અમદાવાદ32 મિનિટ પેહલા
- કૉપી લિંક
ATS-NCBના જોઈન્ટ ઓપરેશનમાં ગુજરાત-રાજસ્થાનમાંથી ડ્રગ્સ બનાવવાની 4 ફેક્ટરી ઝડપાઇ છે. સમગ્ર રેકેટમાં ગુજરાતમાં 2 ફેક્ટરી ચાલતી હતી, જ્યારે રાજસ્થાનમાં 2 ફેક્ટરીમાંથી 1 ફેક્ટરી શરૂ થવાની હતી. તો બીજી તરફ ડ્રગ્સનું રો-મટીરીયલ વાપીની એક કંપનીમાંથી ગયું હતું. કેમિકલમાં સ્થાનિક લેવલે ઉપયોગ કરવા માટે કોઈ વ્યક્તિના GST નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું પણ સામે આવ્યું છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, સામાન્ય રીતે પેસ્ટિસાઈડ્સ બનાવવા માટે ઉપયોગમાં આવતું કેમિકલ 7 અઠવાડિયાની પ્રોસેસ બાદ ક્રિસ્ટલ અને પાવડર ફોર્મમાં MD ડ્રગ્સ બની જતું હતું. આ માટેનું સેટઅપ એટલે કે ફેક્ટરી બનાવવાનો ખર્ચ માત્ર 7 લાખ રૂપિયા થતો હતો. તેમજ ગુજરાત-રાજસ્થાનમાં ડ્રગ્સનો ઉપયોગ કે વેચાણ થવાનું હતું. નાના પાઉચમાં ક્રિસ્ટલ ફોર્મમાં વેચાણ થવાનું હોવાનું પણ સામે આવ્યું છે.
7 લાખના રોકાણમાં કાળા ધંધોનો સામાન
એક બાતમીએ 4 ફેકટરીનો પર્દાફાશ કર્યો ગુજરાત ATSના DYSP