27 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે મનોજ બાજપેયીનો 55મો જન્મદિવસ છે. બિહારના એક નાના ગામમાં જન્મેલા મનોજનું પહેલું સપનું એક્ટર બનવાનું હતું. આ માટે તેમને શરૂઆતથી જ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. NSD માટે દિલ્હી પહોંચવા માટે તેમણે જુઠ્ઠાણાંનો સહારો પણ લીધો હતો. તેમણે તેમના માતા-પિતાને કહ્યું હતું કે તે IASની તૈયારી માટે દિલ્હી જઈ રહ્યો છે. ઘણા બધા અવરોધોને તોડીને મનોજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
10 કિસ્સાઓથી જાણો ધ મનોજ બાજપેયી બનવાની વાર્તા…
કિસ્સો 1- કોલ્ડ ડ્રિંક પીવા માટે પૈસા ભેગા કરતા હતા
મનોજ બાજપેયીનો જન્મ 23 એપ્રિલ 1969ના રોજ બિહારના બેલવામાં થયો હતો. તે 5 ભાઈ-બહેનોમાં બીજા નંબરે હતા. મનોજના પિતા ખેડૂત હતા. આવી સ્થિતિમાં પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. મનોજને નાનપણથી જ ઠંડા પીણા અને કબાબ પસંદ હતા, પરંતુ તેની પાસે આ બધું ખાવા માટે પૂરતા પૈસા નહોતા.
ઠંડા પીણાની દુકાન કે કબાબની દુકાન પાસેથી પસાર થતી વખતે તે આ વસ્તુઓ જોતા રહેતા હતા. તેઓએ મનમાં વિચાર્યું કે એકવાર તેઓ થોડા પૈસા ભેગા કરી લેશે તો તેઓ આ બંને વસ્તુઓનો આનંદ માણશે. પછી જ્યારે પણ તેની પાસે પૈસા હોય, ત્યારે તે સૌથી પહેલા કોલ્ડ ડ્રિંક્સ પીતા અને બાકીના પૈસાથી કબાબ ખાતા.
પિતા અને માતા સાથે મનોજ બાજપેયી. મનોજના પિતા વ્યવસાયે ખેડૂત હતા, જ્યારે તેમની માતા ગૃહિણી હતાં
કિસ્સો 2- પિતા ડોક્ટર બનાવવા માગતા હતા, તેમને 7 વર્ષની ઉંમરે હોસ્ટેલમાં મોકલી દેવામાં આવ્યા હતા
પિતા ખેડૂત હતા. પરિણામે મનોજને ખેતર ખેડવાથી માંડીને રોપણી સુધીનું કામ પણ કરવું પડ્યું. જો કે, પિતા ક્યારેય ઇચ્છતા ન હતા કે તેમના બાળકો ખેતી કરે. કમાણી ઓછી હતી, પણ તેમણે બધાં બાળકોને સારી રીતે ભણાવ્યાં. પિતા ઈચ્છતા હતા કે મનોજ ડોક્ટર બને. તેમની ઈચ્છા પાછળનું કારણ એ હતું કે તે પોતે પણ ડોક્ટર બનવા માગતા હતા, પરંતુ 5 લાખ રૂપિયા ન હોવાના કારણે તેમનું સપનું પૂરું થયું ન હતું. આ જ કારણ હતું કે 7 વર્ષના મનોજને હોસ્ટેલમાં મોકલવામાં આવ્યા હતા.
મનોજે ‘અનુપમ ખેર શો’માં ખુલાસો કર્યો હતો કે, આ બાબત માટે તેને હજુ પણ તેના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ છે. તેમણે કહ્યું હતું, ‘આજે પણ હું મારા માતા-પિતાને કહું છું કે, આટલી નાની ઉંમરમાં મને હોસ્ટેલમાં ન મોકલવો જોઈતો હતો. ત્યાંના તમામ મોટા બાળકો મને ખૂબ ચીડવતા હતા.’
કિસ્સો 3- ધોરણ-5થી જ NSDમાં જવાનું નક્કી કરી લીધું હતું
પિતાએ વિચાર્યું હતું કે, તેમનો દીકરો ડૉક્ટર બનશે, પરંતુ મનોજના મનમાં ક્યારેય એક્ટિંગ સિવાય બીજું કંઈ નહોતું. પરિવારમાંથી કોઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલું નહોતું, પરંતુ મનોજના માતા-પિતાને ફિલ્મો જોવાનો ઘણો શોખ હતો. બાળપણમાં મનોજે માતા-પિતા સાથે 6-7 વખત ‘જય સંતોષી મા’ જેવી ફિલ્મો પણ જોઈ હતી. વધતી જતી ઉંમર સાથે મનોજનો અભિનય પ્રત્યેનો જુસ્સો વધતો ગયો, પરંતુ ભવિષ્યમાં શું કરવું તેની તેને ખબર નહોતી. 5મા ધોરણની આસપાસ, તેણે રાજ બબ્બર, ઓમપુરી અને નસીરુદ્દીન શાહના ઇન્ટરવ્યૂ વાંચ્યા. આ ત્રણેયએ લાઈફ જર્નીના આ ઈન્ટરવ્યૂમાં NSD વિશે જણાવ્યું હતું.
આ વાંચીને મનોજને ખબર પડી કે, ગ્રેજ્યુએશન પછી તે એક્ટિંગનો અભ્યાસ કરવા NSD જઈ શકે છે. તે જ ક્ષણે તેમણે નક્કી કર્યું કે ભવિષ્યમાં તે NSDમાં જ એક્ટિંગનો અભ્યાસ કરશે.
કિસ્સો 4- IAS બનવા વિશે પરિવાર સાથે ખોટું બોલીને દિલ્હી ગયા
12મું પાસ કર્યા બાદ મનોજ દિલ્હી ગયા હતા, પરંતુ તે ખોટું બોલીને અહીં પહોંચ્યા હતા. મનોજના માતા-પિતા તેમને એ વાત સાથે દિલ્હી મોકલતા તૈયાર નહોતા કે તે અભિનેતા બનવા જાય. આવી સ્થિતિમાં તેમણે પિતાને કહ્યું, ‘હું ડોક્ટર તો નહીં બની શકું, પરંતુ હું IAS ચોક્કસ બનીશ અને તેની તૈયારી માટે મારે દિલ્હી જવું પડશે.’
આ સાંભળીને તેમના પરિવારે તેમને દિલ્હી મોકલી દીધા. દિલ્હીમાં 2-3 વર્ષ વિતાવ્યા પછી મનોજે તેમના પરિવારને સાચું કહી દેવાનું વિચાર્યું. તેમણે તેમના પિતાને પત્ર લખીને જણાવ્યું કે તે અભિનેતા બનવા દિલ્હી આવ્યા છે. જોકે, પિતાએ મનોજને જે જવાબ આપ્યો તે ખૂબ જ રમૂજી હતો. તેમણે લખ્યું, ‘પ્રિય પુત્ર મનોજ. હું તારો પિતા છું. હું જાણું છું કે તમે અભિનેતા બનવાનું નક્કી કર્યું છે.’ આ વાંચીને મનોજ હસવા લાગ્યા હતા.

આ તસવીર એ સમયની છે જ્યારે મનોજ બાજપેયી દિલ્હીના મંડી હાઉસમાં થિયેટર કરતા હતા
કિસ્સો 5- મિત્રોને ડર હતો કે NSDમાં એડમિશન ન મળતાં મનોજ આત્મહત્યા કરી લેશે
મનોજે ગ્રેજ્યુએશન માટે દિલ્હી યુનિવર્સિટીમાં એડમિશન લીધું અને સાથે સાથે સ્ટ્રીટ થિયેટર કરવાનું શરૂ કર્યું. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી, જ્યારે તેમણે પહેલીવાર NSDની પરીક્ષા આપી ત્યારે તે નાપાસ થયા. આનાથી તે નિરાશ થઈ ગયા. રડવાને કારણે તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેમણે જીવવાની આશા પણ ગુમાવી દીધી હતી. તેમની હાલત જોઈને તેના મિત્રોને ડર લાગ્યા કે તે પોતાની સાથે કંઈક ખોટું કરશે. આ કારણથી તેમની સાથે કોઈ ને કોઈ મિત્ર હંમેશા હાજર રહેતો હતો.
આ આઘાત માંથી બહાર આવીને તેમણે ફરી એનએસડીની પરીક્ષા આપી, ફરી પણ નાપાસ થયા. ત્યાર બાદ મનોજ બેરી જ્હોનની એક્ટિંગ સ્કૂલમાં જોડાઈ ગયા. જ્યાં તેમણે એક્ટિંગ શીખવાની સાથે 1500 રૂપિયાની ફી લઈને બાળકોને એક્ટિંગ પણ શીખવી. બેરી જ્હોન પાસેથી અભિનયની યુક્તિઓ શીખ્યા પછી, તેમણે ત્રીજી વખત NSD પરીક્ષા આપી. આ વખતે ત્યાંના પ્રોફેસરે કહ્યું, ‘અમે તમને વિદ્યાર્થી તરીકે ન લઈ શકીએ, પરંતુ જો તમે ઈચ્છો તો તમે અહીં શિક્ષક તરીકે કામ કરી શકો છો.’

કિસ્સો 6- નસીબથી પહેલી ફિલ્મ બેન્ડિટ ક્વીન મળી
એક દિવસ મનોજ રિહર્સલ કરી રહ્યા હતા ત્યારે તિગ્માંશુ ધુલિયા તેમની પાસે આવ્યા. તેમણે મનોજને કહ્યું,’ શેખર કપૂર તમને એક ફિલ્મના સંબંધમાં મળવા માગે છે.’ મનોજ આ સાંભળીને ચોંકી ગયા અને બોલ્યા, ‘ભાઈ મજાક ન કરો, આમ પણ મારો સમય સારો નથી ચાલી રહ્યો.’ આના પર તિગ્માંશુએ કહ્યું, ‘હું સાચું કહું છું. તેમણે તમારો ફોટો જોયો છે અને ફિલ્મ બેન્ડિટ ક્વીનના સંબંધમાં તે તમને મળવા માગે છે.’
આ સાંભળીને મનોજ શેખર કપૂરને મળવા ગયા. મીટિંગ પછી, તેમને ફિલ્મમાં વિક્રમ મલ્લાહની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય પછી આ રોલ નિર્મલ પાંડે પાસે ગયો. આ જોઈને ફરી એકવાર મનોજનું દિલ તૂટી ગયું. આ ઘટનાને થોડા દિવસો જ થયા હતા. તે કોલકાતામાં શૂટિંગ કરી રહ્યા હતા. પછી તેમને તિગ્માંશુનો ફોન આવ્યો, ‘તમે જલદી દિલ્હી આવો. નસીર સાહેબે માનસિંહનું પાત્ર ભજવવાની ના પાડી દીધી છે. શેખર કપૂર તેમની જગ્યાએ તમને આ રોલમાં કાસ્ટ કરવા માગે છે.’ આ સાંભળીને મનોજ ખૂબ જ ખુશ થઈ ગયા અને આ રીતે તે ફિલ્મ બેન્ડિટ ક્વીનનો ભાગ બન્યા.’
કિસ્સો 7- મુંબઈમાં એક ચાલીમાં રહેવું પડ્યું, ખાવાના પણ પૈસા નહોતા
આ ફિલ્મ માટે મનોજને 50 હજાર રૂપિયા મળ્યા હતા. જેની મદદથી તે સૌરભ શુક્લા અને અન્ય સાથીદારો સાથે મુંબઈ પહોંચ્યા હતા. અહીં તે સાત મિત્રો સાથે ચાલીમાં રહેતા હતા. 1993 થી 1997 સુધી, તેમણે આ વર્ષો વિવિધ રીતે વિતાવ્યા. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ સમયગાળો તેના જીવનનો સૌથી ખરાબ સમય હતો. રહેવા માટે યોગ્ય જગ્યા ન હતી અને ખાવા માટે પૈસા નહોતા. આખો દિવસ રૂમમાં એકલા પડ્યા રહેતા. આખો દિવસ મોટા દિગ્દર્શકો અને નિર્માતાઓની ઓફિસની મુલાકાત લેવામાં પસાર થતો. આ દરમિયાન તેમને કોઈ મોટા પ્રોજેક્ટમાં કામ પણ નહોતું મળતું.
કિસ્સો 8- મહેશ ભટ્ટે ઈન્ડસ્ટ્રી છોડતાં રોક્યા
મનોજને ઘણી મુશ્કેલીથી ટીવી શો ‘સ્વાભિમાન’માં કામ મળ્યું. અહીં તેમને રોજના 1500 રૂપિયા મળતા હતા. અગાઉ તેમનો માત્ર 10 એપિસોડ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ પછી પણ મનોજને મોટા પડદા પર કામ કરવાની ઈચ્છા હતી. સંઘર્ષને કારણે તે દિનપ્રતિદિન નબળા પડી રહ્યા હતા. પરિણામે તેમણે ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો હતો.
આ દરમિયાન મહેશ ભટ્ટે ‘સ્વાભિમાન’ શોમાં તેમનું કામ જોયું. તે મનોજના કામથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તે મનોજને મળ્યા. વાતચીત દરમિયાન તેમને ખબર પડી કે મનોજ ઈન્ડસ્ટ્રી છોડવા માગે છે. આના પર તેમણે કહ્યું, ‘તમે થોડી રાહ જુઓ. તમે એક મહાન અભિનેતા છો, આ શહેર અને સિનેમા માટે તમે બન્યા છો. ટૂંક સમયમાં તમારો સંઘર્ષ સમાપ્ત થશે.’
કિસ્સો 9- સત્યા માટે રામ ગોપાલ વર્મા 5 વર્ષથી મનોજને શોધી રહ્યા હતા
મહેશ ભટ્ટે જે કહ્યું તે થોડા સમય પછી સાચું સાબિત થયું. ટૂંક સમયમાં મનોજને ફિલ્મ ‘રન’માં કામ મળી ગયું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમની મુલાકાત રામ ગોપાલ વર્મા સાથે થઈ હતી. જ્યારે તેમને ખબર પડી કે મનોજે ફિલ્મ બેન્ડિટ ક્વીનમાં માનસિંહની ભૂમિકા ભજવી છે, ત્યારે તે ખુરશી પરથી ઊભા થઈ ગયા. મનોજને કહ્યું- ‘તમે આટલા દિવસો ક્યાં હતા. હું તમને છેલ્લા 5 વર્ષથી શોધી રહ્યો છું. હું તમારી સાથે ફિલ્મ બનાવવા માંગુ છું.’ આ મીટિંગ પછી જ મનોજ રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘સત્યા’નો ભાગ બન્યા હતા. આ ફિલ્મને કારણે તેની કારકિર્દીમાં એક વળાંક આવ્યો.

મનોજે ‘સત્યા’ ફિલ્મમાં ભીખુ મ્હાત્રેની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું નિર્દેશન રામ ગોપાલ વર્માએ કર્યું હતું. આ ફિલ્મને 6 ફિલ્મફેર એવોર્ડ અને 1 નેશનલ એવોર્ડ મળ્યો હતો
કિસ્સો 10- ‘સત્યા’ પછી પણ 7 વર્ષ સુધી સંઘર્ષ કર્યો, ફિલ્મી ‘રાજનીતિ’ પછી કરિયર ફરી પાટા પર ચઢી
’સત્યા’ પછી, 1999 થી 2003 સુધી, મનોજને ફિલ્મોમાં સારી ભૂમિકાઓ મળી, પરંતુ તે પછી તેણે ફરીથી સારા રોલ માટે સંઘર્ષ કરવાનું શરૂ કર્યું. આ સંઘર્ષ 7 વર્ષ સુધી ચાલ્યો. 2003 થી 2010 સુધી તે સારી ભૂમિકાઓ શોધતો રહ્યો. એવું નથી કે આ સમયગાળા દરમિયાન તેમને કામ ન મળ્યું, તેને કામ મળ્યું પણ તે તેની પસંદગીનું ન હતું. આટલા લાંબા સંઘર્ષ પછી, ફિલ્મ ‘રાજનીતિ’ દ્વારા તેમની કારકિર્દી પાછી પાટા પર આવી ગઈ. ત્યારબાદ 2012માં ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ફિલ્મ રીલિઝ થઈ, જેણે મનોજને રાતોરાત સ્ટાર બનાવી દીધો.

પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રાજનીતિ’માં મનોજે વીરેન્દ્ર પ્રતાપની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં અજય દેવગન, અર્જુન રામપાલ, કેટરીના કૈફ અને રણબીર કપૂર જેવા કલાકારો પણ હતા. 45 કરોડમાં બનેલી આ ફિલ્મે 145.50 કરોડનું કલેક્શન કર્યું હતું
2010 પછી, 2022 એ એકમાત્ર વર્ષ હતું જેમાં મનોજની કોઈ ફિલ્મ રિલીઝ થઈ ન હતી. તે ‘સ્પેશિયલ 26’, ‘શૂટઆઉટ એટ વડાલા’, ‘સત્યાગ્રહ’, ‘તલવાર’, ‘બાગી 2’, ‘સત્યમેવ જયતે’ જેવી ઉત્તમ ફિલ્મોનો ભાગ હતા. 2019 થી 2023 સુધીમાં મનોજની કુલ 8 ફિલ્મો રિલીઝ થઈ છે. જેમાંથી માત્ર 3 ફિલ્મો ‘સોનચિરિયા’, ‘સૂરજ પર મંગલ ભારી’ અને ‘જોરમ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અન્ય તમામ ફિલ્મો OTT પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. તેમની 7 વેબ સિરીઝ પણ OTT પર આવી છે.

હવે વાત કરીએ મનોજ બાજપેયીની લવ સ્ટોરી વિશે…
બે વાર લગ્ન કર્યા, પ્રથમ લગ્ન માત્ર 2 મહિના ચાલ્યા
મનોજના પહેલા લગ્ન દિલ્હીની એક યુવતી સાથે થયા હતા. જ્યારે તે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે તેમણે આ લગ્ન કર્યા હતા. જોકે, આ લગ્ન 2 મહિનામાં જ તૂટી ગયા હતા. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મનોજ સંઘર્ષ કરી રહ્યા હતા, જેના કારણે તેમના લગ્ન તૂટી ગયા, પરંતુ તેમણે પોતાની કારકિર્દીને અસર થવા ન દીધી અને સંઘર્ષ ચાલુ રાખ્યો. ફિલ્મી દુનિયામાં પ્રવેશ્યા પછી તેમની મુલાકાત અભિનેત્રી નેહા સાથે થઈ, જેનું સાચું નામ શબાના રઝા છે. મનોજે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમણે શબાનાને પહેલીવાર હંસલ મહેતાની પાર્ટીમાં જોઈ હતી. શબાનાને જોતાં જ તેમને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો.

પત્ની શબાના અને પુત્રી સાથે મનોજ બાજપેયી. મનોજે 2006માં શબાના સાથે લગ્ન કર્યા હતા. તેમણે બરખા દત્તને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેના પરિવારના સભ્યો તેના મુસ્લિમ યુવતી સાથેના લગ્નથી નારાજ ન હતા
શબાનાની જે વાત તેમને સૌથી વધુ આકર્ષી ગઈ હતી તે માત્ર એ હતી કે, તે વાળમાં તેલ લગાવીને પાર્ટીમાં પહોંચતી હતી. એવી ઈન્ડસ્ટ્રી કે જ્યાં લોકો પોતાના લુકને લઈને ખૂબ જ અચકાતા હોય છે, ત્યારે શબાનાએ તેનાથી વિપરીત કર્યું. મનોજ આ જોઈને ખૂબ જ પ્રભાવિત થયો. પછી આ પાર્ટી પછી પણ મનોજ અને શબાના ઘણી વાર મળ્યા. મિત્રતાના થોડા સમય બાદ બંને રિલેશનશિપમાં આવ્યા અને લગભગ 7 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા.