મહેસાણાએક મિનિટ પેહલા
- કૉપી લિંક
- જંત્રાલ-રાધુપુરા એપ્રોચ રોડમાં સંપાદિત જમીનનું વળતર હુકમના ચાર વર્ષ પછી પણ નહીં ચૂકવતાં વિજાપુર કોર્ટે જપ્તી વોરંટ કાઢ્યું
- 60 દિવસમાં વળતર ચૂકવવાની લેખિત બાંહેધરી આપી છતાં મહેસાણા જિલ્લા પંચાયતમાં આવેલી માર્ગ અને મકાન વિભાગની કાર્યપાલક ઇજનેરની કચેરી સીલ કરાઈ
વર્ષ 2008માં વિજાપુર તાલુકાના જંત્રાલથી રાધુપુરા એપ્રોચ રોડ બનાવવા રાજ્ય સરકારે સંપાદન કરેલી જમીનનું રૂ.73 લાખનું વળતર ખેડૂતને નહીં ચૂકવાતાં બુધવારે જપ્તી વોરંટ લઈને આવેલી કોર્ટની ટીમે મહેસાણા માર્ગ-મકાન વિભાગની કચેરીને સીલ મારી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, 10 મહિના પૂર્વે આવા જ એક વળતરના મામલામાં કોર્ટે બાંધકામ વિભાગની વિવિધ વસ્તુઓને એક ઓફિસમાં મૂકી સીલ માર્યું હતું, જે હજુ સુધી ખૂલ્યું નથી.
જંત્રાલથી રાધુપુરા એપ્રોચ રોડ બનાવવા વર્ષ 2008માં સરકાર