નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
- ભારતન મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે આત્મનિર્ભરના માર્ગે, આયાત ઘટી
ભારત હેલ્થ સેક્ટરમાં પણ ઝડપભેર આગળ વધી રહ્યું છે. દેશમાં મેડિકલ ડિવાઇસ સેક્ટર આયાત પર નિર્ભર હતું પરંતુ કોરોના મહામારી બાદ આ સેગમેન્ટમાં મજબૂત ગ્રોથના કારણે આત્મનિર્ભરના માર્ગે આગળ વધી રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં મેડિકલ ડિવાઇસની થઇ રહેલી આયાતમાં સરેરાશ 25-30 ટકાનો ઘટાડો આવ્યો છે અને ભારતીય મેડિકલ ડિવાઇસીસનું માર્કેટ 16.4%ના સીએજીઆર સાથે 2030 સુધીમાં 50 અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. તેની પાછળનું મુખ્ય કારણ ગ્લોબલ મેડિકલ ડિવાઇસીસ સેક્ટરને પુનઃ આકાર આપતા પરિવર્તનશીલ પ્રવાહો વચ્ચે, ભારત પોતે એક નિર્ણાયક તબક્કા પર છે જે અભૂતપૂર્વ વૃદ્ધિ માટે સજ્જ છે. નેશનલ મેડિકલ ડિવાઈસીસ પોલિસી (એનએમડીપી) 2023થી ઝડપી વેગ મળી રહ્યો છે.
ભારતે નાણાંકીય વર્ષ 2021-22માં 2.9 બિલિયન યુએસ ડોલર મૂલ્યની મેડિકલ ડિવાઇસીસની નિકાસ કરી હતી, જે 2020-21ની સરખામણીમાં 15.47 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ વૃદ્ધિ દર વર્ષ 2019-20 પર વર્ષ 2020-21ની સરખામણીમાં 5 ટકા વધુ છે તેમ મેરિલ લાઇફના સીઇઓ વિવેક શાહે જણાવ્યું હતું કે ઇનોવેટિવ ડ્રાઇવના પરિણામ તરીકે, અમારી પ્રોડક્ટ રેન્જમાં વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન ડિવાઇસ, ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટ્સ, ઇન-વિટ્રો ડાયગ્નોસ્ટિક્સ, સર્જિકલ ડિવાઇસ, ઇએનટી પ્રોડક્ટ્સ અને રોબોટિક્સનો સમાવેશ થાય છે. પ્રોડક્ટ રેન્જમાં USFDA, ISO અને CE સર્ટિફિકેશન્સ અને એક્રેડિશન્સનો સમાવેશ થાય છે.
ઇનોવેશન, પેટન્ટ પ્રોડક્ટ, સ્કિલ મેનપાવરથી ગ્રોથ
મેડિકલ ડિવાઇસ સેક્ટરમાં સતત ઇનોવેશન થઇ રહ્યાં છે. દેશની મોટાભાગની કંપનીઓ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ સૌથી વધુ ખર્ચ કરી રહી છે તેમજ મોટાભાગની પ્રોડક્ટ પેટન્ટ કરાવી રહ્યાં છે. મેરિલ લાઇફ પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવા માટે આગામી નવા પ્લાન્ટની શરૂઆત કરશે. કંપની મોટાભાગની પ્રોડક્ટની 50 ટકા નિકાસ કરી રહી છે.