46 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’નો નવો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ વખતે શોમાં આમિર ખાન ગેસ્ટ તરીકે જોવા મળશે. આમિર પહેલીવાર કપિલ શર્માના શોમાં આવ્યો છે. કપિલનું સપનું હતું કે આમિર તેના શોનો ભાગ બને.
નવા એપિસોડના પ્રોમોમાં કપિલ આમિરનું સ્વાગત કરતો જોવા મળે છે. કપિલે કહ્યું, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તમે અમારા શોમાં આવશો’. આ પછી પીકેના લૂકમાં સજ્જ સુનીલ ગ્રોવરે કહ્યું- ના, ના, તમે 1500 રૂપિયા આપ્યા હોત તો અમે આવી ગયા હોત. તેમની સાથે સહમત થતા આમિર ખાને પણ કહ્યું- હા, હા, અમે 1500માં આવ્યા હોત.
‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની ટીમ સાથે આમિર ખાન.
આગળની ક્લિપમાં આમિર કહે છે, જો હું દિલથી કહું તો મારા બાળકો મારી વાત બિલકુલ સાંભળતા નથી. હું આજે આ પહેરીને આવ્યો છું, આના પર પણ લાંબી ચર્ચા થઈ હતી. જજ બનેલી અર્ચના પુરણ સિંહે કહ્યું કે તમે ખૂબ સારા દેખાઈ રહ્યા છો. અર્ચનાની કમેન્ટ પર આમિર હસ્યો અને કહ્યું- પણ, હું શોર્ટ્સમાં આવવાનો હતો, તેણે મને જીન્સ પહેરવાનું કહ્યું.
કપિલે પૂછ્યું, શું તમે એવી કોઈ ફિલ્મ બનાવી છે જે સારું ના કરી શકી? તો આના પર આમિરે કહ્યું કે તાજેતરમાં રિલીઝ થયેલી મારી છેલ્લી બે ફિલ્મો સારી રહી નથી. કપિલે તેને જવાબ આપતા કહ્યું કે તમારી જે ફિલ્મો નથી ચાલતી તે પણ સારો બિઝનેસ કરે છે.
આમિર એવોર્ડ લેવા કેમ નથી જતો?
અર્ચના પુરણ સિંહે આમિરને પૂછ્યું કે તે એવોર્ડ લેવા કેમ નથી જતો. આના જવાબમાં આમિરે કહ્યું, ‘કારણ કે સમય ઘણો કિંમતી છે, મને લાગે છે કે સમયનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થવો જોઈએ’. તેની વાત સાંભળીને બધા હસવા લાગે છે.
આ પછી, આમિર ખાનની ફિલ્મ ‘પીકે’ના રેડિયો સીન પર મજાક કરતા કપિલે કહ્યું – જો તમે પીકેમાં જે રેડિયો રાખ્યો હતો તે અહીં-ત્યાં થોડો ખસ્યો હોત તો તમને નથી લાગતું કે બધું ત્યાં જ બ્રોડકાસ્ટ ત્યાંજ થઇ ગયું હોત. તેના પર આમિરે કહ્યું- તે સીન દરમિયાન અમારે ચાલવું પડ્યું ત્યાં સુધી સારું હતું. જ્યાં ભાગદોડનો સીન હતો…આમિરે આટલું બોલતા જ બધા જોર જોરથી હસવા લાગ્યા.
પ્રોમોમાં કપિલે આમિરને છેલ્લો સવાલ પૂછ્યો, શું તમને નથી લાગતું, હવે તમારે પણ સેટલ થવું જોઈએ? આ અંગે આમિર ખાનની પ્રતિક્રિયા જોવા જેવી છે. આ એપિસોડ શનિવારે રાત્રે 8 વાગ્યે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.