નવી દિલ્હી45 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ સપ્તાહ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઈટ અનુસાર, બુલિયન માર્કેટમાં આ સપ્તાહની શરૂઆતમાં એટલે કે 22 એપ્રિલે સોનું 73,161 પર હતું, જે હવે એટલે કે 27 એપ્રિલે ઘટીને 72,448 પ્રતિ 10 ગ્રામ છે. એટલે કે આ અઠવાડિયે તેની કિંમતમાં 713 રૂપિયાનો ઘટાડો થયો છે.
ચાંદી વિશે વાત કરીએ તો, IBJA વેબસાઇટ અનુસાર, આ સપ્તાહની શરૂઆતમાં તે 81,839 રૂપિયા પર હતી, જે હવે ઘટીને 81,374 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઇ છે. એટલે કે આ અઠવાડિયે તેની કિંમતમાં 465 રૂપિયાનો ઘટાડો થયો છે.
4 મેટ્રો અને અમદાવાદમાં સોનાનો ભાવ
- અમદાવાદઃ 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 66,850 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 72,930 રૂપિયા છે.
- દિલ્હી: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 67,000 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 73,080 રૂપિયા છે.
- મુંબઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 66,850 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 72,930 રૂપિયા છે.
- કોલકાતા: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 66,850 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 72,930 રૂપિયા છે.
- ચેન્નાઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 67,700 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 72,760 રૂપિયા છે.
આ વર્ષે સોના અને ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે
IBJA અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં 9,096 રૂપિયાનો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ સોનું રૂ. 63,352 હતું, જે હવે રૂ. 72,448 પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે એક કિલો ચાંદીની કિંમત 73,395 રૂપિયાથી વધીને 81,374 રૂપિયા થઈ ગઈ છે.
2030 સુધીમાં સોનાની કિંમત 1.68 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ શકે છે
વિઘ્નહર્તા ગોલ્ડના ચેરમેન મહેન્દ્ર લુનિયાના જણાવ્યા અનુસાર 2030 સુધીમાં સોનાની કિંમત 1.68 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. સોનાના ભાવમાં વધારો થવાના કારણોમાં ભૌગોલિક રાજકીય તણાવથી લઈને વૈશ્વિક આર્થિક મંદીનો સમાવેશ થાય છે.