા માટે કરી રહી છું કારણ કે મારી પોતાની ઓળખ છે, હું નથી ઈચ્છતી કે લોકો મને અરબાઝની ગર્લફ્રેન્ડ તરીકે ઓળખે. હું હવે ઘણી સારી જગ્યાએ છું.
જ્યોર્જિયા અરબાઝ કરતા 22 વર્ષ નાની છે
જ્યોર્જિયાએ વધુમાં કહ્યું કે, અત્યારે અમે ઘણા સારા મિત્રો છીએ. અમે મિત્રો કરતાં વધુ હોવા છતાં અમે હંમેશા મજબૂત મિત્રતા શેર કરી છે. અમારી વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ હતો. અમારી સાથે ઘણી યાદગાર ક્ષણો છે. ખૂબ જ નજીક આવ્યા પછી મિત્રો બનવું ખૂબ જ પડકારજનક છે.
વાતચીત દરમિયાન જ્યોર્જિયાએ એમ પણ કહ્યું કે સંબંધમાં અટવાયેલા રહેવા કરતાં તેમાંથી બહાર નીકળવું વધુ સારું છે.
મલાઈકા અરોરા બ્રેકઅપનું કારણ નથી
થોડા દિવસો પહેલાં એવી ચર્ચા ચાલી રહી હતી કે જ્યોર્જિયાના બ્રેકઅપનું કારણ મલાઈકા અરોરા અને અરબાઝની મિત્રતા હતી, જો કે થોડા સમય પહેલાં પિંકવિલાને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે આ અફવાઓને પાયાવિહોણી ગણાવી હતી. તેમણે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, છૂટાછેડા પછી અરબાઝ અને મલાઈકાના બોન્ડની અમારા સંબંધો પર કોઈ અસર થઈ નથી. મલાઈકા સાથે તેમનો જે સંબંધ હતો તે મારા સંબંધમાં આડે આવ્યો ન હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યોર્જિયા અને અરબાઝ ખાન છેલ્લાં 4 વર્ષથી રિલેશનશિપમાં છે. બંનેની ઉંમરમાં 22 વર્ષનો તફાવત હતો, જ્યાં અરબાઝની ઉંમર 56 વર્ષ છે જ્યારે જ્યોર્જિયા માત્ર 34 વર્ષની છે. આ દિવસોમાં અરબાઝ ખાન તેના ભાઈ સોહેલ સાથે ‘બિગ બોસ 17’ હોસ્ટ કરતો જોવા મળે છે.