11 મિનિટ પેહલા
- કૉપી લિંક
સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે ગ્લોબલ લેવલ ઉપર રૂ. 757.73 કરોડ અને ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 458.12 કરોડની કમાણી કરી છે.
રણબીર કપૂર, બોબી દેઓલ અને અનિલ કપૂર સિવાય ફિલ્મમાં અન્ય ઘણા સહ કલાકારોની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે.
ફિલ્મના લુક ટેસ્ટનો આ ફોટો સૌરભે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.
ફિલ્મમાં સૌરભે આબિદનો રોલ કર્યો હતો
એ જ રીતે ફિલ્મમાં બોબી દેઓલના ભાઈની ભૂમિકા ભજવનાર અભિનેતા સૌરભ સચદેવા પણ ચર્ચામાં છે. ફિલ્મમાં સૌરભે અબરાર રોલ નિભાવી રહેલા બોબીના ભાઈ આબિદ ઉલ હકની ભૂમિકા ભજવી હતી.
બોબી દેઓલ અને અનિલ કપૂર સાથે સૌરભ સચદેવા
સૌરભ 11 વર્ષ સુધી એક્ટિંગ કોચ હતો
બહુ ઓછા લોકો જાણે છે કે સૌરભ દાયકાઓથી એક્ટિંગ કોચ પણ છે. સૌરભ 2001માં ઉત્તરાખંડમાં બેરી જ્હોનની ઇમેજિયો એક્ટિંગ સ્કૂલમાં જોડાયો. એક વર્ષ પછી તેમણે ત્યાં ભણાવવાનું શરૂ કર્યું.
આ પછી, 2005 માં તેઓ મુંબઈની બેરી જોન એક્ટિંગ સ્કૂલમાં આવ્યો અને ત્યાં 11 વર્ષ સુધી એક્ટિંગ કોચ રહ્યો હતો.
ફિલ્મમાં ઝોયાનું પાત્ર ભજવતી અભિનેત્રી તૃપ્તિ ડિમરીને પણ સૌરભે એક્ટિંગ શીખવી છે
સૌરભે ‘એનિમલ’ ફેમ તૃપ્તિ ડિમરીને પણ એક્ટિંગ શીખવી
સૌરભે વરુણ ધવન, જેકલીન ફર્નાન્ડીઝ, વાણી કપૂર, અર્જુન કપૂર, રિચા ચઢ્ઢા, કુબરા સૈત, દુલકર સલમાન, અવિનાશ તિવારી જેવા કલાકારોને એક્ટિંગ કોચિંગ આપ્યું હતું. એટલું જ નહીં, ફિલ્મ ‘એનિમલ’માં જોવા મળેલી તૃપ્તિ ડિમરીએ એક સમયે સૌરભ પાસેથી એક્ટિંગ પણ શીખી હતી.
‘એનિમલ’ પહેલાં સૌરભ મનમર્ઝિયા, લાલ કપ્તાન અને હાઉસફુલ 4 જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. આ સિવાય તેમણે ‘સેક્રેડ ગેમ્સ’,’કાલા’ અને ‘બોમ્બે મેરી જાન’ જેવી વેબ સિરીઝ પણ કરી છે.
સૌરભે વેબ સિરીઝ ‘બોમ્બે મેરી જાન’માં મહત્વની ભૂમિકા ભજવી હતી