નવી દિલ્હી10 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના સાંસદોને હોબાળો ન કરવા જણાવ્યું હતું. રક્ષા મંત્રીએ કહ્યું કે લોકોને સંસદમાં પ્રવેશવા માટેના પાસ આપતી વખતે આપણે સતર્ક રહેવું પડશે.
ગુરુવાર (14 ડિસેમ્બર) સંસદના શિયાળુ સત્રનો નવમો દિવસ છે. સવારે 11 વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થતાં જ બંને ગૃહમાં વિપક્ષના સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂક મામલે હોબાળો મચાવ્યો હતો. રાજ્યસભામાં ટીએમસીના સાંસદો વેલમાં આવી ગયા, જેનાથી સ્પીકર જગદીપ ધનખડ નારાજ થયા. સૂત્રોચ્ચાર વચ્ચે રાજ્યસભા 12 વાગ્યા સુધી અને લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
લોકસભામાં વિપક્ષના સૂત્રોચ્ચારથી નારાજ સ્પીકર ઓમ બિરલાએ બધાને શાંતિ જાળવવા કહ્યું. તેમણે કહ્યું કે ગઈકાલે બનેલી ઘટનાથી દરેક ચિંતિત છે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને તેની ચર્ચા કરવામાં આવશે. તેમણે દરેકને ખાતરી આપી હતી કે લોકસભાના અધ્યક્ષ તરીકે દરેકની સુરક્ષા કરવાની જવાબદારી મારી છે.
લોકસભામાં આજે ત્રણ નવા ક્રિમિનલ બિલ પર ચર્ચા થવાની છે. આ અંગે શુક્રવાર 15મી ડિસેમ્બરે મતદાન થશે. ગૃહ પ્રધાન અમિત શાહે 11 ડિસેમ્બરે ત્રણેય જૂના ફોજદારી બિલો પાછા ખેંચી લીધા હતા અને રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે જૂના બિલના 5 સેક્શનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મોટાભાગના સુધારા વ્યાકરણ અને ભાષા સાથે સંબંધિત છે. સ્પીકર ઓમ બિરલાએ ત્રણેય બિલ પર ચર્ચા કરવા માટે કુલ 12 કલાકનો સમય આપ્યો છે.

લોકસભામાં યુવક ઘુસી આવ્યો હતો, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
રક્ષા મંત્રીએ કહ્યું- કોને પાસ આપીએ છીએ, તેનું ધ્યાન રાખવું પડશે
રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે ગઈકાલની ઘટનાની બધાએ નિંદા કરી છે. સ્પીકરે આ બાબતની નોંધ લીધી છે. અમારે ધ્યાન રાખવું પડશે કે આપણે સંસદમાં પ્રવેશવા માટે કોને પાસ આપીએ છીએ, તેનું ધ્યાન રાખવું પડશે. સાંસદોએ એવા લોકોને પાસ ન આપવા જે અરાજકતાનું વાતાવરણ સર્જી શકે. ભવિષ્યમાં તમામ સાવચેતી રાખવામાં આવશે.
રાજ્યસભામાં પણ અધ્યક્ષે ટીએમસી સાંસદને રાજ્યસભામાંથી હાંકી કાઢ્યા હતા
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ ડેરેક ઓ’બ્રાયનની ગૃહમાં વેલમાં આવવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. જ્યારે તેઓ સંમત ન થયા તો અધ્યક્ષે તેમને બહાર જવા કહ્યું. અધ્યક્ષે કહ્યું કે તમારું વર્તન જોઈ મારું માથું શરમથી ઝૂકી જાય છે. આ પછી તેમણે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.
વિરોધ પક્ષો રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગશે
આ તરફ, 13 ડિસેમ્બરે, ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સંસદમાં સુરક્ષામાં ચૂક મામલે રાષ્ટ્રપતિને મળશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં બેઠક બાદ વિરોધ પક્ષના નેતાઓ રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગશે. વિપક્ષી પાર્ટીઓ પણ આ મુદ્દે બંને ગૃહોમાં અમિત શાહના નિવેદનની માંગ કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં વિરોધ પક્ષના નેતાઓએ બેઠક કરી હતી.
સુરક્ષામાં ખામીના મુદ્દે કોંગ્રેસે કેન્દ્રનો ઘેરાવ કર્યો
મંગળવારે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસેથી સંસદની સુરક્ષામાં ચૂક અંગે જવાબ માંગ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું- આ માત્ર લોકસભા અને રાજ્યસભાનો પ્રશ્ન નથી. સવાલ એ છે કે આટલી કડક સુરક્ષા હોવા છતાં બે લોકો અંદર આવીને સુરક્ષાનો ભંગ કેવી રીતે કર્યો.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સાંજે 4 વાગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ સંસદની સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તપાસની માંગ કરી હતી.